26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
આઇડીબીઆઈ બેંક પર નિયંત્રણ એલઆઇસીનો બેન્કાશ્યોરન્સ ક્ષેત્રે પ્રવેશ

અમદાવાદ: 51 ટકા નિયંત્રિત હિસ્સો ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની સાથે જ આઇડીબીઆઇ બેંકની માલિકી હવેથી જીવન વીમા નિગમ એટલે કે એલઆઇસી પાસે આવી ગઈ છે. આ સમજૂતી જૂન 2018માં થઈ હતી અને આના કારણે બેંકએશ્યોરન્સ ચેનલમાં એલઆઇસીનો પ્રવેશ થયો છે.

આ નાણાકીય વ્યવહારથી બંને પાર્ટનર્સ પહેલી વાર ભારતમાં વિશિષ્ટ નાણાકીય જૂથનું સર્જન કરશે. સંયુક્તપણે મજબૂત થઈને બંને તમામ ગ્રાહકો માટે એક વિન્ડો હેઠળ બેંકિંગ અને વીમા સેવાઓની સુવિધા પ્રસ્તુત કરશે.

આઇડીબીઆઈ બેંકના આશરે 1.5 કરો રિટેલ ગ્રાહકો અને આશરે 18,000 કર્મચારીઓ છે. આ સમજૂતી સાથે એલઆઇસી મોટી બેંકએશ્યોરન્સ ચેનલમાં વ્યૂહાત્મક રોકાણ ધરાવશે, જેથી એની ઉત્પાદકતા વધશે અને વિતરણ ખર્ચમાં ઘટાડો થશે.

આઇડીબીઆઈ બેંકની 1800થી વધારે શાખાઓ એલઆઇસીની પોલિસીઓના વેચાણ માટે ટચ પોઇન્ટ તરીકે ઉપયોગ થઈ શકશે. આના કારણે એલઆઇસીના કર્મચારીઓ અને એજન્ટોને મનપસંદ અને મૂલ્ય સંવર્ધિત બેંકિગ સેવાઓની સુલભતા મળશે.

આ પાર્ટનરશિપમાંથી નોંધપાત્ર આવક થવાનો અંદાજ છે. આઇડીબીઆઈ બેંક અને એલઆઇસીએ આગામી 12 મહિનાઓમાં તેમનાં સમન્વયનો સંપૂર્ણ ઉપયોગ સુનિશ્ર્ચિત કરવા કામગીરી શરૂ કરી છે. નાણાકીય સ્થિતિ સુધરતાં નિયત સમયમર્યાદામાં પીસીએમાંથી બહાર નીકળવા માટે બેંક માટેનો માર્ગ મોકળો થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

M312625
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com