26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિચિત્ર અને રમૂજી નામવાળાં રેલવે સ્ટેશન

વાહ ક્યા બાત હૈ!-દીપ્તિ ધરોડભારતીય રેલવે એ માત્ર મુંબઈની જ નહીં પણ દેશની લાઈફલાઈન બની ચૂકી છે. રોજે કરોડો લોકોને પોતાની નિર્ધારિત મંઝિલ પર પહોંચાડવાનું કામ ભારતીય રેલવે કરે છે. ભારતીય રેલવેને સૌથી ચીપેસ્ટ ટ્રાન્સપોર્ટેશન માનવામાં આવે છે અને ટ્રેનમાં પ્રવાસ કરતા ઘણી વખત આપણને સારા અને ખરાબ બંને અનુભવો થઈ જાય છે કે જે આપણે કદાચ જીવનભર ના ભૂલી શકીએ. આજે આપણે અહીં ભારતના દસ એવા વિચિત્ર અને રમૂજી કહી શકાય એવા રેલવે સ્ટેશનનાં નામો વિશે વાત કરવાના છીએ જે વાંચ્યા પછી તમે હસવાનું નહીં ખાળી શકો.

------------------------------

નાના રેલવે સ્ટેશન

અહં... અહીં તમારા કે મારા નાનાજીની વાત નથી થઈ રહી. રાજસ્થાનમાં આવેલા રેલવે સ્ટેશનનું નામ છે નાના. આ રેલવે સ્ટેશન સુબે કો સિરોહી પિંડવારા નામની જગ્યા પર આવેલું છે અને અહીંથી સૌથી નજીકનું અને મોટું રેલવે સ્ટેશન એ ઉદયપુર જ છે!

--------------------------

દિવાના

કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના તો ઘણી વખત સાંભળ્યું હશે. પણ ક્યારેય સાંભળ્યું છે કે કોઈ રેલવે સ્ટેશનનું નામ ‘દિવાના’ હોય? હરિયાણાના પાણીપત જિલ્લામાં આવેલું આ રેલવે સ્ટેશન ખરેખર ખૂબ જ અનોખું છે અને આ નામ વાંચીને જ લોકોના દિલોમાં રહેલાં અનેક દિવાનાઓ એક સાથે ના જાગી ઉઠે તો જ નવાઈ!

--------------------------

ઓઢનિયા ચાચા સ્ટેશન

આખા પરિવારના સંબંધોને ધ્યાનમાં લઈને જ આ રેલવે સ્ટેશનોનું નામકરણ કરવામાં આવ્યું હોય એવું લાગ્યું ને? પહેલાં નાના પછી સાલી અને હવે ઓઢનિયા ચાચા... અને મારા-તમારા આશ્ર્ચર્ય વચ્ચે આ રેલવે સ્ટેશન પણ રાજસ્થાનમાં જ આવેલું છે. પ્રવાસીઓ આવા નામ વાંચીને ખુદ ચકરાવામાં પડી જાય છે. સમુદ્ર કિનારાથી આ સ્ટેશન ૨૨૪ મીટરની ઊંચાઈએ આવેલું છે.

----------------------------

બીબીનગર રેલવે સ્ટેશન

રેલવે સ્ટેશનનું નામ વાંચીને જ ચહેરા પર મોટું સ્મિત આવી ગયું ને? હૅન્ગ ઓન જો તમે વિચારી રહ્યા હો કે આ સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે તો આઈ એમ સૉરી, યુ આર રૉન્ગ... આ સ્ટેશન તેલંગણાના ભુવાનાગિરી જિલ્લામાં આવેલું છે. આ રેલવે સ્ટેશનનું નામ વાંચીને પ્રવાસીઓના ચહેરા ખિલી ઉઠે છે, કદાચ આ નામ વાંચીને તેમને તેમની અર્ધાંગિની યાદ આવી જતી હશે. આ સ્ટેશન પરથી મોટાભાગે લોકલ ટ્રેન દોડાવવામાં આવે છે.

---------------------------------

ઘૂમ સ્ટેશન

હજી વધુ એક વિચિત્ર નામ. ખબર નહીં રેલવે સ્ટેશનના આવા વિચિત્ર નામ કોણ અને કેમ રાખતું હશે. ખૅર આપણે એ બાબતે બહુ ઊંડાણમાં જવું નથી. ભારતના દાર્જિલિંગ હિમાલય રેલવેનું આ સૌથી ઊંચાઈ પર આવેલું રેલવે સ્ટેશન છે. લગભગ ૨,૨૫૮ મીટરની ઊંચાઈ પર આ રેલવે સ્ટેશન આવેલું છે. હજી પણ મનમાં એક સવાલ તો થાય જ કે આખરે આ રેલવે સ્ટેશનનું નામ ઘૂમ કેમ પડ્યું હશે?

------------------------------

સિંગાપુર રોડ

અહં.... નામ સાંભળીને જરા પણ વિચારતા નહીં અહીં સિંગાપુરની વાત થઈ રહી છે. નામ જ એટલું ભ્રમિત કરી નાખનારું છે કે કોઈ પણ વિચારમાં પડી જાય, પણ આ રેલવે સ્ટેશનનું નામ છે એ તે પણ ભારતમાં આવેલું છે. કોરાપુર-રાયગઢ રેલ લિંક પરિયોજના ૩૧મી ડિસેમ્બર, ૧૯૯૮માં પૂરી કરવામાં આવી હતી એ યોજના અંતર્ગત જ આ રેલવે સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

--------------------------

સાલી રેલવે સ્ટેશન

આ રેલવે સ્ટેશનનું નામ સાંભળીને મનમાં પહેલાં તો એક જ વિચાર આવ્યો ને કે ‘સાલી તો આધી ઘરવાલી હોતી હૈ’ પણ આ કહેવત અને રેલવે સ્ટેશન વચ્ચે નહાવા-નિચોવવાનો સંબંધ નથી. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં આ સાલી રેલવે સ્ટેશન આવેલું છે. આ રેલવે સ્ટેશન ઉત્તર-પશ્ર્ચિમ રેલવે સાથે જોડાયેલું છે અને અજમેરથી આ સ્ટેશન લગભગ ૫૩ કિલોમીટર દૂર આવેલું છે.

-------------------------

બિલ્લી રેલવે સ્ટેશન

બોલો હવે કાલા બકરા પછી બિલ્લી નામનું રેલવે સ્ટેશન પણ ભારતમાં આવેલું છે. આ રેલવે સ્ટેશનનું નામ દુનિયાના ફનિએસ્ટ રેલવે સ્ટેશનની યાદીમાં સમાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં આ રેલવે સ્ટેશન આવેલું છે અને અહીં પસાર થનાર દરેક પ્રવાસી આ રેલવે સ્ટેશનનું નામ પાછળ વળી વળીને વાંચે છે.

---------------------------

કુત્તા

અત્યાર સુધી આપણે સમજતા હતાં કે કે શ્ર્વાનને જ હિન્દીમાં કુત્તા એવું કહેવામાં આવે છે, પણ ભારતીય રેલવેના એક સ્ટેશનનું નામ છે કુત્તા. નાગરહૉલ નેશનલ પાર્કથી માત્ર ૧૦ કિલોમીટર દૂર આવેલું છે આ રેલવે સ્ટેશન છે અને આઈ એમ શ્યૉર કે આ તમે આ રેલવે સ્ટેશનનું નામ ક્યારેય નહીં સાંભળ્યું હોય.

----------------------------

કાલા બકરા સ્ટેશન

બસ આ જ બાકી રહી ગયું હતું. આ કમી પણ પૂરી થઈ ગઈ. જલંધરના એક ગામમાં આ કાલા બકરા નામનું રેલવે સ્ટેશન આવેલું છે. કાલા બકરા સ્ટેશન ગુરબચન સિંહ માટે ખૂબ જ પ્રખ્યાત છે. ગુરબચન સિંહ એક સૈનિક હતા અને તેમને બ્રિટીશ અંગ્રેજી શાસન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1816ig5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com