19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રિયંકાદીદી કૅપેબલ છે: રાહુલ

અમેઠી (ઉત્તર પ્રદેશ): કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકા ગાંધી વડરાના સક્રિય રાજકારણમાંના પ્રવેશની જાહેરાતને વધાવી લેતા જણાવ્યું હતું કે મારી બહેન પ્રિયંકા પક્ષને ચૂંટણીમાં વધુ બેઠકો જિતાડવા માટે ઘણી સક્ષમ છે અને તે લોકસભાની ચૂંટણીમાં પક્ષને તેમ જ મને સહાય કરશે. રાહુલે જ્યોતિરાદિત્ય સિંધિયાની પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશમાંના કૉંગ્રેસ મહાસમિતિના મહામંત્રી તરીકે કરાયેલી નિમણૂક અંગે જણાવ્યું હતું કે પ્રિયંકાની જેમ જ્યોતિરાદિત્ય પણ બહુ જ યુવાન શક્તિશાળી નેતા છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠક છે અને તે પ્રિયંકા અને જ્યોતિરાદિત્યની વચ્ચે 40-40 વહેંચી દેવાઇ છે.

ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પક્ષ અને સમાજવાદી પક્ષે યુતિ કરીને કૉંગ્રેસને આ જોડાણમાંથી બાકાત રાખવાના લીધેલા નિર્ણયના સંબંધમાં કૉંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે અમે આ બન્ને પક્ષને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારને ઊથલાવવામાં સહકાર આપીશું.

રાહુલ બુધવારે સવારે પોતાના લોકસભાના મતવિસ્તારમાં બે દિવસના પ્રવાસે આવ્યા હતા. (એજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

p2t051
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com