6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રૅનસમવૅરને કારણે થંભી ગયું આખું શહેર

ફોકસ-દીપ્તિ ધરોડપહેલાં એક સમય હતો કે જ્યારે સામેવાળા હરીફ બિઝનેસમેનને મ્હાત આપવી હોય તો તેના વિશ્ર્વાસુ માણસને ફોડવામાં આવતો હતો, પરંતુ હવે ૨૧મી સદીમાં ટૅક્નોવર્લ્ડમાં પરિસ્થિતિ એકદમ જ બદલાઈ ગઈ છે. હવે સામેના હરીફને નુકસાન પહોંચાડવા કે પરાજિત કરવા માટે તેના કોઈ વિશ્ર્વાસુ માણસને ફોડવા કરતાં તેના ઑફિસમાં વપરાતાં સૉફ્ટવૅરમાં જ જો ગરબડ કરી નાખો તો સામેવાળી વ્યક્તિનો પરાજય તો નિશ્ર્ચિત જ છે.

સૉફ્ટવૅરમાં ગરબડ કરવી એટલે સ્વાભાવિક જ છે કે તમારે માત્ર એક વાઈરસ સિસ્ટમમાં ઘૂસાડવાનો છે અને આ કામ તો તેનાથી દૂર રહીને પણ કરી શકો છો તેની જાણ બહાર. ખૅર આ તો થઈ બિઝનેસની વાત. પણ આજે આપણે કરીએ કે એક એવા સાઈબર અટૅકની જેણે મહિનાઓ સુધી અલાસ્કાની રાતોની ઊંઘ હરામ કરી નાખી હતી.

સરકાર ડિજિટલાઝેશનને પ્રોત્સાહન આપી રહી છે અને બીજી બાજું ફ્લાઈટની ટિકિટ હોય કે રેલવેની ટિકિટ જો ઓનલાઈન બુક કરાવો છો તો તમને અમુક ચોક્કસ ટકાનું રિફન્ડ મળે છે. પણ જરા વિચારો કે જો એક આખો દિવસ શહેરના તમામ કૉમ્પ્યુટર ઠપ્પ થઈ જાય તો શું થાય? આ સવાલનો જવાબ છે અમેરિકાના અલાસ્કા રાજ્યના એક શહેર મટાનુસ્કા-સુસિત્નામાં થયું હતું. જોકે ત્યાંના નાગરિકો આ સાયબર હુમલાના સાત-આઠ મહિના પછી પણ સમજી શક્યા નથી કે ઍક્ઝેક્ટલી ત્યાં થયું શું હતું? પણ એટલું તો સ્પષ્ટ હતું કે આ ઘટના બાદ મટાનુસ્કા-સુસિત્નાની આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

વાત જાણે એમ હતી કે એક વાઈરસે મટાનુસ્કા-સુસિત્નાના કોમ્પ્યુટર નેટવર્ક પર હુમલો કર્યો હતો અને તેને કારણે આખા શહેરની વ્યવસ્થા ઠપ થઈ ગઈ ગતી. ડિજિટલ થઈ રહેલી દુનિયાની રેલગાડી જ્યારે પટરી પરથી ડિરેઈલ થઈ જાય છે ત્યારે અનેક પ્રકારની મુશ્કેલી પડે છે અને આ મુશ્કેલી વિશે જ આપણે વાત કરવાના છીએ.

લાઈબ્રેરીથી લઈને હૉસ્પિટલ સુધ્ધાના કૉમ્પ્યુટરમાં રહેલી માહિતી અસ્તવ્યસ્ત થઈ ગઈ એટલું જ નહીં સ્વિમિંગ શીખનારા લોકોની ઓનલાઈન રજિસ્ટ્રેશન વ્યવસ્થા ઠપ થઈ ગઈ અને લોકોએ એડમિશન લેવા માટે લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાનો વારો આવ્યો.

જુલાઈ, ૨૦૧૮માં શહેર પર આ સાયબર હુમલો થયો હતો અને સાત-આઠ મહિના બાદ પણ આ શહેર પૂર્ણપણે આ હુમલાની અસરમાંથી બહાર આવી શક્યું નથી. મટાનુસ્કા-સુસિત્ના શહેર મૅટ-સૂના ટૂંકા નામે પણ ઓળખાય છે.

જ્યારે પહેલી વખત આ સાયબર હુમલાનો સંકેત મળ્યો ત્યારે લોકોએ વિચાર્યું જ નહોતું કે વાત આટલી હદે વણસી જશે.

આખા શહેરમાં ફેલાઈ ગયેલાં આ વાઈરસને દૂર કરવા માટે આઈઆઈટી કર્મચારીઓએ ૨૦-૨૦ કલાક સુધી કામ કરવું પડ્યું હતું અને ત્યારે જઈને ૧૫૦થી વધુ સર્વરમાંથી આ કચરાને દૂર કરવામાં કર્મચારીઓને સફળતા મળી હતી.

મૅટ-સૂ આમ તો એક ગ્રામીણ વિસ્તાર છે અને અહીંની વસતી એક લાખ જેટલી જ છે અને આટલા નાનકડાં શહેર પર સાયબર હુમલો થાય એ વાત જ ચોંકાવનારી છે. ૨૩મી જુલાઈ, ૨૦૧૮ની એક સવારે મૅટ-સૂની એક કંપનીના કર્મચારીઓ રોજની જેમ જ કામ પર જવા નીકળ્યા અને ઓફિસ પહોંચ્યાના થોડા જ સમયમાં કોમ્પ્યુટરમાં રહેલાં ઍન્ટી-વાઈરસ સિસ્ટમે ઍલર્ટ આપવાનું શરૂ કરી દીધું કે સિસ્ટમમાં વાઈરસ આવી ગયો છે. કંપનીએ તેમના આઈટી નિષ્ણાતોને આની તપાસ કરવાનું જણાવ્યું.

નિષ્ણાતોને સિસ્ટમમાંથી વાઈરસની ત્રણ-ચાર ફાઈલો મળી આવી તેને ડિલિટ કર્યા બાદ કર્મચારીઓને તેમના આઈડી-પાસવર્ડ બદલાવીને કામ શરૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો. પણ ત્યાર બાદ જે સિક્યોરિટી સિસ્ટમના વિપરીત પરિણામો જોવા મળ્યા ખરેખર ચોંકાવનારા હતા.

એક પછી એક ઓફિસના બધા જ કૉમ્પ્યુટર ઠપ થવા લાગ્યા. વાઈરલ ફેલાવનારાઓએ વાઈરસને દૂર કરવા માટે ખંડણી માગી. આ પ્રકારના વાઈરસને રૅનસેમવૅર તરીકે ઓળખવામાં આવે છે. આવી ઘટનામાં લોકોની સિસ્ટમ પર પહેલાં તો હુમલો કરવામાં આવે છે અને પછી એમનો ડૅટા રિસ્ટોર કરવા માટે ખંડણી માગવામાં આવે છે.

આઈટીના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દર વર્ષે આ પ્રકારના રૅનસમવૅયરના હુમલાથી અબજો ડૉલરનું નુકસાન થાય છે.

મૅટ-સૂ પર થયેલો આ હુમલો એટલો મોટો હતો કે તેમાંથી બહાર આવવા માટે આખરે એફબીઆઈની મદદ લેવાનું નક્કી કરવામાં આવ્યું અને આખા શહેરના ૭૦૦થી વધુ કૉમ્પ્યુટરનું બારીકાઈથી નિરિક્ષણ અને તપાસ કરવામાં આવી.

જોકે આ હુમલાની એક સારી અસર એ જોવા મળી હતી કે કર્મચારીઓ ફરી કાગળ અને કલમ તરફ વળ્યા અને જૂના જમાનાની જેમ બધી જ પ્રક્રિયાઓ ઓફલાઈન કરવા લાગ્યા.

એટલું જ નહીં કેટલીક કંપનીઓએ તો માળિયા પર ચડાવી દીધેલા જૂના ટાઈપરાઈટર કાઢીને કામ કરવાનું શરૂ કરી દીધું અને આને કારણે મૅટ-સૂ અનેક સમાચારપત્રની હૅડલાઈન્સમાં ચમકી ગયું. ટૂંકમાં એવું કહી શકાય કે આ રૅનસમવૅર હુમલાને કારણે મૅટ-સૂમાં કચરો ઉઠાવવાથી લઈને ક્રેડિટ કાર્ડથી પૅમેન્ટ કરવા સુધીના બધા જ કામની ગતિ મંદ થઈ ગઈ હતી. સ્થાનિક નાગરિકોને પણ આ સાયબર ઍટેકને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને લોકોએ સોશિયલ મીડિયા પર પોતાની વ્યથાઓ રજૂ કરવાનું શરૂ કરી દીધું.

આ હુમલાને કારણે મૅટ-સૂને અંદાજે રૂ. વીસ લાખ ડૉલરનું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો અને આ આખી ઘટનાની વિસ્તારથી તપાસ કરતાં એવું પણ જાણવા મળ્યું કે લોકોના કોમ્પ્યુટરમાં વાઈરસ તો મે, ૨૦૧૮થી જ હતા. આને કારણે અનેક નવા સવાલો ઊભા થયા અને એવી માહિતી મળી કે મે મહિનામાં મૅટ-સૂનું એક પ્રતિનિધિમંડળ ચીન ગયું હતું અને કદાચ આ વાઈરસ ત્યાંથી જ આવ્યો હોવો જોઈએ.

જોકે આ હુમલામાં ચીની હૅકર્સનો હાથ છે, એવા કોઈ જડબેસલાક પુરાવા તો મળ્યા નહોતા, પણ એવું માનવામાં આવી રહ્યું છે કે આ હુમલા પાછળ ચીનનો જ હાથ હોવો જોઈએ. આ વાઈરસ એક ઈમેલથી ફેલાવવામાં આવ્યો હતો.

મૅટ-સૂના એક કર્મચારીને આ શંકાસ્પદ મેલ મોકલવામાં આવ્યો હતો. જ્યારે કર્મચારીએ આ મેલ પર ક્લિક કર્યું ત્યારે વાઈરસ કોમ્પ્યુટર સિસ્ટમમાં ફેલાઈ ગયો અને ત્યાંથી આ વાઈરસ સરકારી કોમ્પ્યુટર સિસ્ટમમાં ફેલાયો અને બધા જ કૉમ્પ્યુટરને ઠપ્પ કરી દીધા.

સાયબર હુમલાના ૧૦ દિવસ સુધી આઈટી ડિપાર્ટમેન્ટે સરકારી સર્વરની સાફસફાઈ કરી, જેથી પૂરી વ્યવસ્થાને ફરી ઓનલાઈન કરી શકાય.

એફબીઆઈના જે અધિકારી આ હુમલાની તપાસ કરી રહ્યા હતા તેમના મતે આ હુમલો ખરેખર ખૂબ જ ગંભીર હતો અને જોે આ હુમલો કોઈ મોટા શહેર પર થયો હોત તો પરિસ્થિતિ હજી વધુ વણસી ગઈ હોત. હવે જ્યારે બધું જ કામ ઓનલાઈન થઈ રહ્યું છે તો લોકોએ આવા હુમલાનો સામનો કરી શકે એવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ, અથવા તો હુમલાના પરિણામો ભોગવવા માટે તૈયાર થવું જોઈએ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

k6jG61n
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com