26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગણપતિને પ્રિય જાસવંતી: શરીરના સૌંદર્ય અને સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી

લાલચટાક ખૂબસૂરત જાસુદના ફૂલને આપણે ધાર્મિક પૂજા વિધિમાં વાપરીએ છીએ, દેવોને ચઢાવીએ છીએ એ જ ફૂલોનો શરીરના સૌંદર્ય અને સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગ થઇ શકે છે. ચાલો જોઇએ આ ફૂલનો કઇ રીતે લાભ લઇ શકાય એમ છે.

૧) એનિમિયા(પાંડરોગ) એટલે કે જેમના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય, શરીર ફિક્કું પડી ગયું હોય તેવા લોકો માટે જાસવંતીનું ફૂલ ઘણું જ ઉપયોગી છે. આ ફૂલની કળીઓને સૂકવીને તેમાંથી બનેલા ચૂરણને દૂધ સાથે પીવાથી આ રોગથી છુ ટકારો મળે છે.

૨) જાસવંતીનાં ફૂલ -પાંદડાઓને પાણીમાં ઉકાળી તેને મધ સાથે મેળવી ચહેરા પર લગાડવાથી ચામડી સંબંધી સમસ્યા જેવી કે ખીલ, ફોડી કે ગુમડાઓમાં રાહત થાય છે.

૩) વિટામિન-સી, ખનિજ તત્ત્વો અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર જાસવંતીના ફૂલને ઉકાળીને હર્બલ ટીના રૂપમાં પીવાથી ગળા

અને શ્ર્વાસસંબંધી બીમારીઓમાં ઘણી રાહત મળે છે.

૪) આ ફૂલને ઉકાળીને પીવાથી ખરાબ કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે. તણાવમુક્ત રહેવામાં પણ મદદ મળે છે અને બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

૫) શરીરના કોઇ ભાગ પર બળતરા થતી હોય, ખંજવાળ આવતી હોય કે સોજો આવેલો હોય તો જાસવંતીના પાંદડાઓનોનો લેપ લગાવવાથી રાહત થાય છે.

૬) જાસવંતીના ફૂલ અને પાંદડાઓને યોગ્ય માત્રામાં લઇ બરાબર સૂકવી નાખી તેનો પાઉડર બનાવી સવાર સાંજ દૂધ સાથે પીવાથી મગજની ક્ષમતા અને યાદશક્તિ વધે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

f3643dbA
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com