19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સેન્સેક્સ ગબડ્યો, નિફ્ટી 10,900ની નીચે: બુલિયનમાં સાધારણ સુધારો

(વાણિજય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: સતત ઝળુંબી રહેલા અમેરિકા અને ચીનના વ્યાપાર યુદ્ધ સાથે વૈશ્ર્વિક અર્થતંત્રની વિકાસ ગતિ ધીમી પડવાની આગાહી વચ્ચે એશિયાઇ બજારો ગબડ્યાં હોવાથી સ્થાનિક સ્તરે પણ સેન્ટિમેન્ટ ખરડાંતા વધેલી વેચવાલીને પગલે સેન્સેક્સ 336 પોઇન્ટ ગબડ્યો હતો જ્યારે, નિફ્ટી 10,900ની નીચે સરક્યો હતો. એ નોંધવું રહ્યું કે, આઇએમએફએ 2019 અને 2020માં વૈશ્ર્વિક વિકાસની ગતિ ધીમી પડવાની આગાહી કરી હોવાથી વિશ્ર્વબજારનું સેન્ટિમેન્ટ સોમવારથી જ ડહોળાયેલું છે.

દરમિયાન, સ્થાનિક સોનાચાંદી બજારમાં સાધારણ ફેરફાર જોવા મળ્યો હતો. સ્ટાન્ડર્ડ સોનું રૂ. 32,475ના પાછલા બંધ સામે 10 ગ્રામે રૂ. 15ના સુધારા સાથે રૂ. 32,490ની સપાટીએ સ્થિર થયું હતું. જ્યારે શુદ્દ સોનું રૂ. 32,350ના પાછલા બંધ સામે 10 ગ્રામે રૂ. 15ના સુધારા સાથે રૂ. 32,365ની સપાટીએ સ્થિર થયું હતું. જ્યારે હાજર ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ. 38785ના પાછલા બંધ સામે રૂ. 255ના સુધારા સાથે રૂ. 39040ની સપાટીએ પહોંચી હતી.

ક્રૂડ ઓઇલના ભાવ ઘટાડા અને મજબૂત રૂપિયાને કારણે સેન્સેક્સ મક્કમ મથાળે ખૂલીને 36,521.47 પોઇન્ટની સપાટી સુધી પહોંચ્યો હતો. જોકે સત્રના પાછલા ભાગમાં વેચવાલીનું દબાણ વધતાં અંતે 336.17 પોઇન્ટના ઘટાડા સાથે 36,108.75 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી સત્ર દરમિયાન 10,811.95 પોઇન્ટની નીચી અને 10,944.75 પોઇન્ટની ઊંચી સપાટીને અથડાયા બાદ અંતે 91.25 પોઇન્ટ અથવા તો 0.84 ટકાના ઘટાડા સાથે 10,900ની સપાટી તોડતો 10,831.50 પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું કે નીફ્ટીએ હેંગીંગ મેન કેન્ડલની રચના કરી હોવાથી એવું લાગે છે કે તેજીવાળા પક્કડ ગુમાવી રહ્યાં છે. જોકે, નિફ્ટી 11,000થી 11,070 સુધી આગળ વધી શકે છે, પરંતુ એ આગેકૂચ સરળ નહીં હોય એવી ધારણાં તેમણે વ્યક્ત કરી હતી.

એક્સચેેન્જ પાસેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર પાછલા સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ભારતીય બજારમાં રૂ. 78.53 કરોડના શેર વેચ્યાં હતાં. જયારે સ્થાનિક રોકાણ સંસ્થાઓ (ડીઆઇઆઇ)એ રૂ. 84.15 કરોડની વેચવાલી નોંધાવી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r85jr64
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com