20-January-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કોંક્રીટના જંગલમાં વૃક્ષોની વિવિધતા

આપણા કલ્યાણ મિત્રો-ડૉ. અશોક એસ. કોઠારીમુંબઈની આજુબાજુના જંગલનાં અને શહેરી વિસ્તારમાં કેટલાંક સુંદર વૃક્ષો આવેલા છે, જે માનવ જીવનમાં ઘણા ઉપયોગી છે.

-------------------------------

કડાયો (જયિંભિીહશફ ઞયિક્ષત)

ગુજરાતી અને મરાઠીમાં કરાઈ નામથી પણ જાણીતું છે. મરાઠીમાં ગોરા માણસ પણ કહેવાય છે. અંગ્રેજીમાં ઘોસ્ટ ટ્રી (ૠવજ્ઞતિં ઝયિય) અથવા ભૂતિયું વૃક્ષ કહેવાય છે. સફેદ લીસી ચળકતી છાલને લઈને અંધારી રાતે જાુદું પડે છે. ભૂત જેવો આભાસ થાય છે. વાવવું મુશ્કેલ છે, પરંતુ જંગલોમાં પ્રાચીન વૃક્ષો છે. ગીરનાં જંગલમાં કાન્હા, તડોબા, રણથંભોર વગેરે ઠેકાણે મધ્યમ કદનાં આ વૃક્ષ આગવા વ્યક્તિત્વથી બીજા વૃક્ષોથી જુદાં પડે છે. પાંદડાં મોટાં અને પાંચ ભાગવાળાં હોય છે. શાખાને છેડે પત્તાં હોય છે. લાંબી ડીંટડી ધરાવે છે. પાંદડાંની નીચે કુમળા વાળની રુવાંટી હોય છે. ડિસેંબર-જાન્યુઆરીમાં ખરતાં પાંદડાં પીળો રંગ ધારણ કરે છે. લીલાશ પડતાં પીળાં ફૂલો ઝૂમખામાં ઊગે છે. તે ચીકણા આવરણવાળી બારીક રુવાંટી ધરાવે છે. સૂગ આવે તેવી વાસ ધરાવે છે. જાન્યુ.-માર્ચમાં વૃક્ષ પુષ્પો ધારણ કરે છે. એપ્રિલ-મેમાં પાંચ ખાનાંવાળાં ફળ બેસે છે. લાલ-કથ્થાઈ રંગનાં ફળો ઉપર બારીક કાંટાનું આવરણ હોય છે.અડતાંવેંત ચામડીમાં ખૂંચી જાય છે. તેમાં કાળાં કે કથ્થાઈ રંગનાં બિયાં હોય છે. છાલમાંથી ઝરતો ગૂંદ કડાયાના ગુંદર તરીકે જાણીતો છે. આયુર્વેદિક દવાઓમાં કે આઈસક્રીમને ઘટ્ટ કરવામાં તેનો ઉપયોગ થાય છે. મધ્ય પ્રદેશનાં ગોંડ લોકો આ બિયાંને સેકીને ખાય છે. છાલનાં તાંતણાંમાંથી કપડું પણ ગુંથાય છે. આજે કડાયાનો ગુંદર લગભગ દુર્લભ છે.

---------------------------

કાકડ (ૠફિીલફ ઙશક્ષક્ષફફિં)

આ સુંદર વૃક્ષ મુંબઈની આજુબાજુનાં જંગલોમાં જોવા મળે છે. એક વૃક્ષ ગોરેગાવમાં બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના કેન્દ્રમાં મકાન પાસે છે. ત્યાંથી કલવર્ટ-૧૩ જવાના રસ્તા ઉપર ઢોળાવ શરૂ થાય ત્યાં ડાબી બાજુ દાયકાઓથી ઊભું છે. હંમેશાં તેને જોવાનો આગ્રહ રાખીએ છીએ. આ વૃક્ષનાં સંયુક્ત પત્તાંની કિનારીઓ લીમડાના પાનની જેમ કરવતની ધાર જેવી હોય છે. ફેબ્રુઆરીથી સફેદ ફૂલોનાં ઝૂમખાં ધારણ કરે છે. નાનાં લખોટી જેવાં પીળાં ફળોમાં બે બીજ હોય છે. ગુજરાતી નામ ખુસીમ્બ છે. તેલુગુ ભાષામાં નામ ગરૂગા છે. તે ઉપરથી શાસ્ત્રીય નામ પડ્યું છે.

-------------------------

કુસુમ (જભવહયશભવયફિ ઘહયજ્ઞતફ)

ભારત અને મલયેશિયાનું ૧૦-૧૫ મીટરની ઊંચાઈ સુધી વધતું વૃક્ષ છે. અંગ્રેજી નામ સિલોન ઓક, લાક ટ્રી (લાખ) વગેરે છે. નવાં પર્ણો લાલાશ પડતાં હોય છે. શિયાળામાં નવાં પર્ણો આવે ત્યારે આખા જંગલમાં લાલાશ પથરાઈ જાય છે. માણવા જેવું દૃશ્ય હોય છે. અમે કોરબેટ પાર્કમાંથી આવતાં આ દૃશ્ય જોયું હતું. ગાડી થોભાવી તસવીરો ખેંચી હતી. મુંબઈના જિજામાતા ઉદ્યાનમાં કુસુમ વૃક્ષો છે. લાખ બનાવતા કીટાણુઓ કુસુમનાં પાંદડાંઓ આરોગે છે. ફૂલો પીળાશ પડતાં સફેદ હોય છે. ઝૂમખામાં પર્ણકોણ લાગેલાં હોય છે. ફળ નાનકડા દડા જેવાં હોય છે. ઉપર નાના બુઠ્ઠા કાંટા હોય છે. અંદરના ગરમાં એક કે બે બીજ હોય છે. લોકો ફળનો ગર આરોગે છે. બિયામાંથી કુસુમ તેલ કાઢવામાં આવે છે. આદિવાસી લોકો દીવા સળગાવવામાં, માથામાં નાખવામાં વગેરેમાં ઉપયોગ કરે છે.

----------------------------

સપ્તપર્ણી (અહતજ્ઞિંક્ષશફ જભવજ્ઞહફશિત)

મરાઠી નામ સાત્વીન છે. અંગ્રેજી નામ ડેવિલ્સ ટ્રી (ઉયદશહ’ત ઝયિય) છે. ખારમાં મધુપાર્ક પાસેના રસ્તાઓ ઉપર પ્રાચીન ઉત્તંગ વૃક્ષો જોવા મળે છે. સાંતાક્રુઝના લાયન્સ પાર્કમાં પણ એક પંદર વર્ષ જૂનું વૃક્ષ છે. મુંબઈમાં ઘણે ઠેકાણે આ વૃક્ષ જોવા મળે છે. એક જમાનામાં આ વૃક્ષના લાકડામાંથી શાળાનાં બાળકો માટે સ્લેટ બનતી હતી તેથી શાસ્ત્રીયનામ સ્કોલારિસ (જભવજ્ઞહફશિત) છે. ઊંચા થડ ઉપર ગોળ ફરતી ડાળીઓ લાગેલી હોય છે. છેડે લાંબાં સાત સાત પાંદડાંઓના સમૂહ હોય છે તેથી સંસ્કૃત નામ સપ્તપર્ણી પડ્યું છે. થડ કે શાખા ઉપર કાપો મૂકતાં સફેદ દૂધ જેવો રસ ઝરવા માંડે છે. ઢોરઢાંખર આ વૃક્ષનાં પત્તાં ખાતાં નથી. કડવા અને ઝેરી હોય છે. બકરીઓ ખાય છે અને દૂધમાં પણ કડવાશ આવે છે. ફૂલો લીલાશ પડતા સફેદ ઝૂમખાંઓમાં હોય છે. લાંબી ફળીઓ જેવાં ફળ હોય છે. ફળીઓમાં લંબચોરસ સફેદ બિયાં હોય છે. તે કૃમિ નાબૂદ કરવા વપરાય છે. વૃક્ષનો ફેલાવો બિયાંમાંથી થાય છે. આ વૃક્ષ ‘એવન્યુ ટ્રી’ તરીકે વાવવામાં આવે છે. આવરદા લાંબી છે. છાલ સ્વાદમાં કડવી હોય છે. છાલને ખાંડી અસ્થમા, હૃદયનાં દરદો વગેરે માટે આયુર્વેદિક દવા બનાવવામાં આવે છે. કેટલેક ઠેકાણે દિવાળીની મીઠી વાનગીઓ ચાખતાં પહેલાં કડવી છાલ ચાવવામાં આવે છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

08Uv86c
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com