16-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગોવિંદા, અનિલ અને બિગ-બી રણવીરના આઇડલ

રણવીર સિંહે બૉલીવૂડ કારકિર્દીના દસ વર્ષમાં એટલી બધી સફળતા મેળવી લીધી છે કે એ કામ મોટા મોટા ઍકટર પણ નથી કરી શકયા. દર્શકો તેની એક્ટિંગને ખૂબ પસંદ કરે છે. દરેક ફિલ્મમાં તેનો નવો લૂક ચર્ચાનો વિષય બને છે.

દરમિયાન તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં રણવીરે ખુલાસો કર્યો હતો કે ‘હું ગોવિંદા, અનિલ કપૂર અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને મારા આદર્શ માનું છું. હું તેમની ફિલ્મ જોઇને જ મોટો થયો છું. ગોવિંદાને એક સંપૂર્ણ કલાકાર માનું છું. જે ઇમોશનલ હોય કે કૉમેડી રોલ તેને સારી રીતે ભજવતા જાણે છે. અનિલ કપૂરમાં એક ખૂબી છે કે તેઓ તેમની દરેક ફિલ્મને પહેલી ફિલ્મ તરીકે જુએ છે. તે ક્યારેય કોઇપણ વસ્તુને લઇને ઓવર કોન્ફિડેન્ટ થતા નથી. તેમની અંદર સારું કામ કરવા માટેની ભૂખ હંમેશા હોય છે. તે સિવાય રણવીરને અમિતાભ બચ્ચનની સીરિયલનેસ ખૂબ પસંદ છે.’

આ ત્રણેય કલાકારો રણવીરના પ્રેરણાસ્ત્રોત છે. કામની વાત કરીએ તો તે આલિયા ભટ્ટ સાથે ‘ગલ્લી બૉય’ લઇને આવી રહ્યો છે. ઉપરાંત તે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવના જીવન પર બની રહેલી ફિલ્મ ‘83’ પર પણ તે કામ કરી રહ્યો છે. તેની સારા અલી ખાન સાથેની ફિલ્મ ‘સિમ્બા’એ વૈશ્ર્વિક સ્તરે 500 કરોડથી વધુ રૂપિયાનો વકરો કરી લીધો હોવાથી આ ફિલ્મની સફળતાનો સ્વાદ પણ માણી રહ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

45aRbn
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com