26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યુપીમાં ગુમાવેલી બાજી ફરી જીતવાનો કૉંગે્રસનો ગૅમપ્લાન

લખનઊ: પ્રિયંકા ગાંધી વડરાની પૂર્વ ઉત્તર પ્રદેશમાંના કૉંગ્રેસ મહાસમિતિનાં મહામંત્રી તરીકે નિમણૂક કરાતા પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરોને નવું જોમ મળ્યું છે. કૉંગ્રેસનું આ પગલું દેશના વિશાળ રાજ્ય ઉત્તર પ્રદેશમાં પોતાની તાકાત વધારવાના પ્રયાસના ભાગરૂપે ગણાય છે.

ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રવક્તા રાજીવ બક્ષીએ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યમાંનો કૉંગ્રેસનો અખત્યાર સોંપાતા લોકસભાની આગામી ચૂંટણીમાં અમને રાજ્યમાંથી 40થી વધુ બેઠક જીતવાની આશા છે.

પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશમાંના કૉંગ્રેસ મહાસમિતિના મહામંત્રી બનાવાયા છે. કૉંગ્રેસ પાસે હાલમાં રાજ્યની લોકસભાની માત્ર બે બેઠક - અમેઠી અને રાય બરેલી છે અને આ બન્ને મતવિસ્તાર પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવેલા છે.

ઉત્તર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વિજેન્દ્ર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસે આ બે યુવા નેતાને રાજ્યનો અખત્યાર સોંપતા લાગે છે કે પક્ષ રાજ્યમાં ચૂંટણી જીતવા ઘણી જ ગંભીર છે.

તેમણે જણાવ્યું હતું કે આ બન્ને નેતા યુવાન અને બહુ જ લોકપ્રિય છે. તેઓ રાજ્યમાંનો પક્ષનો અખત્યાર સંભાળવાના હોવાના સમાચારથી પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરોને નવું જોમ મળ્યું છે.

માયાવતીનાં બહુજન સમાજ પક્ષ (બસપ) અને અખિલેશ યાદવના સમાજવાદી પક્ષ (સપ)એ તાજેતરમાં રાજ્યમાં યુતિ કરીને લોકસભાની બેઠકોની વહેંચણી કરી હતી. આમ છતાં, ભારતીય જનતા પક્ષને સત્તા પરથી દૂર રાખવાના ઇરાદાથી કરાયેલી આ યુતિમાંથી કૉંગ્રેસને બાકાત રખાતા કૉંગ્રેસે રાજ્યમાં એકલેહાથે ચૂંટણી લડવાની તૈયાર શરૂ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં વારાણસીની બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ગોરખપુરનો મતવિસ્તાર મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીના ગઢ સમાન ગણાય છે.

કૉંગ્રેસે રાજ્યમાં ભારતીય જનતા પક્ષ ઉપરાંત બહુજન સમાજ પક્ષ અને સમાજવાદી પક્ષની યુતિનો પણ સામનો કરવો પડશે.

ઉત્તર પ્રદેશ 1980ના દાયકામાં કૉંગ્રેસનું ગઢ સમાન ગણાતું હતું. (એજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5L2752c7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com