26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિશ્ર્વનું સૌથી ઠંડું શહેર, જ્યાં બે મહિના સૂરજ પણ નથી ઊગતો

રશિયાના સાઇબેરિયામાં એક શહેર છે નૉરિલ્સ્ક, જે દુનિયામાં ઠંડા શહેર તરીકે જાણીતું છે. અહીં વર્ષના અંતિમ મહિનામાં અને વર્ષના પહેલા મહિનામાં એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં સૂરજનો નજારો જોવા નથી મળતો. આ સમય દરમિયાન કેટલાયે લોકો ડિપ્રેશન જેવી બિમારીનો શિકાર પણ બની જાય છે, જે પોલર નાઇટ સિંડ્રોમના નામથી પણ ઓળખાય છે. અહીં ૩૬૫માંથી ૨૭૦ દિવસ બરફ જામેલો રહે છે અને કડકડતી ઠંડી સાથે તાપમાન માઇનસ ૫૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. સામાન્ય દિવસોમાં પણ આ શહેરનું સરેરાશ તાપમાન માઇનસ ૧૦ ડિગ્રી સેલ્સિયમની આસપાસ જ રહે છે. નૉરિલ્સ્કની વસ્તી લગભગ ૧ લાખ ૭૫ હજાર છે.

કેટલાક લોકોનો દાવો છે કે સાઇબેરિયામાં જ આવેલું યાકુલ્સ શહેર તેનાથી વધારે ઠંડુ છે, પણ ત્યાં ઠંડીના દિવસોમાં તાપમાન માઇનસ ૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધીનો જ રેકોર્ડ છે અને ગર્મીમાં નૉરિલ્સ્કની સરખામણીમાં અહીંનું તાપમાન વધારે નોંધાયેલું છે. કેટલાક સંશોધકનો જણાવ્યા પ્રમાણે નૉરિલ્સ્કમાં ૨૭૦ દિવસ બરફ જામેલો રહે છે તો દર ત્રીજા દિવસે અહીં લોકોને બર્ફીલા તોફાનનો સામનો પણ કરવો પડે છે. આ શહેર રાજધાની મૉસ્કોથી લગભગ ૨૯૦૦ કિમી દૂર આવેલું છે. આ સ્થાન બાકી દેશથી એ રીતે દૂર થઇ ગયેલું છે કે ત્યાં આવવા માટે રોડ પણ નથી, ફક્ત વિમાન કે નૌકાથી જ ત્યાં પહોંચી શકાય છે. આને કારણે ત્યાં રહેતા લોકો તેમના જ દેશના બાકીના ક્ષેત્રને મેનલેન્ડ કહીને બોલાવે છે. જોકે, આમ છતાંય આ શહેરનો વિકાસ અને સમૃદ્ધિ ઘણી વધારે થયેલી છે. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, કાફે, ચર્ચ, બાર, આર્ટ ગેલરી અને થિયેટર સહિત વર્તમાન સમયની બધી જ સુખ- સુવિધાઓ ઉપલબ્ધ છે અને અહીંના સ્થાનિક નિવાસીઓ સારા સ્તરનું જીવન જીવે છે. વાસ્તવમાં નૉરિલ્સ્ક દુનિયાનું સૌથી મોટું નિકલ, પ્લેટિનમ અને પેલેડિયમ ઉત્પાદક છે, જેના કારણે તે રશિયાનું સૌથી અમીર શહેર બની ગયું છે. આ બધી વસ્તુઓનો ત્યાં એટલો ભંડાર છે કે તેના પૂરવઠાથી આ શહેર પૂરા રશિયાની જીપીડીમાં ૨ ટકાનું ભાગીદાર બની ગયું છે. આ ખનીજોને કાઢનારી અને સાફ કરનારી એકમાત્ર કંપની નૉરિલ્સ્ક નિકલ છે. નગરના મોટા ભાગના લોકો અહીં કામ કરે છે કે કોઇ ને કોઇ રૂપે તેમાં જોડાયેલા હોય છે. જોકે, આર્થિક રીતે આ કંપનીથી શહેરને ફાયદો થયો છે પણ ત્યાં મોટા પાયે માઇનિંગ, રિફાઇનિંગ થતું હોવાને કારણે તે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર પણ બની ગયું છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર અહીં હવામાં સલ્ફર ડાયોક્સાઇડની માત્રા એટલી વધી ગઇ છે કે લગભગ ૩૦ કિમીની આસપાસની વનસ્પતિ ખતમ થઇ ગઇ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8n1mhG50
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com