26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પર્યટન ઉદ્યોગની વૈશ્ર્વિક પરિષદમાં 50 દેશ સહભાગી

મુંબઇ: વૈશ્ર્વિક અર્થતંત્ર સહેજ મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું હોવા છતાં પર્યટન ઉદ્યોગ સારો વિકાસ સાધા રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેના વિકાસની સારી સંભાવના હોવાનું ઓટીએમના પ્રવકતાએ જણાવ્યું હતું. ભારત સરકારના પર્યટન મંત્રાલયના ટેકા સાથે અહીં બીઈસી ખાતે આયોજિત ઓટીએમ આંતરરાષ્ટ્રીય મેળાવડા અને પરિષદમાં 50થી વધુ દેશમાંથી 1000થી વધુ વિક્રેતાઓ ભાગ લેશે. જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય પર્યટન સંસ્થાઓ, હોટેલો, એરલાઈન્સ, ડેસ્ટિનેશન માર્કેટિંગ કંપનીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે પણ નિર્વિવાદ રીતે ઓટીએમમાં 15,000થી વધુ મુલાકાતીઓ આવવાની ધારણા છે.

ક્ધટ્રી પેવિલિયન્સમાં ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ગ્રીસ, નેપાળ, તાઈવાન, કોરિયા, ફિલિપિન્સ, માલ્દીવ્ઝ, જાપાન, મકાઉ, પેલેસ્ટીન, તાન્ઝાનિયા, કમ્બોડિયા, ન્યૂ ઝીલેન્ડ, ઈજિપ્ત, રુઆંડા, ઈટાલી, મોરિશિયસ, ચાયના, સાઈપ્રસ, બહેરિન, કેનિયા, રોમાનિયા, ફિજી, બોટ્સવાના, કઝાકસ્તાન અને સેંકડો અન્ય દેશોનો સમાવેશ થાય છે. ભારતીય રાજ્યોમાં મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ, ગોવા, મધ્ય પ્રદેશ, પંજાબ, બિહાર, હિમાચલ પ્રદેશ, આંદામાન અને નિકોબાર, મેઘાલય, મિઝોરમ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, ગુજરાત, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, આસામ, મણિપુર, સિક્કિમ, ચંડીગઢ, પુડુચેરી, ઝારખંડ, લક્ષદ્વીપ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, કેરળ, હરિયાણા, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, નાલાગેન્ડ, ત્રિપુરા અને દિલ્હીએ ઓટીએમમાં હાજરી આપવાની સંમતિ આપી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

kq2c5822
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com