26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તમારી કારનો નંબર ચકાસી લો

ગણિત અગણિત-ભાવિક સંઘવી



ન્યુમરોલોજી (નંબરોના વિજ્ઞાન)માં માનનારા લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યારે વ્યવસાય-ધંધામાં રહેલાઓ રોજે રોજ વ્યસ્ત થતા જાય છે. માત્ર સામાન્ય માણસ જ નહીં, પણ ફિલ્મસ્ટારો પણ પોતાના જીવનનો અભિગમ નક્કી કરતાં પહેલાં આ પ્રોફેશનલ લોકોનો ભોગ બને છે.

એક અકુશળ માણસ નંબર પ્લેટનાં માત્ર આંકડાનો જ સરવાળો કરે છે જ્યારે આખરી લકી નંબર નક્કી કરતાં પહેલાં સમગ્ર નંબર પ્લેટ (બારાખડીના અક્ષરો સાથે)નો સરવાળો વિચારમાં લેવો ઘટે. વૈભવી કાર હોવી એ એક સ્ટાઈલ સ્ટેટમેન્ટ છે અને આવું અતિશય ખર્ચાળ મશીન ખરીદતાં પહેલા મોટાભાગના સ્ટાર તેનો લકી નંબર શોધવા માટે ન્યુમરોલોજિસ્ટનો સંપર્ક કરી સલામતી સાધે છે.

એસ્ટ્રો ન્યુમરોલોજિસ્ટ ભાવિક સંઘવી એ વિશે જાણકારી આપે છે:

અમિતાભ બચ્ચન

(કાર નંબર ખઇં૦૨ ઉંઅ ૨): ૧૧ ઑક્ટોબર, ૧૯૪૨નો જન્મ. બિગ બી લિબ્રા જાતક છે અને નંબર ૬ (શુક્ર-વિનસ) દ્વારા નિયંત્રિત છે. એમની કારનો નંબર એમના જ નંબરને સુસંગત (૧૫=૧+૫=૬) છે એમાં કશી નવાઈ નથી.

સૂચન: મિસ્ટર બચ્ચને ચોક્કસપણે કાળી કાર વાપરવાનું અને ચલાવવાનું ટાળવું જોઈએ.

ઐશ્ર્વર્યા રાય બચ્ચન

(કાર નંબર ખઇં૦૨ ઢઅ ૫૦૦): પહેલી નવેમ્બર, ૧૯૭૩નો જન્મ. બ્યૂટીક્વીનની કારના નંબરનો સરવાળો ૧૮ (૧+૮=૯) થાય છે. જોકે, નંબર ૯ એના સારા નંબરોમાંનો એક (સ્કોર્પિયો જાતક છે અને મંગળના નંબર ૯ દ્વારા અંકુશિત) છે. ન્યુમરોલોજીનાં કથન અનુસાર નંબર ૯નો અર્થ કોઈ રીતે સારો નથી. એ સંઘર્ષ, લડાઈ, બળવો દર્શાવે છે અને સંબંધિત વ્યક્તિને આગ અને વિસ્ફોટ સામે ચેતવણી આપે છે.

સૂચન: એ અકસ્માતો થવાની સંભાવના ધરાવતી હોઈને એણે તમામ સમય માટે ડ્રાઈવિંગ ટાળવું જોઈએ.

---------------------------

સૈફ અલી ખાન

(કાર નંબર ખઇં૦૨ ઉંઙ ૧૦): છોટા નવાબની કારના નંબરનો સરવાળો ૩૦ થાય છે. ગુરુ નંબર ૩નું નિયંત્રણ કરે છે, એ ચોક્કસ જ એના લકી નંબરોમાંથી એક નથી અને આ કાર એને ખરેખર એક યા બીજી તકલીફ આપ્યા કરે.

સૂચન: સંભવ થઈ શકે તો એણે કાર બદલી નાખવી જોઈએ અથવા શક્યત: થાણેનો રજિસ્ટ્રેશન નંબર (ખઇં૦૪) મેળવવો જોઈએ.

-----------------------------

શાહરુખ ખાન

(કાર નંબર ખઇં૦૨ અઞ ૫૫૫): બીજી નવેમ્બર, ૧૯૬૫નો જન્મ. એસઆરકેની કારના નંબરનો સરવાળો ૩૩ (૩+૩=૬) થાય છે. વળી, આ નંબર એના નામના નંબર જેવો જ શ્રેષ્ઠ નંબરોમાંનો એક છે અને એ એવા જ નંબર (૪૨=૪+ ૨ = ૬) સાથે વાઈબ્રેટ કરે છે.

સૂચન: ક્રીમ જેવા સફેદ રંગની કારનો વપરાશ કરવો એને

માટે લકી સાબિત થઈ શકે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

V5173KY
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com