26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડિનર પછી સૂરજદાદાએ રમત અટકાવી!
સૂર્યાસ્ત સમયના તીવ્ર કિરણોને કારણે ઇન્ટરનેશનલ ક્રિકેટ મૅચ ટૂંકાવવી પડી હોય એવો પહેલો બનાવ

નૅપિયર: કોઈ ડે/નાઇટ ઇન્ટરનેશનલ ક્રિકેટ મૅચમાં ફ્લડલાઇટ બગડી જતાં રમત અટકાવી પડી હોય એવું અગાઉ કેટલીક વખત બની ગયું છે અને વરસાદને લીધે મૅચ ટૂંકાવવી પડી હોય એવું પણ ઘણી વાર બન્યું છે, પણ સૂરજના તીવ્ર કિરણોને લીધે રમત અટકાવવામાં આવી હોય અને પછી ડકવર્થ-લુઇસ મેથડને આધારે ટૂંકાવવામાં આવી હોય એવી પ્રથમ ઘટના ગઈ કાલે ન્યૂ ઝીલૅન્ડના નૅપિયર શહેરમાં ભારત-ન્યૂ ઝીલૅન્ડની પહેલી વન-ડે દરમિયાન બની હતી. આ વિચિત્ર બનાવમાં સૂર્યાસ્ત સમયના સૂરજના તીવ્ર કિરણો સીધા બૅટ્સમેનોની આંખમાં આવતાં તેમના માટે બૅટિંગ કરવાનું અશક્ય બન્યું હતું જેને પગલે અડધા કલાક માટે રમત રોકવામાં આવી હતી.

વધુ નવાઈની વાત એ છે કે આ ડે/નાઇટમાં ન્યૂ ઝીલૅન્ડની ઇનિંગ્સ (38 ઓવરમાં 157 રને ઑલઆઉટ) બાદ ખેલાડીઓએ ડિનર કર્યું. ડિનરના બ્રેક પછી ભારતના દાવમાં 10 ઓવર થઈ ત્યાર પછી ઢળતા સૂરજના તીવ્ર પ્રકાશને લીધે બૅટ્સમેનોની આંખ અંજાઈ ગઈ હતી અને બૅટિંગ કરવાનું તેમના માટે સંભવ નહોતું. આ સ્થિતિમાં બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે હળવી રમૂજ થઈ હતી. આયોજકોએ પ્લેયરો અને અમ્પાયરોની સલામતીને ધ્યાનમાં રાખીને રમત અટકાવી હતી.

વિરાટ કોહલીએ મૅચ પછી પત્રકારોને કહ્યું હતું કે ‘મેં મારી જિંદગીમાં ક્યારેય આવું નથી અનુભવ્યું. અમારા બધા વચ્ચે ઘણી રમૂજી વાતોની આપ-લે થઈ હતી. 2014ની સાલમાં એક વાર હું આંખમાં સૂરજના તીવ્ર કિરણો આવતાં વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે, સૂરજના અસહ્ય કિરણોને કારણે રમત અટકાવવાનો આવો નિયમ ત્યારે નહોતો.’

કિવી કૅપ્ટન કેન વિલિયમસને પણ હળવી વાતોમાં જોડાતાં કહ્યું હતું કે ‘આ સ્થિતિમાં ન તો સૂરજને બીજે હટાવી શકાતો હતો અને ન સ્ટેડિયમમાંના ગ્રૅન્ડ સ્ટૅન્ડને બીજે ખસેડી શકાતું હતું. અમારી પાસે વધુ વિકલ્પો નહોતા એટલે મેદાન પરથી રવાના થઈને બેસી જવું પડ્યું હતું.’

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7p146BT
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com