26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નારાયણ રાણે ફરી કૉંગ્રેસની વાટે!
સ્વાભિમાન પક્ષના પદાધિકારીઓએ પણ રાજીનામાં આપ્યાં

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: સ્વાભિમાન પક્ષના અધ્યક્ષ અને ભાજપના સમર્થનથી રાજ્યસભાના સભ્ય બનેલા નારાયણ રાણે ફરી કૉંગ્રેસમાં જવાના મૂડમાં હોવાનું કૉંગ્રેસના નેતા બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું. આ સાથે રાણેના પક્ષના પદાધિકારીઓ પક્ષ છોડીને જતા રહેવાની તૈયારીમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કૉંગ્રેસને રાજીનામું આપી રાણેએ નવો સ્વાભિમાન પક્ષ રચ્યો હતો. તે બાદ ભાજપના સમર્થનથી તેઓ રાજ્યસભાના સભ્ય બન્યા હતા. જોકે રાણેને મહારાષ્ટ્રમાં કેબિનેટમાં સ્થાન જોઈતું હતું જે ન મળવાથી તેઓ થોડા નારાજ હતા. છેલ્લાં ઘણા સમયથી રાણે ભાજપથી દૂર રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. શિવસેનાથી કારકિર્દીની શરૂઆત કરનારા રાણેને હવે ભાજપ અને સેનાની યુતિ થાય તે સ્વીકાર્ય નથી. સેનાનું કોંકણમાં વર્ચસ્વ છે અને રાણે પણ આ વિસ્તારમાં સક્રિય છે. રાણેને ભાજપમાં સામેલ કરવા માટે સેનાએ જાહેરમાં નારાજગી દર્શાવી હતી. તેથી રાણેને ભાજપે પાછલા બારણેથી પ્રવેશ આપ્યો હતો. થોરાતના જણાવ્યા અનુસાર રાણેને ભાજપમાં ગમતું નથી અને તેઓ પક્ષપલટો કરવાની તૈયારીમાં છે. તેમની પાસે રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસનો વિકલ્પ છે. કૉંગ્રેસમાં તેઓ રહી ચૂક્યા હોવાથી તેઓ અહીં પરત ફરશે. જોકે થોડા સમય પહેલા રાણેએ એનસીપીના ચીફ શરદ પવાર સાથે બંધબારણે મુલાકાત કરી હતી. રાણેના સમર્થકો અને તેના પક્ષના પદાધિકારીઓએ પણ કુડાળ ખાતે રાજીનામાં આપ્યાં હોવાનું સામે આવ્યું છે. લોકસભા અને તે બાદ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાણે અને તેમના બન્ને પુત્ર રાજકારણમાં સક્રિય છે. હાલમાં તેમનો નાનો પુત્ર નીતેશ કૉંગ્રેસનો વિધાનસભ્ય છે. રાણે નિલેશ માટે લોકસભાની બેઠક માગે તેમ છે. જો તેઓ ભાજપ છોડે તો તેમણે રાજ્યસભાનું સભ્યપદ પણ છોડવું પડે, આથી પોતે પણ લોકસભા લડે તેવી સંભાવના છે. ભાજપ અને સેનાની યુતિ મામલે હજુ કોઈ નિર્ણય થયો નથી ત્યારે રાણે તે પહેલા પોતાનો નિર્ણ જાહેર કરે છે કે પછી, તેની રાહ જોવાની રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0D1356
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com