18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘દબંગ’નો વિલન મળી ગયો

સલમાન ખાનની સુપરહિટ એક્શન ડ્રામા ફિલ્મ ‘દબંગ’ અને ‘દબંગ ટૂ’ બંને બૉક્સઓફિસ પર સુપરહિટ રહ્યા બાદ હવે આ ફિલ્મની બીજી સિક્વલ એટલે કે ‘દબંગ થ્રી’નું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સલમાન ખાન અને સોનાક્ષી સિંહા સ્ટારર આ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકા કોણ ભજવશે એ અંગે ચર્ચા ચાલી રહી હતી.

જોકે, ફિલ્મના વિલનના પાત્ર અંગેની વિગતો મળી ગઇ છે. સાઉથનો પ્રખ્યાત અભિનેતા સુદીપને સલમાન સાથે ઓનસ્ક્રિન લડવાનો મોકો મળ્યો છે. આ અભિનેતાની ઘણી સાઉથ ફિલ્મોને હિંદીમાં ડબ કરવામાં આવી છે. આ અંગે પ્રભુદેવાએ સુદીપના પાત્ર વિશે જાણકારી આપી હતી. નિર્માતા ‘દબંગ થ્રી’ને આ વર્ષના અંતમાં એટલે કે ક્રિસમસ પર રિલીઝ કરવાનું વિચારી રહ્યા છે. જો આવું થશે તો સલમાનની ‘દબંગ’ સાથે આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન સ્ટારર કરણ જોહરની સૌથી ખર્ચાળ ફિલ્મોમાંની એક ‘બ્રહ્માસ્ત્ર’ સાથે ટક્કર થશે. આ ટક્કર જોવી પણ રસપ્રદ રહેશે અને દર્શકોને પણ આતૂરતા રહેશે કે આ ટક્કરમાં બાજી કોણ મારશે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

61y4u38Y
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com