26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આઇએસના ટાર્ગેટ પર કુંભ મેળો?કિશોર સહિત નવની ધરપકડ સાથે કેમિકલ ઍટેકની યોજના ઊંધી વળી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આતંકવાદી સંગઠન આઇએસ (ઇસ્લામિક સ્ટેટ) સાથે કડી ધરાવવા બદલ મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ના અધિકારીઓએ મુંબ્રા અને ઔરંગાબાદથી તાબામાં લીધેલા કિશોર સહિત નવ જણની ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા નવ જણ પાસેથી કેમિકલ્સ, એસિડ બોટલ અને ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ મળી આવ્યા હોઇ જાહેર સમારંભોમાં કેમિકલ ઍટેક કરવાનો આ લોકોનો પ્લાન હતો. કુંભ મેળો પણ ટાર્ગેટ હોવાની શંકા એટીએસ દ્વારા તપાસવામાં આવી રહી છે, એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

એડિશનલ ડિરેક્ટર જનરલ (એટીએસ) અતુલ કુલકર્ણીએ કહ્યું હતું કે કેટલાક લોકો આઇએસ સાથે કડી ધરાવતા હોવાની માહિતી મળ્યા બાદ એટીએસ દ્વારા તેમની પ્રવૃત્તિ પર નજર રાખવામાં આવી હતી. જોકે તેઓ કોઇ પગલું ભરે એ પહેલા કાર્યવાહી કરવાનું નક્કી કરાયું હતું અને આ માટે 12 ટીમ તૈયાર કરવામાં આવી હતી. એટીએસે ત્યાર બાદ મુંબ્રા અને ઔરંગાબાદમાં આઠ સ્થળે રેઇડ પાડી હતી અને 17 વર્ષના કિશોર સહિત નવ જણને ઝડપી પાડ્યા હતા. ઔરંગાબાદથી ચાર જણને અને થાણેથી પાંચને તાબામાં લેવાયા હતા. આ યુવકોની ઓળખ સલમાન સિરાજુદ્દીન ખાન, મોહસીન સિરાજુદ્દીન ખાન, મઝહર અબ્દુલ રશીદ શેખ, મુશહીદ ઇસ્લામ, મોહંમદ સરફરાઝ, જમ્માન, શાદાબ ખાન અને ફહાદ અન્સારી તરીકે થઇ હતી.

તાબામાં લેવાયેલા નવ જણના ઘરની ઝડતી લેવાતાં કેમિકલ્સ (જેના પર હાઇડ્રોજન પેરોક્સાઇડ લખ્યું હતું), છ ચાકુ, ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ મળી આવ્યાં હતાં. આ લોકોની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જાહેર સમારંભમાં કેમિકલ ઍટેક કરવાની તેમની યોજના હતી. સમારંભોમાં ભોજન અને પાણીમાં ઝેરી કેમિકલ ભેળવીને વધુ ખુવારી સર્જવાનો તેમનો પ્લાન હતો. કુંભ મેળો પણ ટાર્ગેટ હોવાની શંકા તપાસાઇ રહી છે. આરોપીઓ કેમિકલ ઍટેક ક્યાં અને ક્યારે કરવાના હતા, તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલા કેમિકલ્સને ફોરેન્સિક ટેસ્ટ માટે પાઠવવામાં આવ્યું હતું. પકડાયેલા નવ જણમાં બે કેમિકલ એન્જિનિયર, જ્યારે એક ફાર્મસિસ્ટ છે. આ નવ જણમાં ત્રણ સગા ભાઇનો પણ સમાવેશ છે. આ લોકોએ તેમના ગ્રુપનું નામ ‘ઉમ્મતે મોહમદિયા’ રાખ્યું હતું. આ લોકોએ આઇએસની વિચારધારાથી પ્રેરાઇને પોતાનું ગ્રુપ તૈયાર કર્યું હતું અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડયું હોવાનું તપાસમાં જણાયું હતું. એક યુવક તો રશિદ મલબારીનો પુત્ર છે જેને દુબઇથી પ્રત્યર્પણ કરીને લવાયો હતો.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

137tla0u
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com