| દરેકના ઘરમાં રમાતી હવે તખ્તા પર લાઈવ ‘સાસુ-વહુ’ની 20/20 |
|  ગુજરાતી પ્રેક્ષકોને આખા દિવસના હક્ટિક કામ-ધંધા પછી, જો એમને સાંજ પડે કોઈ દિલ ખોલીને હસાવે તો તેમનો અડધો થાક ત્યાં જ ઊતરી જાય છે! અને બાકીનો અડધો થાક સારું જમવાનું ઉતારી નાખે! આ હાસ્યની ઝંખનાને ધ્યાનમાં રાખી, પ્રસ્તુતકર્તા ચિત્રક શાહ અને કિરણ માલવણકરે તખ્તા પર "સાસુ વહુની 20-20 રમાડવાનું નક્કી કર્યું. નવા પ્રકારની કોમેડી રજૂ કરવા તેમણે યુવા લેખિકા ભક્તિ રાઠોડની ફ્રેશ કલમનો સથવારો લીધો છે. જેથી નાટકના ડાયલોગ્સ અને સ્ક્રીનપ્લેમાં આજના સમયની તાજગી મળે. ભક્તિ રાઠોડે આ પહેલા "મિસ્ટર એન્ડ મિસ બારોટ નામનું નાટક લખ્યું હતું જે સફળતાની સીમાઓ પાર કરી ટૂંક સમયમાં હિંદી અને ગુજરાતી ફિલ્મ ‘તરીકે’ પણ રજૂ થવાનું છે. તેઓએ અનેક એવોર્ડ વિનિંગ નાટકો, ફિલ્મો અને ટીવી સિરિયલ્સમાં અભિયન કર્યો છે અને "સાસુ-વહુની 20-20માં સાસુની ભૂમિકામાં ઘડીકમાં ડરાવે તો ઘડીકમાં ખૂબ હસાવે છે.
આ નાટકના પ્રખ્યાત દિગ્દર્શક ધીરજ પાલશેતકરે બ્લેક આઉટ અને વેટિંગ રૂમ્સ જેવા નાટકોથી પ્રેક્ષકોનો અકબંધ વિશ્ર્વાસ મેળવ્યો છે. તેમના ટીવી પર ડાયરેક્ટ કરેલા શોઝમાં કોમેડી સર્કસ, તારક મહેતા કા ઉલટા ચશ્મા, પાપડ પોલ, સજન રે જૂઠ મત બોલો, જેવા અનેક હસાવી-હસાવીને લોટ-પોટ કરનારા દાખલા છે.
આ નાટકની બીજી વિશેષતા એ છે કે આમાં એક પણ કલાકાર નવોદિત નથી. સસરાના પાત્રમાં ટીવી અને ગુજરાતી તખ્તાના સિનિયર કલાકાર દિલીપ દરબાર, વહુના પાત્રમાં તિતિક્ષા પંડ્યા તો બીજી તરફ નવી વહુની ભૂમિકામાં અનુભવી ગાયત્રી રાવલ સિક્સરો મારી-મારીને દિલ જીતી જાય છે. અનેક હિટ નાટકોની નાયિકા ગાયત્રી રાવલે આઠ વર્ષ પછી નિર્માત્રી અને અભિનેત્રીની બમણી જવાબદારી સાથે આ નાટકથી કમ-બેક કર્યું છે. મા અને પત્નીની વચ્ચે પીસાતા દીકરાની ભૂમિકામાં અનેક સફળ નાટકોના નાયક સૌનિલ દરૂ ખૂબ સહજતાથી વાર્તાને રિલેટ કરાવી જાય છે. તે ઉપરાંત બે બાહરી પાત્રના રોલમાં મયંક પંડ્યા નાટકનું સરપ્રાઈજ પેકેજ પુરવાર થાય છે. વાર્તામાં આવતા અણધાર્યા વળાંકો પ્રેક્ષકોને ખુરશીમાં જકડી રાખે છે. એક લાંબા ગાળા પછી ગુજરાતી તખ્તા પર પ્રેક્ષકોને હસાવતું કોમેડી નાટક, એક ખૂબ પરિપકવ ટીમના સમન્વય સાથે "સાસુ વહુની 20-20ના રૂપે રજૂ થઈ રહ્યું છે. આ નાટકનો શુભારંભ જાહેર પ્રયોગ રવિવાર તા. 20 જાન્યુઆરી, સાંજે 4 કલાકે તેજપાલ ઓડિટોરિયમ ગોવાલિયા ટેંક ખાતે ભજવાશે. જેનું ટિકિટ બુકિંગ તેજપાલ હોલની ટિકિટબારી પર ચાલુ છે. ઉ |
|