15-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

ગગનચુંબી ઈમારતોમાં આગ

તા. 20/12ના તંત્રીલેખમાં ‘ભ્રષ્ટાચારની અગન-જાળ’ શિર્ષક હેઠળ શહેરમાં વધતા જતા આગના બનાવો વિશે કરેલ છણાવટ સમયોચિત અને કાબિલેદાદ છે. આગની આવી દરેક દુર્ઘટના વખતે અત્યાર સુધીનો અનુભવ કડવો જ રહ્યો છે, કારણ કે મોટે ભાગે આવી ઈમારતોમાં ‘ફાયર ફાઈટિંગ’ સાધનોની ઊણપ છતી રહી છે. વધુમાં આવા ‘નભને આંબવા મથતા’ મકાનોમાં કાચનો વધુ પડતો ઉપયોગ આગ ઓલવવાની કામગીરીમાં અડચણરૂપ થતો હોવા છતાંયે સુરક્ષાને જોખમે મકાનોને કાચથી શણગારવાની ઘેલછા ઓછી થતી નથી. આવી દરેક દુર્ઘટનામાં એ વાત જણાઈ છે કે આવી ગગનચુંબી ઈમારતોમાં આગ બુઝાવવાના સાધનો કાં તો અપૂરતા છે યા તો આ સાધનોની યોગ્ય જાળવણી થતી નથી, જેને કારણે ‘દશેરાને દિવસે જ ઘોડો દોડતો નથી.’ શહેરમાં જ્યારે આવી ઊંચી ઈમારતોમાં આગ લાગવાની દુર્ઘટનાઓ છાશવારે બને છે ત્યારે આપણને ‘કુંભકર્ણની ઊંઘ’માંથી જાગવાની જરૂરત નથી લાગતી?

ભૂતકાળમાં પણ શહેરના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા આવી ઈમારતોના ‘ફાયર ઑડિટ’નો અહેવાલ લાલ બત્તી સમાન છે, જે જણાવે છે કે શહેરની આવી બહુમાળી ઈમારતોમાંથી સંખ્યાબંધ ઈમારતો ‘ફાયર પ્રૂફ’ નથી. આમ આ ઈમારતો એક કરતા વધુ વખત ‘મોતના પીંજરા’ સમાન પુરવાર થયેલ છે. વળી એક તરફ સત્તાવાળા પાસે ફાયર સેફટીના નિયમોનું પાલન કરાવવાની પૂરતી યંત્રણા નથી ત્યારે બીજી તરફ ફાયર બ્રિગેડ પાસે આવી ઈમારતોના ઉપલા/ ટોચના માળે પહોંચવાના પૂરતા સાધનો નથી તે વાસ્તવિકતાનો સ્વીકાર કરી આવી ઈમારતોમાં કાર્યરત કર્મચારીઓએ/ રહેવાસીઓએ સામાજિક સંગઠનોની સહાય લઈ સમાજના હિતમાં જેહાદ જગાડવી જ રહી.

- કિશોરકુમાર જીવણદાસ વેદ

એલ. ટી. રોડ, બોરીવલી (પશ્ર્ચિમ), મુંબઈ-400092.

તટસ્થતા

પ્રા. બિંદુ મહેતાના તા. 8/1ના પત્ર સાથે સંમત થાઉં છું કે લોકોએ પોલિટિશ્યનો અને કોમવાદી તત્ત્વોથી ચેતી જવું, પરંતુ 16 વર્ષ પહેલાંના ગુજરાતના રમખાણોની વારે વારે યાદ આપવી અને તેના જવાબમાં થયેલા હુમલાઓ જેવા કે અક્ષરધામ, મુંબઈ ટ્રેન બ્લાસ્ટ, અમદાવાદ, સુરત, જયપુર, ગેટવે ઓફ ઈન્ડિયા, મુંબઈ 26/11 (ભારતનું 9/11!) વિ. વિષે પણ ઉલ્લેખ થાય તો તટસ્થતા જળવાઈ રહે.

દર્શના વિસરીયાના લેખો પ્રશંસનીય અને વિચારશીલ રહ્યા. સબરીમાલા વિષે તેમનો લેખ સારો રહ્યો. મારો તેમને અનુરોધ કે બીજા અનેક ધર્મસ્થાનોમાં સૈકાઓથી સ્ત્રીઓ અને બાળકોનો અબ્યુઝ થાય છે તે વિષે જાણકારી આપે તો સાચી તટસ્થતા લાગશે.

શ્રી રાજીવ પંડિતના લેખો વર્ષોથી વાંચું છું. સુંદર છણાવટ કરતા લેખો લખે છે, પરંતુ બેએક વર્ષથી તેમના લેખો એક જ પક્ષ સામે વધુ ને વધુ ઊગ્ર અને હાર્શ થાય છે. એક પક્ષને 12 ટપલા ને બીજા પક્ષોને 2 ટપલી, ટીકાઓની, મારવાથી તટસ્થતા નથી જળવાતી.

- દિપેશ પી. મહેતા

ડી. એન. રોડ, પાર્લા (વેસ્ટ), મુંબઈ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8121u6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com