26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખેડૂતો માટેની સ્કીમ્સ રાજ્યોની રાજકોષિય ખાધની સ્થિતિ વણસાવશે

નવી દિલ્હી: તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ તથા નજીક આવી રહેલી લોકસભાની ચૂંટણી અગાઉ લોકપ્રિય પગલાઓની જાહેરાતથી રાજ્યોની રાજકોષિય ખાધ પર દબાણ આવવાની ધારણાં રહી છે. દેશના દરેક રાજ્યોની સંયુકત રાજકોષિય ખાધ નાણાં વર્ષ 2019-20માં વધીને જીડીપીના 3.20 ટકા રહેવા વકી છે. વર્તમાન નાણાં વર્ષમાં ખાધનો લક્ષ્યાંક 2.60 ટકા નિર્ધારિત કરાયો છે.

વર્તમાન નાણાં વર્ષમાં દેશના વિવિધ રાજ્યોમાં રાજકોષિય ખાધનો આંક જીડીપીના 0.20 ટકાથી 2.80 ટકા સુધી રહેવા ધારણાં છે એમ એક રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલી હતાશાને ધ્યાનમાં રાખી છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના અનેક રાજ્યોએ કૃષિ લોન માફીની જાહેરાત કરી છે. 2018માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ તથા આસામની નવી સરકારોએ ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઓરિસ્સા તથા ઝારખંડે નાના ખેડૂતો માટે આવકમાં ટેકો પૂરો પાડતી સ્કીમ જાહેર કરી છે.આ પગલાંઓને કારણે દરેક રાજ્યોના સંયુકત મહેસુલી ખર્ચમાં નાણાં વર્ષ 2020માં 18.90 ટકાનો વધારો થઈને રૂપિયા 33.28 ટ્રિલિયન રહેવા વકી છે.

વર્તમાન નાણાં વર્ષમાં રાજ્યોએ તેમના મહેસુલી ખર્ચમાં 10.50 ટકાનો વધારો થવાનો અંદાજ મૂકયો છે. નાણાં વર્ષ 2018માં મહેસુલી ખર્ચનો આંક રૂપિયા 25.18 ટ્રિલિયન રહ્યો હતો. રાજકોષિય દબાણને પરિણામે રાજ્યોએ મૂડી ખર્ચને બદલે મહેસુલી ખર્ચને પહોંચી વળવા બજારમાંથી નાણાં ઊભા કરવાની ફરજ પડશે એમ પણ રેટિંગ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું છે. નાણાં વર્ષ 2020માં રાજ્યોનું સંયુકત બોરોઈંગ વધીને રૂપિયા 5.70 ટ્રિલિયન પર પહોંચવાની ધારણાં રખાઈ રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

812jM53
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com