26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઈનું તાપમાન ગબડ્યું બીકેસી, અંધેરી વધુ પ્રદૂષિત

મુંબઈ: મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસથી દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. બુધવારે મુંબઇના મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો હતો. કોલાબાનું મહત્તમ તાપમાન 27.0 ડિગ્રી અને સાંતાક્રુઝનું મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન અનુક્રમે 21.0 ડિગ્રી અને 19.2 ડિગ્રી રહ્યું હતું. ગત શનિવારે પરાં વિસ્તારમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 5.1 ડિગ્રી વધુ 35.5 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે રવિવારે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી રહ્યું હતું જે સામાન્ય કરતા 4.2 ડિગ્રી વધુ હતું. સોમવારે તેમાં ઘટાડો થયો હતો અને કોલાબામાં મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય હવાની ગુણવત્તામાં પણ ઘટાડો થયો હોવાનું નોંધાયું હતું. રવિવારે ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (એક્યુઆઇ) 273 પોઇન્ટ અને સોમવારે 203 પોઇન્ટ નોંધાયું હતું. બોરીવલી, નવી મુંબઈ, બાન્દ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ, અંધેરીમાં હવાનું પ્રદૂષણ વધુ નોંધાયું હતું. બુધવારે હવાની ગુણવત્તા બીકેસી અને અંધેરીમાં નબળી જણાઇ હતી. બીકેસીમાં ર36 પોઇન્ટ અને અંધેરીમાં 216 પોઇન્ટ વાયુ પ્રદૂષણ નોંધાયું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

88586s04
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com