16-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ઉરી’થી બૉલીવૂડમાં પદાર્પણ કરી ખુશખુશાલ છે માનસી ગોહિલ

ગુજરાતી ગાયક પાર્થિવ ગોહિલની પત્ની તેમ જ લોકપ્રિય ટીવી અભિનેત્રી માનસી પારેખ ગોહિલે આ વર્ષની સૌપ્રથમ હિટ ફિલ્મ ‘ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક્સ’થી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હોવાથી ખુશખુશાલ છે.

માનસીએ ‘સુમીત સંભાલ લેગા’ જેવી ટીવી સિરિયલો ઉપરાંત અનેક એડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જોકે, બોલીવૂડમાં તેણે ‘ઉરી’ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે. ઉપરાંત આ ફિલ્મથી વધુ એક ટીવી અભિનેતાએ પદાર્પણ કર્યું છે. ‘દેવો કે દેવ મહાદેવ’ સિરિયલથી જાણીતા બનેલા મોહિત રૈનાની પત્નીની ભૂમિકા માનસીએ ભજવી છે. મોહિતે પણ આ ફિલ્મમાં એક આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી છે. પોતાનો અનુભવ વર્ણવતા માનસીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં મારી ભૂમિકા ઘણી જ દમદાર હોવાથી મેં આ ફિલ્મ સ્વીકારી હતી. આ પહેલા મેં ક્યારેય બૉલીવૂડ ફિલ્મોમાં કામ કર્યું નથી. આ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવી એ ઘણી જ સારી શરૂઆત હશે એવું મને લાગ્યું હતું.’

‘ઉરી’માં માનસીનું નામ નેહા છે અને તે એક પત્ની, બહેન, પુત્રી અને માતાની ભૂમિકા ભજવી રહી છે. પોતાને એક જ ફિલ્મમાં આટલા બધા કિરદાર નિભાવવા મળ્યા એટલા માટે એ ઘણી જ ખુશ છે. ઉલ્લેખનીય છે કે ‘ઉરી’ ફિલ્મ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવી રહી છે અને પહેલા જ અઠવાડિયામાં 70 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી ચૂકી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

57x8e27W
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com