26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શિયાળામાં આ રીતે રાખો ત્વચાનું ધ્યાન

પોતાના લૂક્સ પર ધ્યાન આપવાનું અને ત્વચાની માવજત કરવાનો ઈજારો માત્ર મહિલાઓ પૂરતો જ મર્યાદિત નથી રહ્યો અને પુરુષો પણ આજકાલ સુંદર દેખાવવા ત્વચાની માવજત કરી રહ્યા છે.

શિયાળાનીરૂૠતુમાં શરીરમાં ભરપૂર અને આખા વર્ષ માટેની ઊર્જાનો સંચાર કરી શકાય છે અને શરીર માટે આ ૠતુ સૌથી સારી માનવામાં આવે છે. જોકે, શિયાળામાં ત્વચા ફાટી જવાની અને ત્વચા રુખી-રુખી થઇ જવાની સમસ્યા પણ શરૂ થઇ જાય છે. ડિસેમ્બર મહિનાથી જાન્યુઆરી શરૂ થાય એટલા સમયમાં જ ઠંડીના કારણે ત્વચા બેજાન થઇ જાય છે અને તેની રોનક જતી રહે છે. એટલા તમારા માટે અહીં અમુક ટીપ્સ છે, જેનાથી તમારી ત્વચા શિયાળામાં પણ આકર્ષક રહેશે.

૧. તમારા સ્કીન ટાઇપને ધ્યાનમાં લઈને બ્રાંડેડ મોઇસ્ચરાઇઝિંગ ક્રીમ અથવા લોશન લગાવો. આ માટે તમે ઓર્ગેનિક કે પછી હર્બલ ઇંગ્રીડિયન્ટ્સ (સામગ્રી) હોય એવા પ્રોડક્ટની પસંદગી પણ કરી શકો છો.

૨. શિયાળામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે અને તેને કારણે શિયાળામાં એવા ફેસવૉશનો ઉપયોગ કરો જેમાં મોઇસ્ચરાઇઝિંગના ગુણ હોય. આનાથી તમારી ત્વચા સુકાયા વિના તેના રોમછીદ્રો સાફ થઇ જશે, જ્યારે સામાન્ય ફેસવૉશ ત્વચા તો સાફ કરશે, પરંતુ ત્વચામાં રહેલું મોઇસ્ચર ખતમ કરી નાખે છે, જેને કારણે ત્વચાની ચમક ખોવાઈ

જાય છે.

૩. ફૅસવૉશ ઉપરાંત શિયાળામાં તમારે તમારો સાબુ પણ બદલવો પડશે. ક્રીમ બાથિંગ બાર અથવા મોઇસ્ચરાઇઝિંગ બૉડી વૉશનો ઉપયોગ કરો. જો તમારી ત્વચાનો નિખાર અકબંધ રહે એવું ઇચ્છતા હોવ તો ત્વચામાં ડ્રાયનેસ ના રહેવા દો. ક્રીમ બારથી ન્હાવાને કારણે શરીરમાં મોટા પ્રમાણમાં ભીનાશ રહે છે.

૪. ભલે તમે કેટલા પણ સારા બૉડીવૉશનો ઉપયોગ કરતા હોવ, છતાં પણ શરીરમાંથી અમુક માત્રામાં નમી ઓછી થઇ જાય છે, જેને પાછી લાવવા માટે ન્હાયા બાદ મોઇસ્ચરાઇઝિંગ બૉડી લોશનનો ઉપયોગ વિધાઉટ ફેઈલ કરો, નહીં તો ત્વચા એકદમ ડ્રાય થઈ જશે.

૫. લીપ બામ ઉપર ધ્યાન આપવું પણ જરૂરી છે. હંમેશાં પોતાની સાથે લીપ બામ રાખો. હોઠોની ત્વચા ઘણી જ સંવેદનશીલ હોય છે અને તે હંમેશાં નરમ રહે એ જરૂરી છે. ખાસ પુરુષો માટે બનાવવામાં આવેલા લીપ બામનો ઉપયોગ કરો. આ લીપ બામ ફ્લેવર્ડ પણ હોય છે.

૬. સામાન્ય રીતે ઠંડીના સમયે આપણે પાણી ઓછું પીતા હોઇએ છીએ, જેના કારણે શરીરમાં હાઇડ્રેશન લેવલ ઘટી જાય છે. ઓછું પાણી પીવાથી ત્વચાની ડ્રાયનેસ વધે છે. શરીરમાં મોઇસ્ચર ઓછું હશે તો તેના કારણે ડેંડ્રફ, વાળનું ખરવું, વાળ તૂટી જવા જેવી સમસ્યાઓ થાય છે, એટલા માટે શિયાળામાં શરીરને હંમેશાં હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4q70oBO
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com