26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
છ કંપનીઓના સર્કીટ ફિલ્ટરમાં ફેરફાર

બિઝનેસ બિટ્સ



મુંબઇ બીએસઇ દ્વારા રોકાણકારોને જણાવવામાં આવ્યું છે કે 23 જાન્યુઆરી, 2019થી છ કંપનીઓના સર્કીટ ફિલ્ટરમાં ફેરફાર કરવામાં આવશે. વિવિમેડ લેબ્સ લિ. અને ઓએફએસ ટેકનોલોજીસ લિ.ને 10 ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. નીલા સ્પેસીસ લિ.ને પાંચ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. અસ્યા ઈન્ફોસોફ્ટ લિ., ટ્રાન્સજીન બાયોટેક લિ. અને એનસીસી બ્લુ વોટર પ્રોડક્ટ્સ લિ.ને બે ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે.

સુરાની સ્ટીલનો બિડ લોટ 2000 શેરનો

મુંબઇ: એનએસઇ એસએમઇ ઇમર્જ પ્લેટફોર્મ પર ભરણાં બાદ લિસ્ટિંગ થનાર સુરાની સ્ટીલ ટ્યુબ્સ લિમિટેડમાં મિનિમમ બિડ લોટ 2000નો છે. કંપની 24.84,000 શેરના જાહેર ભરણાં સાથે 25મીએ મૂડીબજારમાં પ્રવેશ કરશે. પ્રાઇસ બેન્ડ રૂ.51-52 નક્કી થઇ છે.

યુનાઈટેડ સીમલેસનું સ્ટોક એક્વિઝિશન

મહારાષ્ટ્ર સીમલેસ લિ.ની બોર્ડ મીટિંગ 22 જાન્યુઆરી, 2019ના રોજ યોજાઈ હતી, જેમાં યુનાઈટેડ સીમલેસ ટેબ્યુલરના પ્રત્યેક રૂ.10ની કિંમતના 13,39,07,903 ઈક્વિટી શેર્સ અને 36,34,92,500 પ્રેફરેન્સ શેર્સ હસ્તગત કરવાના ઠરાવને મંજૂર કરવામાં આવ્યો હતો.

વિપ્રોમાં ઈક્વિટી શેર્સની ફાળવણી

વિપ્રો લિ.એ જણાવ્યું છે કે કંપનીએ 21 જાન્યુઆરી, 2019ના રોજ કર્મચારીઓને એડીએસ રેસ્ટ્રીક્ટેડ સ્ટોક યુનિટ પ્લાન 2004 હેઠળ 13,600 ઈક્વિટી શેર્સની ફાળવણી કરવામાં આવી હતી.

ધાનુકા એગ્રીટેકની બાયબેક ઓફર

મુંબઇ: ધાનુકા એગ્રીટેક લિ. રૂ. 2ની કિંમતના 15,00,000 શેરો શેરદીઠ રૂ. 550ના ભાવે બાય-બેક કરશે. આ બાય-બેક ઓફર 25 જાન્યુઆરી, 2019ના રોજ ખુલશે અને 7 ફેબ્રુઆરી, 2019ના રોજ બંધ થશે.

ક્ધટેઈનર કોર્પોરેશનમાં બોનસ ઈશ્યુ

મુંબઇ: ક્ધટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ.એ જણાવ્યું છે કે 1:4ના પ્રમાણમાં બોનસ શેર્સ ઈશ્યુ કરવા માટેની રેકોર્ડ ડેટ 5 ફેબ્રુઆરી, 2019 નક્કી કરવામાં આવી છે.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2G64w6t8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com