15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મિશન યુપી
જ્યોતિરાદિત્યને પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશ સોંપાયું કે. સી. ેણુગોપાલને સંગઠન મહામંત્રી બનાવાયા હરિયાણાનો અખત્યાર આઝાદને અપાયો

નવી દિલ્હી: પ્રિયંકા ગાંધી વડરાના સક્રિય રાજકારણમાં પ્રવેશની બુધવારે જાહેરાત કરાઇ હતી. તેમની કૉંગ્રેસનાં પૂર્વ ઉત્તર પ્રદેશ માટેના મહામંત્રી તરીકે નિમણૂક કરાઇ હતી.

પ્રિયંકાની ઉત્તર પ્રદેશમાં કરાયેલી આ નિમણૂક કૉંગ્રેસની દેશના આ વિશાળ રાજ્યમાં એકલેહાથે સામાન્ય ચૂંટણી લડવાની તૈયારીના ભાગરૂપે જોવાય છે.

પ્રિયંકા ગાંધી વડરા ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયાથી ઉત્તર પ્રદેશમાંનો પોતાનો નવો હોદ્દો સંભાળી લેશે.

ઉત્તર પ્રદેશ 1980ના દાયકામાં કૉંગ્રેસનો ગઢ ગણાતું હતું અને તે દેશની સરકાર રચવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

પ્રિયંકાની નિમણૂકને લીધે પક્ષના અન્ય નેતાઓ અને કાર્યકરોનો નૈતિક જુસ્સો વધવાની આશા રખાય છે.

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષ (સપ) અને બહુજન સમાજ પક્ષ (બસપ)એ યુતિ કરીને સામાન્ય ચૂંટણી સાથે લડવાની જાહેરાત તાજેતરમાં કરી તે પછી કૉંગ્રેસે આ રાજ્યમાં એકલેહાથે ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી હતી. પ્રિયંકા ગાંધી 12મી જાન્યુઆરીએ 47 વર્ષની થઇ હતી. તે લોકસભાની 80 બેઠક ધરાવતા આ હિંદી ભાષી રાજ્યમાં પોતાના ભાઇ અને કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીને સહાય કરશે. રાહુલે અમેઠીમાં પત્રકારોને જણાવ્યું હતું કે મારી બહેન પ્રિયંકા મને ઉત્તર પ્રદેશમાં પક્ષને ફરી આગળ લાવવામાં સહાય કરશે અને તે ઘણી સક્ષમ છે. અમે બહુજન સમાજ પક્ષ અને સમાજવાદી પક્ષને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારને ઊથલાવવાના પ્રયાસમાં સહકાર આપીશું.

પ્રિયંકા પોતાની માતા સોનિયા ગાંધીની રાય બરેલીની સંસદીય બેઠક પરથી ચૂંટણી લડે એવી શક્યતા છે.

રાહુલ ગાંધીએ જ્યોતિરાદિત્ય સિંધિયાની પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશમાંના કૉંગ્રેસ મહાસમિતિના મહામંત્રી તરીકે નિમણૂક કરી હતી.

રાહુલે જણાવ્યું હતું કે અમે ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ, દેશના દરેક રાજ્યમાં પક્ષનો ચૂંટણીમાંનો દેખાવ સુધારવા બનતા પ્રયાસ કરીશું.

કૉંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાંની લોકસભાની 80 બેઠકમાંની 40 - 40 બેઠક પ્રિયંકા ગાંધી વડરા અને જ્યોતિરાદિત્ય સિંધિયાની વચ્ચે વહેંચી દેવાઇ છે.

કૉંગ્રેસ પાસે હાલમાં ઉત્તર પ્રદેશની લોકસભાની માત્ર બે બેઠક - અમેઠી અને રાય બરેલી છે.

ઉત્તર પ્રદેશ વિધાનસભાની 2017માં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે સમાજવાદી પક્ષની સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ તેમાં ભારતીય જનતા પક્ષનો ભવ્ય વિજય થયો હતો અને કૉંગ્રેસને 403 બેઠક ધરાવતી વિધાનસભામાં માત્ર સાત બેઠક મળી હતી.

લોકસભાની 2014માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને 71 અને તેના સાથી અપના દળને બે બેઠક મળી હતી.

હરિયાણામાં કૉંગ્રેસ મહાસમિતિના મહામંત્રી તરીકે ગુલામ નબી આઝાદની નિમણૂક કરાઇ હતી.

કૉંગ્રેસના વડાએ કે. સી. વેણુગોપાલની નિમણૂક ‘સંગઠન મહામંત્રી’ તરીકે કરી હતી. ગેહલોત રાજસ્થાનના મુખ્ય પ્રધાન બનતા આ ફેરબદલી કરાઇ હતી.

વેણુગોપાલ કર્ણાટકમાંના કૉંગ્રેસ મહાસમિતિના મહામંત્રી તરીકે ચાલુ રહેશે.

પ્રિયંકાએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના નવા મુખ્ય પ્રધાનની પસંદગીમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હોવાનું કહેવાય છે. તેમણે પંજાબ કૉંગ્રેસમાં મનપ્રીત બાદલ અને નવજોતસિંહ સિદ્ધુને લેવામાં પણ અગત્યની ભૂમિકા ભજવી હતી.

પ્રિયંકા બે બાળકની માતા છે. તેમના પતિ રોબર્ટ વડરા સામે એન્ફૉર્સમેન્ટ ડિરૅક્ટરૅટ દ્વારા હરિયાણા અને રાજસ્થાનના જમીન કૌભાંડની તપાસ ચાલી રહી છે.

પૂર્વ ઉત્તર પ્રદેશમાંના કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આર. પી. એન. સિંહે પ્રિયંકાને સક્રિય રાજકારણમાં આવકારતા આશા વ્યક્ત કરી હતી કે પ્રિયંકા રાજ્યમાંના કોમી અને જાતિવાદી પરિબળોની સામે લડત આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. (ઍજન્સી)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7gnD7D
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com