25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

કંડોળીયા બ્રાહ્મણ

હાલ રાજકોટ નિવાસી લલીતભાઈ ફુલશંકર વ્યાસ (ઉં. વ. 71), 22-1-’19ના કૈલાશવાસી થયેલ છે. તે સ્વ. રજનીભાઈ ફુલશંકર વ્યાસ, અશોકભાઈ ફુલશંકર વ્યાસ, સ્વ. ગીતાબેન રશ્મીકાંતભાઈ પંડયા (સુરત), ગં. સ્વ. જ્યોત્સનાબેન કપીલભાઈ અધ્વર્યુ (મુંબઈ), ઉષાબેન હરેન્દ્રભાઈ પંડયા (અમરેલી)ના ભાઈ. લીના આશિષભાઈ અધ્વર્યુ (અમદાવાદ), વિપુલ રજનીભાઈ વ્યાસ, અમિત રજનીભાઈ વ્યાસના કાકા. સાદડી/બેસણાની પ્રથા બંધ રાખેલ છે.

નડિયાદ દશા ખડાયતા

દીપક (ઉં.વ. 68), હાલ વિલેપાર્લે તે સ્વ. નટવરલાલ ચોકસી તથા સ્વ. કુંજબાળાબેનના પુત્ર. તે નીલાબેનના પતિ. તે નિમિષ, અનુજના પિતાશ્રી. બીજલના સસરા. બીના ઉલ્કેશભાઈ મહેતા, પન્ના અરૂણકુમાર શાહના ભાઈ 22-1-2019ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા 24-1-’18ના ગુરુવારે સાંજે 5 થી 7. ઠે. વિશ્ર્વેશ્ર્વર ભુવન, 1લે માળે, સન્યાસ આશ્રમ, વિલેપાર્લે વેસ્ટ.

ઘોઘારી મોઢ વણિક

વઢવાણ હાલ ગોરેગાંવ ગં. સ્વ. વિમળાબેન (ઉં. વ. 84) તે સ્વ. છબીલદાસ શાંતિલાલ મહેતાના ધર્મપત્ની. તે પ્રદીપ, દીપક, મયુર, લીનાના માતા. તે હેતા, દૈનીકા, રૂપા, સત્યેનના સાસુ. તે બોટાદ નિવાસી ગિરધરલાલ લાલજી દાણીના દીકરી. તે પ્રવિણ, રસેશ, યોગેશ, સુધાબેન, વસુબેનના બેન સોમવાર, તા. 21-1-19ના અક્ષરવાસી થયા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 24-1-19, ગુરુવારના સાંજે દત્તાત્રેય હોલ, ટોપીવાલા મોલની પાછળ, ગોરેગાંવ વેસ્ટ, 5 થી 7 રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી બ્રહ્મક્ષત્રિય

સાકરબેન (ઉં. વ. 90) તે જમનાદાસ માધવજી મામતોરા, ગામ મોથાળા હાલે ઘાટકોપરના ધર્મપત્ની તા. 23-1-19, બુધવારના રામશરણ પામેલ છે. તે પ્રભાબેન મેઘજી રાજાવાઢા, નિર્મળાબેન હરિરામ સોદાગર, સ્વ. લક્ષ્મીબેન રમણીકલાલ વીંછી, પ્રેમીલાબેન શશીકાંત નીર્મળ, છોટાલાલ, જીતેન્દ્રના માતુશ્રી. તે રેખા તથા દિવ્યાના સાસુ. સ્વ. શીવજી રામજી દુબલ, ગઢશીશાવાળાની પુત્રી. તે હર્ષલ, કરણ, હેમાંગ તથા રીષીના દાદી. પ્રાર્થનાસભા તા. 24-1-19, ગુરુવારના સાંજે 4 થી 6, શ્રી નાગેર સમાજ હોલ, માધવબાગ, 36-37 જગડુશા નગર, ઘાટકોપર-પશ્ર્ચિમ. લૌકિક વ્યવહાર તેમજ દશાવ પ્રથા બંધ રાખેલ છે.

ઈડર ઔદીચ્ય સત્તાવીસ જ્ઞાતિ

ગં. સ્વ. પ્રેમિલાબેન (ઉં. વ. 81) ગામ ગાંઠિઓલ તા. 22-1-19, મંગળવારના ગાંઠિઓલ મુકામે દેવલોક પામ્યા છે. તે સ્વ. ભાનુશંકર ત્રિભોવનદાસ ઠાકરના ધર્મપત્ની. સ્વ. ત્રિભોવનદાન વાસુદેવ ઠાકરના પુત્રવધૂ. પ્રહલાદભાઈ જી. પંડ્યાના સુપુત્રી. છોટુભાઈ પ્રહલાદભાઈ પંડ્યાના બહેન. સાદડી તથા લૌકિક પ્રથા બંધ છે.

દશા સોરઠિયા વણિક

વડિયા (હાલ બોરીવલી) સવિતાબેન (ઉં.વ. 76) 22-1-19ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. વિનોદરાય રતીલાલ શ્રીમાંકરના ધર્મપત્ની. તે બગસરાવાળા સ્વ. ગોવિંદજી પિતાંબર ચુડાસમાના દીકરી. શૈલેષભાઈ, સુનીલભાઈ તથા જયશ્રીબેન બિપીનકુમાર શાહના માતુશ્રી. સુનીતાબેન, કૌશાબેનના સાસુ. સ્વ. હરકિશનભાઈ, સ્વ. સુરેશભાઈ, બકુલભાઈ, કૌશિકભાઈ, પંકજભાઈ તથા દક્ષાબેન વિજયકુમાર શેઠના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. ઠે. સુનીલ વિનોદરાય શ્રીમાંકર, 802, ડાયમંડ રેસિડેન્સી, ભટ્ટ લેન, પોઈસર ડેપોની બાજુમાં, કાંદિવલી (વે.).

ઝીણાંદરા સોની

કિશોરભાઈ જેઠાલાલ સોલંકી (ઉં.વ. 77) તે 21-1-19 સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે હંસાબેનના પતિ. તે સ્વ. ધીરૂભાઈ, પ્રકાશભાઈ, સ્વ. મયુરીબેન અમૃતલાલના ભાઈ. તે જીતેન તથા નીતુના પિતા. તે અ.સૌ. શીતલ તથા હિમાંશુકુમારના સસરા. તે સ્વ. રતિલાલ સાગરના જમાઈ. પ્રાર્થનાસભા 24-1-19 ગુરુવાર 5થી 6. ઠે. ખટવારી દરબાર, 13મો રસ્તો, વિઠ્ઠલભાઈ રોડ, ક્રોસ લિંકિંગ રોડ, ખાર (વે.), સદ્ગુરુની બાજુમાં.

લુહાર-સુથાર

ગામ મોટા સમઢિયાળાવાળા (હાલ મલાડ) દુર્લભજીભાઈ કાનજીભાઈ સિદ્ધપુરાના ધર્મપત્ની હરિબેન (ઉં.વ. 90) તે તા. 21-1-19 ને સોમવારના અક્ષરનિવાસ થયેલ છે. મનસુખભાઈ, દેવેન્દ્રભાઈ, અ.નિ. સવિતાબેન મગનભાઈ જીલ્કા, મુક્તાબેન ગોપાલદાસ, શારદાબેન વલ્લભદાસ, હર્ષાબેન નીતિનભાઈના માતુશ્રી. અ.નિ. વલ્લભભાઈ, અ.નિ. નારાયણભાઈ કાનજીભાઈના નાના ભાઈના ધર્મપત્ની. હરમડિયાવાળા અ.નિ. મગનભાઈ, અ.નિ. કેશુભાઈ, અ.નિ. શામજીભાઈ, જમનાદાસ વાઘેલાના મોટાબેન. હરિન્દ્ર, વિરેન્દ્ર, નિલેશ, પૂનમ, દિક્ષિતા, પ્રથમ, વેદાન્ત, માહિરના દાદીમા. પ્રાર્થનાસભા તા. 24-1-19 ગુરુવારના સાંજે 5થી 7. ઠે. લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, અંબામાતા મંદિર, કાર્ટર રોડ નં. 3, બોરીવલી (ઈ.).

અનાવિલ બ્રાહ્મણ

ગામ સરોધી (હાલ બોરીવલી)ના અ.સૌ. કુમુદબેન (ઉં.વ. 79) તે સોમવાર, તા. 21-1-19ના અવસાન પામ્યા છે. તે ઉત્તમભાઈ ખંડુભાઈ દેસાઈના ધર્મપત્ની. કક્ષા, જયેશ અને હિતેશના માતુશ્રી. અજયકુમાર, ભાવના અને મીનુના સાસુજી. સ્વ. છોટુભાઈ, સ્વ. અમૃતભાઈ, સ્વ. હીરુભાઈ અને સ્વ. પુષ્પાબેનના ભાભી. મોરાઈ નિવાસી દિનેશભાઈ મણીભાઈ દેસાઈ, ભુપતભાઈ, જયંતભાઈ અને ગં.સ્વ. રસીલાબેનના બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા સમય: 3થી 5. ગુરુવારે તા. 24-1-19, વર્ધમાન હોલ, બીજે માળે, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વે.). લૌકિક રિવાજ બંધ છે.

ઔદિચ્ય રોડવાલ બ્રાહ્મણ સમાજ

રોહીડા (હાલ અર્બુદા હોટેલ માઉન્ટ આબુ) દયાશંકર શિવશંકર વોરા (ઉં.વ. 85) તે સુશીલાબેનના પતિ. તે સ્વ. વસંતભાઈ, સ્વ. મૂલશંકર, સ્વ. સુશીલાબેનના ભાઈ. તે લલિત, શ્રિપત, કૈલાશ, પ્રશાંત, વિકાસ, તોરલ, લીમા, ઈંદુ, દર્શનાના પિતા. તે પ્રીતી, પ્રતિક્ષા, મનીષા, વૈશાલી, પ્રીતી, પંકજ, સંજય, અશોક, પરેશના સસરા અને સ્વ. ઓમકારલાલ પ્રેમજીના જમાઈ તા. 19-1-19ના દેવલોક પામેલ છે. પ્રાર્થનાસભા તા. 24-1-19 બપોરે 4થી 6ના બ્રહ્મ મહેશ્ર્વર હોલ, સંન્યાસ આશ્રમ, સંન્યાસ આશ્રમ રોડ, વિલેપાર્લે (વે.) ખાતે રાખેલ છે.

મોડાસા એકડા દશા ખડાયતા

રૂપાલ, હાલ કાંદિવલી હસમુખલાલ (ઉં.વ. 77) તા. 19-1-19 શનિવારના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. રૂપાબેન નટવરલાલ શાહના પુત્ર. તે શર્મિષ્ઠાબેનના પતિ. પિયુષ-પારૂલબેન, રાજેશ-વિનંતીબેન, વિપુલ-દીપાબેન તથા નીતા મુકેશકુમાર ગાંધીના પિતાશ્રી. તે સ્વ. ઈશ્ર્વરલાલ, સ્વ. કાન્તીલાલ, બિહારીભાઈ તથા પ્રવિણભાઈના ભાઈ. તે કૌશિકભાઈ ખેમચંદદાસ પરષોતમદાસ શાહ (સાતરડા) હાલ નેરલના બનેવી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. 24-1-19 સાંજે 5થી 7. ઠે. મહિલા આધાર ભવન, પોઈસર ડેપો, રઘુલીલા મોલની બાજુમાં, કાંદિવલી (વે.) રાખેલ છે.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

કચ્છ ગામ નારાયણ સરોવર વાળા હાલે મુલુંડના જોશી સ્વ. કાનજી સુંદરજી રત્નેશ્ર્વરના જયેષ્ઠ પુત્ર શાંતિલાલભાઈ (ઉં.વ. 75) તા. 21-1-19ના રામશરણ પામેલ છે. તે સ્વ. મુળશંકર ઓધવજી હરિયામાણેક કચ્છ ગામ લખપતવાળાના નાના જમાઈ. સ્વ. ભગવતીબેનના પતિ. સ્વ. કિશોરભાઈ, સ્વ. ચંપાબેન શાંતિલાલ રાડીયાના મોટા ભાઈ. તુષારભાઈ, જુલીબેન, અ. સૌ. દીવ્યા (પીંકી) હરીશભાઈ ધીક્કાના પિતાજી. પ્રાર્થનાસભા તા. 24-1-19ના સારસ્વત વાડી, 1લે માળે, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ)માં 6 થી 7 રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

કચ્છી લોહાણા

સ્વ. વાલજી દયાલજી ગણાત્રા કચ્છ ગામ ગઢશીશા હાલે થાણાવાલાના ધર્મપત્ની ગં. સ્વ. લીલાવંતીબેન (ઉં.વ. 93) તે સ્વ. ડોસાભાઈ વેલજી રૂપારેલના પુત્રી (ગામ નરેડી). સ્વ. ગોદાવરીબેનના બેન. પ્રતાપ, ભુપત, રાજેશ, સ્વ. મીતાબેન નવીનભાઈના માતુશ્રી. વિજયા, સ્વ. અરૂણા, નવીનભાઈના સાસુજી. રાકેશ વૈશાલી, કપીલ જસ્મીન, સંગીતા શિશીર, ભારતી હિરેન, રાખી હેમંત, દિવ્યા મિતેશ, જીગ્નેશ મિનાક્ષી, ઓમ, સોહમ, કુશ, મિત, નિધી, વ્યોમના દાદી-નાની તા. 22-1-19ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. 24-1-19ના ગોપુરમ હોલ, આર. પી. રોડ, મુલુંડ વેસ્ટમાં 5 થી 7. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ લોહાણા

ભરૂચ નિવાસી પ્રવિણચંદ્ર મોહનલાલ ભોજાણી (ઉં.વ. 70) તા. 21-1-19, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે હિનાબેનના પતિ. ફાલ્ગુન, પુનિતના પિતાશ્રી. અ. સૌ. ડીમ્પલ, અ. સૌ. નિકિતાના સસરા. સ્વ. મુગટલાલ ત્રિભોવનદાસ બુદ્ધદેવના જમાઈ. સ્વ. કાંતિલાલ, બાબુલાલ, જગદીશચંદ્ર, ભાનુબેન જોબનપુત્રા, સ્વ. જસુબેન ઉનડકટના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-1-19, ગુરુવારના 5 થી 7. સ્થળ: શ્રી હાલાઈ લોહાણા મજહાન વાડી, ત્રીજે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી પશ્ર્ચિમ.

મચ્છુકઠીયા સઈ - સુથાર જ્ઞાતિ

જોડીયા હાલ કાંદિવલી (ચારકોપ) સ્વ. મોહનલાલ મુળજી પિઠડીયાના પુત્ર હરીલાલ (ઉં.વ. 85) તા. 20-1-19, રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે રૂક્ષ્મણીબેનના પતિ. સ્વ. બાબુભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. જગજીવનભાઈ, મનસુખભાઈ, સ્વ. હસમુખભાઈના ભાઈ. કિરીટ, અતુલ, હર્ષા બિપીન રાઠોડ, મનીષા કિશોર વાઘેલાના પિતા. પ્રવિણાબેન, જાગૃતીબેનના સસરા. સાદડી તા. 24-1-19ના ગુરુવારે 4 થી 6. સ્થળ: લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ.

વિસલનગરા નાગર બ્રાહ્મણ

ગામ ભાંડુ હાલ મુંબઈ દમયંતીબેન લાભશંકર વ્યાસ (ઉં.વ. 86) તે દિપકના માતુશ્રી. શ્રીમતી માલાના સાસુ. કૌશલના દાદી. શ્રીમતી ખ્યાતીના દાદી સાસુ. શ્રીમતી શોભના જયેશકુમાર જોષીના માતુશ્રી તા. 21-1-19ના હાટકેશશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. 24-1-19ના 4.30 થી 6. નિવાસસ્થાન: 53 બાલાની એપાર્ટમેન્ટ, સેકટર-6, ગણેશ ચોક, ચારકોપ, કાંદિવલી વેસ્ટ.

વાળંદ જ્ઞાતિ

બાઢડા (સાવરકુંડલા) હાલ બોરીવલી અ. નિ. ભગવાનભાઈ ભાવનભાઈ સોલંકીના ધર્મપત્ની ગં. સ્વ. વિમળાબેન (ઉં.વ. 85) તા. 21-1-19ના સોમવારના અક્ષરવાસી થયેલ છે. તે અ. સૌ. સુશીલાબેન, ઘનશ્યામભાઈના માતુશ્રી. અ. સો. જાગૃતિબેન સોલંકી, મનહરલાલ નાથાણીના સાસુ. અમીબેન, ધવલભાઈના દાદી. ભાવનગરવાળા અ. નિ. નારાયણભાઈ ભગવાનભાઈ રાઠોડના બહેન. (પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)

બારોટ

વિજાપુર હાલ બોરીવલી જેઠાલાલ (ઉં.વ. 90) તે સ્વ. અમથાલાલ પરધુભાઈ બારોટ તથા સ્વ. મેનાબાના જયેષ્ઠ પુત્ર. સ્વ. શાંતાબેનના પતિ. ચાંગોદ નિવાસી સ્વ. દામોદરદાસ નારજી બારોટના જમાઈ. જયંતિલાલ, ડૉ. રામ, શાંતાબેનના મોટા ભાઈ. વિમળાબેન, અશ્ર્વિનભાઈ, સ્વ. હર્ષદભાઈ, લવભાઈ, કુશભાઈના પિતા તા. 22-1-19, મંગળવારના દેવલોક પામ્યા છે. સુવાળુ તા. 25-1-19, શુક્રવારે સવારે અને પ્રાર્થનાસભા તા. 25-1-19 ને શુક્રવારે સાંજે 4 થી 7તેમના નિવાસસ્થાને: 2/બી- જી/3, વિવેકાનંદ નગર, તિરૂમાલા શોરૂમની સામે, કોરા કેન્દ્ર, એસ. વી. રોડ, બોરીવલી વેસ્ટ.

બ્રહ્મક્ષત્રિય

હાલ બોરીવલી અશોક છબીલદાસ બર્મન (ઉં.વ. 61) તા. 21-1-19ના શ્રીજીચરણ પામ્યા છે. તે માલિનીના પતિ. કૌશલ અશ્ર્વિન સંપટના સસરા. મેઘના, ધારા, હેતવીના પિતાશ્રી. સુનીતા સનદભાઈ દલાલ, સ્વ. નારાયણ, વિનોદ, ભરત, પ્રેમ, નરોત્તમ, ભગવાનદાસના નાના ભાઈ. સંજય રજનીકાન્ત પરીખના બનેવી. બેસણું તા. 24-1-19ના ગુરુવારે 3.30 થી 5.30. સ્થળ: વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.

દશ ગામ પંચાલ

ડુંગરી હાલ જોગેશ્ર્વરી સ્વ. પાર્વતીબેન છગનલાલ પંચાલના પુત્ર મહેશભાઈના ધર્મપત્ની નયનાબેન (ઉં. વ. 56) રવિવાર, 20-1-19ના શ્રીચરણ પામ્યા છે. સ્વ. મનહરભાઈના ભાભી. સ્વ. ધવલના માતુશ્રી. સ્વ. લલિતાબેન રતિલાલના પુત્રી. હરીશભાઈ, લીલાબેન, દિલીપ, મહેશ, પ્રવિણાબેનના બેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ રાખેલ છે.

ઝાલાવાડી સઈ-સુથાર જ્ઞાતિ

તુરખા હાલ ગોરેગામ, પ્રવિણકુમાર મકવાણા (ઉં. વ. 63) તે અંજવાળીબેન મનસુખલાલ પુરુષોત્તમના પુત્ર. તે સ્વ. અ. સૌ. મધુબેનના પતિ રવિવારે 20-1-19ના દેવચરણ પામ્યા છે. તે અશોકભાઈ, અ. સૌ. ચંદ્રિકાબેન રસીકલાલ ગોહિલ, અ. સૌ. પ્રફુલ્લા (પૂનમ)બેન રાજેન્દ્રકુમાર ચૌહાણના ભાઈ. તે પંકજ, અ. સૌ. પ્રીતિ રીતેશકુમાર કાપડિયા, રીનાના પિતાશ્રી. તે ખોખન્યા નિવાસી હાલ પાલઘર વાલજીદાસ ત્રિભોવનદાસ પાટડિયાના જમાઈ. બંને પક્ષની સાદડી 25-1-19ને શુક્રવાર સાંજે 4 થી 6. ઠે: બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, પ્રકાશ હોટેલની સામેની ગલી, સ્ટેશન પાસે, ગોરેગામ (વે).

માંગરોળ દશા શ્રીમાળી વણિક વૈષ્ણવ

રમણીકલાલ (ઉં. વ. 86) તે સ્વ. દામોદરદાસ હરીદાસ ભગતના દીકરા. અ. સૌ. રમીલાબેનના પતિ. ધીરેન્દ્ર, સુશીલા, વિશાખા, નીતાના પિતા. નગીનદાસ તથા પ્રિયકાંત ભગતના ભાઈ. સ્વ. હરખચંદ હિરાચંદ શેઠના જમાઈ મંગળવાર, 22-1-19ના સિકંદરાબાદ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. બેસણું ગુરુવાર, 24-1-19ના સાંજે 4.30 થી 5.30 કલાકે સિકંદરાબાદ મુકામે રાખેલ છે.

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

ગં. સ્વ. હેમલતાબેન પ્રવિણચંદ્ર ચઠમંદરા (જોષી) (ઉં. વ. 73), તે પદ્મનાભ ભાઈશંકર જોષીના બેન. સ્વ. નર્મદાબેન દેવકરણ દામજી જોષીના પુત્રવધૂ. ઈન્દુબેન, સ્વ. અમૃતબેન, સ્વ. જયાબેન, સ્વ. ચતુરબેન, સ્વ. નંદકુમારભાઈના ભાઈના પત્ની. ઊર્મિ નિમેશ જોષી, ભક્તિ મિતેષ જોશીના માતા. જશાંક, વૃશાંક, હેત્વી, વેદાંત, સ્તુતિ, સૌમ્યાના દાદી 21-1-’ 19ના સોમવારે અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 24-1-’19ના ગુરુવારે સાંજે 5 થી 7. ઠે. સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

કચ્છી લોહાણા

સ્વ. સાકરબાઈ ચાગપાર રામાણી કચ્છ મંગવાણા (મંજલ) હાલ બદલાપુરના પુત્ર મુલજીભાઈ (ઉં. વ. 78), તે સ્વ. લીલબાઈ શિવજી કાનજી કેસરીઆ આભરાઈવાળાના જમાઈ 22-1-’19ના મંગળવારે શ્રીરામશરણ પામેલ છે. તે ધર્મિષ્ઠાબેનના પતિ. સ્વ. જાદવજી, સ્વ. પરસોત્તમ, સ્વ. વિઠ્ઠલદાસ, દરિયાલાલ, વાસંતી (ફૂઈયા)ના ભાઈ. તે સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. શંકરભાઈ, સ્વ. કલાવતીબેન, સ્વ. કમળાબેન, સ્વ. દમયંતીબેનના બનેવી. પ્રાર્થનાસભા 24-1-’19 ગુરુવારના. સ્થળ: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડફલોર, આર. આર. ટી. રોડ, મુલુંડ (વેસ્ટ), સાંજે 5-30 થી 7. લૌકિક વ્યવહાર બંધ છે. બૈરાઓએ તે જ દિવસે આવી જવું.

હાલાઈ - નવગામ ભાટીયા

કીર્તિકુમાર વેદ (ઉં. વ. 71) દ્વારકાવાળા હાલ કાંદિવલી. તે સ્વ. ગુણવંતીબેન જમનાદાસ વેદના પુત્ર. રોહિણીબેનના પતિ. તેજસ વેદના પિતા. સ્વ. અનિલભાઈના મોટા ભાઈ. રામગંજ મંડીવાળા સ્વ. ચંપાબેન કાંતિલાલ છીછીયાના જમાઈ બુધવાર તા. 23-1-19ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા શુક્રવાર તા. 25-1-19ના સાંજે 5 થી 7. સ્થળ: 2જે માળે, હાલાઈ લોહાણા મહાજનવાડી, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી વેસ્ટ. (લૌકિક વ્યવહાર બંધ છે).

હાલાઈ લોહાણા

ધ્રાંગધ્રા હાલ ડોંબિવલી સ્વ. જયંતીલાલ પ્રભુદાસ દક્ષિણીના પુત્ર વિનોદરાય (ઉં. વ. 60) હાલ ડોંબિવલી નિવાસી, તે મીનાબેનના પતિ. અલ્પેશ અને રવિના પિતા. હર્ષદભાઈ, ભરતભાઈ, મુકેશભાઈ, જ્યોત્સનાબેન, મંજુલાબેન અને સ્વ. નરેશભાઈના ભાઈ. સ્વ. લલીતચંદ્ર કારિયા તથા સરલાબેનના જમાઈ તા. 23-1-19ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા. 24-1-19ના બપોરે 3 થી 5. સ્થળ: સાંઈ લીલા સભાગૃહ, સાંઈબાબા મંદિર, સ્ટાર કોલોની, સાંઈબાબા કાટા (વે બ્રિજ), માનપાડા રોડ, ડોંબિવલી ઈસ્ટ.

ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ

મૂળ ગામ બાલંભા હાલ ડોંબિવલી નિવાસી હરિલાલ મોહનભાઈ વાઘેલાના પત્ની સ્વ. ચંપાબેન હરિલાલ વાઘેલા (ઉં. વ. 69) તા. 21-1-19ના સોમવારે રામચરણ પામેલ છે. તે સ્વ. મનજીભાઈ દેવજીભાઈ પરમારના પુત્રી. અશોકભાઈ, કમલેશભાઈ, દિનેશભાઈ, અનિલભાઈના માતુશ્રી. હર્ષાબેન, નયનાબેન, બીનાબેન, જયશ્રીબેનના સાસુજી. ખ્યાતિ, રચના, દિશા, ધ્વનિ, દશરથ, પૃથા, વિધિ, રુદ્રના દાદી. પ્રાર્થનાસભા તા. 25-1-19ના શુક્રવારે સાંજે 4 થી 6. સ્થળ: સ્વામીનારાયણ મંદિર, પટેલ બિલ્ડિંગ, ગણેશ ગાવડે રોડ, મુલુંડ (પશ્ર્ચિમ).આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

w4E52457
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com