26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભૂલ

ક્રાઈમ ફાઈલ-રવિ રાજવહી ગયેલી વાત....

(ગીરધરલાલ નામના એક વૃદ્ધ ત્ોમના પુત્ર અનિકેત અન્ો પુત્રવધૂ રિયા સાથે રહે છે. ત્ોઓ બ્ો વર્ષથી કૅન્સરથી પીડાય છે. પુત્ર અન્ો પુત્રવધૂ ત્ોમની ખૂબ જ સ્ોવા અન્ો સારવાર કરે છે. એક વખત અનિકેત અન્ો રિયા બહાર ગયા હોય છે ત્યારે રાત્રે કોઈ ગીરધરલાલન્ો મારીન્ો ઘરમાંથી બ્ો લાખનું સોનું અન્ો પચાસ હજાર રૂપિયા રોકડાં ચોરી જાય છે. ઈન્સપ્ોક્ટર પટેલ ઈન્વેસ્ટિગ્ોશન કરે છે. ઘરનો દરવાજો કે તિજોરી ત્ાૂટ્યા નથી હોતા, ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યા હોય છે. ઘણી બધી તપાસન્ો અંત્ો કંઈ મળતું નથી. આથી પોલીસ હવે ગુન્ોગારની ભૂલ શોધવામાં કોન્સન્ટ્રેટ કરે છે. અચાનક ત્ોમન્ો એક વ્યક્તિ મળે છે. જેની પાસ્ોથી ત્ોમન્ો ગુન્ોગારનો સુરાગ મળે છે. થોડા ઈન્વેસ્ટિગ્ોશન બાદ ગુન્ોગારનો ચહેરો સામે આવી જાય છે. ત્ોઓ તાત્કાલિક રાજસ્થાન જાય છે અન્ો હત્યારા રાજુન્ો પકડી લે છે. હવે આગળ...)

***

----------------------------

ઈવહી ગયેલી વાત....

(ગીરધરલાલ નામના એક વૃદ્ધ ત્ોમના પુત્ર અનિકેત અન્ો પુત્રવધૂ રિયા સાથે રહે છે. ત્ોઓ બ્ો વર્ષથી કૅન્સરથી પીડાય છે. પુત્ર અન્ો પુત્રવધૂ ત્ોમની ખૂબ જ સ્ોવા અન્ો સારવાર કરે છે. એક વખત અનિકેત અન્ો રિયા બહાર ગયા હોય છે ત્યારે રાત્રે કોઈ ગીરધરલાલન્ો મારીન્ો ઘરમાંથી બ્ો લાખનું સોનું અન્ો પચાસ હજાર રૂપિયા રોકડાં ચોરી જાય છે. ઈન્સપ્ોક્ટર પટેલ ઈન્વેસ્ટિગ્ોશન કરે છે. ઘરનો દરવાજો કે તિજોરી ત્ાૂટ્યા નથી હોતા, ડુપ્લિકેટ ચાવીથી ખોલવામાં આવ્યા હોય છે. ઘણી બધી તપાસન્ો અંત્ો કંઈ મળતું નથી. આથી પોલીસ હવે ગુન્ોગારની ભૂલ શોધવામાં કોન્સન્ટ્રેટ કરે છે. અચાનક ત્ોમન્ો એક વ્યક્તિ મળે છે. જેની પાસ્ોથી ત્ોમન્ો ગુન્ોગારનો સુરાગ મળે છે. થોડા ઈન્વેસ્ટિગ્ોશન બાદ ગુન્ોગારનો ચહેરો સામે આવી જાય છે. ત્ોઓ તાત્કાલિક રાજસ્થાન જાય છે અન્ો હત્યારા રાજુન્ો પકડી લે છે. હવે આગળ...)

***

ન્સપ્ોક્ટર પટેલ જીવન રાજુન્ો પકડીન્ો ગુજરાતમાં લઈ આવ્યા. પોલીસ સ્ટેશનની કાળી ડિબાંગ દીવાલોવાળા રીમાન્ડરૂમમાં એન્ો બ્ોસાડવામાં આવ્યો. ઈ. પટેલે એમની આદત મુજબ કહૃાું, ‘મેરી જબાન પ્ાૂછતી હૈ તબ તક જવાબ દે દેના વર્ના ફીર મેરા હાથ પ્ાૂછન્ો લગ્ોગા તો ફીર તુમ જવાબ દોગ્ો ફીર ભી રુકેગા નહીં.’

ઈ. પટેલની વાતથી રાજુનું રૂંવાડુંયે ના ફરક્યું. ઈ. પટેલ બોલ્યા, ‘ગિરધરલાલની હત્યા ત્ો કરી છે? એમના ઘરમાંથી ઘરેણા અન્ો રોકડ ત્ો જ ચોર્યા છે ન્ો?’

રાજુ ચૂપ રહૃાો. જાણે પથ્થરની મૂર્તિ હોય ત્ોમ. ઈ. પટેલે ફરી પ્ાૂછ્યું, ‘બોલ, ઘરેણા અન્ો પ્ૌસા ક્યાં છે? ગીરધરલાલન્ો કેવી રીત્ો માર્યા? તું અહીંથી ભાગ્યો કેવી રીત્ો? તારી સાથે બીજુ કોઈ હતું ખરું?’

પણ રાજુ એમની ભયાનક મજાક કરતો હોય એમ ચૂપ જ રહૃાો. ઈ. પટેલનું મગજ તપી ગયું. એમણે કોન્સટેબલન્ો કહૃાું, ‘જીવન, બહારથી તાત્કાલિક બરફની પાટ મંગાવી લે અન્ો હા મરચું અન્ો મીઠું પણ મંગાવજે.’

કોન્સટેબલે કહૃાું, ‘મેં મંગાવી જ લીધા છે. માત્ર બરફ, મરચું, મીઠું જ નહીં. મેં તો એની લાશન્ો ભરવા માટે કોથળો પણ મંગાવી રાખ્યો છે.’

આટલી વાત થઈ ત્યાં તો રાજુના રૂંવાડા ફરક્યા. ઈ. પટેલે જીવનન્ો કહૃાું, ‘આના હાથ અન્ો પગ બાંધી દે અન્ો બરફની પાટ અંદર લાવી એના પર સુવરાવી દે. જીવન એ સ્ાૂચના મુજબ કર્યું. હવે રાજુ ગભરાયો, એ બોલ્યો, ‘અરે, સહાબ! યે કે કર રહે હો. ઐસ્ો કોઈ પ્ાૂછતાછ થોડે હી કરતાં હૈ.’

હવે ઈ. પટેલ જડ બની ગયા હતા. એનો એક પણ શબ્દ કાન્ો ના ધર્યો. એના અંડરવેર સિવાયના બધા જ કપડાં ઉતારી લીધા અન્ો બરફ પર નાખ્યો. રાજુ રાડો પાડવા માંડ્યો પણ એના પર ધ્યાન આપ્યા વિના જીવન એ એન્ો બરફની પાટ સાથે બાંધી દીધો. એણે ચીસો પાડી, ‘સહાબ, મુજે છોડ દો. મેં સબકુછ બતાતા હું.’

પણ હવે સાંભળે એ ઈન્સપ્ોક્ટ પટેલ શેના? એમણે પટ્ટો લઈન્ો રાજુન્ો ઝુડવાનું શરૂ કર્યુ. લોહીના ટશિયા ફૂટી ગયા પછી એન્ો બરફ પર ઊંધો કરી નાખ્યો. લોહીજાણ ચામડીમાં એવી વેદના થઈ કે એન્ો પ્ોશાબ થઈ ગયો. ઈ. પટેલ બોલતા રહૃાાં, ‘મૈંન્ો બોલા થા કી મેરી જબાન પ્ાૂછતી હૈ તબ તક બોલ દેના લેકીન જબ મેરા હાથ પ્ાૂછના શરૂ કરેગા તો રુકેગા નહીં.’

રાજુ માફી માંગતો રહૃાો, ચિલ્લાતો રહૃાો અન્ો માર ખાતા ખાતા જ એણે બધી જ કબૂલાત કરી લીધી. એણે ગીરધરલાલન્ો કેવી રીત્ો માર્યા, કેવી રીત્ો રાજસ્થાન પાછો ભાગી ગયો વગ્ોરે બધું જ એણે કહી દીધું. એ પછી ઈ. પટેલે એન્ો બરફ પરથી નીચે ઉતાર્યો અન્ો ખૂણામાં નાખ્યો.

***

બીજા દિવસ્ો સવારે અનિકેત અન્ો રિયાન્ો પોલીસ સ્ટેશન્ો બોલાવવામાં આવ્યા. બંન્ો જણ આશાભરી આંખે ઈ. પટેલ સામે બ્ોઠા હતા. રિયાએ પ્ાૂછ્યું, ‘સાહેબ, કેસ કંઈ આગળ વધ્યો ખરો? મન્ો બહુ ચિંતા થાય છે! જો બાપુજીનો હત્યારો નહીં મળે તો એમના આત્માન્ો શાંતિ નહીં મળે.’

કોન્સટેબલ જીવન બોલ્યો, ‘ચિંતા ના કરો. અમે એન્ો પકડી લીધો છે.’

અનિકેત હર્ષથી ઉછળી પડ્યો, ‘બહુ સારુ કર્યું સાહેબ, કોણ છે એ? અમન્ો બતાવો. ઈ. પટેલ રિયા અન્ો અનિકેતન્ો પ્ોલી કોટડી પાસ્ો લઈ ગયા જેમાં રાજુન્ો પ્ાૂર્યો હતો. અનિકેતન્ો ભયંકર ગુસ્સો આવ્યો એ બોલ્યો, ‘સાહેબ, એકવાર દરવાજો ખોલી દો. મારે એન્ો મારવો છે.’

કોન્સટેબલે કહૃાું, ‘અનિકેત ભાઈ ચિંતા ના કરો. સાહેબ્ો એન્ો એટલો બધો માર્યો છે કે સાત જનમ સુધી કોઈ માંખ પણ નહીં મારે.’

બધા બહાર આવ્યા. અનિકેત્ો પ્ાૂછ્યું, ‘સાહેબ, રાજુએ શા માટે મારા બાપુજીન્ો માર્યા? તમે એન્ો કેવી રીત્ો પકડ્યો? માત્ર બ્ો અઢી લાખ રૂપરડી માટે એણે બાપુજીન્ો માર્યા, અમારી છત્રાછાયા છીનવી લીધી.’

ઈ. પટેલ આજે ફુલ ફોર્મમાં હતા. એમણે ખુરશીન્ો ટેકો દીધો અન્ો હસ્યા, ‘અનિકેત તારી વાત સાચી પણ છે અન્ો ખોટી પણ!’

‘હું કાંઈ સમજ્યો નહીં સાહેબ!’

‘એ જ કે એણે અઢી લાખ રૂપરડી માટે જ તારા બાપુન્ો માર્યા એ સાચું પણ છે અન્ો ખોટું છે. કારણ કે આમાં પ્ૌસા જરૂર હતા પણ કારણ પ્ૌસા નહોતું.’

‘કંઈ સમજાય એવી વાત કરો સાહેબ!’

ઈ. પટેલ આગળ તરફ ઝુક્યા અન્ો બોલ્યા, ‘સમજાય ત્ોવું કહીશ તો પગ તળેથી જમીન સરકી જશે.’

‘એવું ત્ો શું છે?’

‘કારણ પછી કહું છું. પહેલાં તું તારી પત્ની રીયાન્ો પ્ાૂછ કે જ્યારથી રાજુન્ો જોયો છે ત્યારથી એની બોલતી કેમ બંદ થઈ ગઈ છે? એન્ો આટલો બધો પરસ્ોવો કેમ આવી રહૃાો છે?’

અનિકેતના પગ ધ્રૂજવા માંડ્યા હતા. એ મોઘમમાં બધું જ સમજી ગયો હતો. એણે બાજુમાં બ્ોઠેલી રિયા તરફ નજર કરી. એ રીતસરની ધ્રૂજી રહી હતી. અનિકેત ગળું ફાટી જાય અન્ો હૈયું વલોવાઈ જાય એવા સ્વરમાં બોલ્યો, ‘રિયા......?

રિયા ધ્રુસકે ન્ો ધ્રુસકે રડી પડી. એન્ો ખબર હતી કે હવે ખેલ ખતમ થઈ ગયો હતો.

અનિકેત ચૂપચાપ ઈ. પટેલ સામે જોઈ રહૃાો. ઈ. પટેલ બોલ્યા, ‘અનિકેત, તું સમજી ગયો અન્ો રિયાના આંસુઓએ ગુનો કબૂલી લીધો હોય એવું લાગ્ો છે. ખરેખર હત્યા તો રાજુએ જ કરી છે અન્ો એ પણ પ્ૌસા માટે પણ એન્ો સોપારી આપનારી રિયા હતી.

‘મારુ મગજ ભમી રહૃાું છે સર! હજુ મન્ો વિશ્ર્વાસ નથી આવતો કે મારી રિયા આવું કરે.’

‘મન્ો ય નહોતો આવતો. પાડોશીઓ તમારા ખૂબ વખાણ કરતાં હતા કે તમે બાપુજીની ખૂબ સ્ોવા કરી છે. પણ કોઈ પણ રીત્ો ગુન્ોગાર ના મળતા આખરે અમે તારી અન્ો રિયાની ઑફિસ્ો કેટલાંક લોકોની પ્ાૂછપરછ કરી. ખાસ ધ્યાન રાખીન્ો કે તમન્ો માહિતી ના મળે. એમાં એકવાર રિયાની ઑફિસના પટાવાળાન્ો અમે મળ્યા હતા. રિયા વિશે વાત કરતાં હતા ત્યાં જ એણે એક અનયુઝવલ માહિતી આપી કે રિયા મેડમના બધા જ કામ હું કરતો હતો. વચ્ચે એમન્ો રાજસ્થાનના એક ગામ પહાડપ્ાુર જવાનું હતું ત્યારે ગાડીની વ્યવસ્થા પણ મેં જ કરી આપી હતી. એણે એવી પણ માહિતી આપી કે સાહેબ, મારુ ક્યાંય નામ ના આવે પણ અમારી ઑફિસમાં કચરા- પોતા કરતી મીરાં પણ રિયા મેડમ સાથે ગઈ હતી. અમન્ો પ્રશ્ર્ન થયો કે રિયા રાજસ્થાન શું કરવા જાય? કચરા- પોતાવાળી મીરાંન્ો એ શા માટે સાથે લઈ જાય? અમે ઈન્વેસ્ટિગ્ોશન કર્યુ. તમારુ ત્યાં કોઈ મૂળ કે કુળ નહોતું. અમે ગામના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. જાણવા મળ્યું કે મહિના પહેલાં અમદાવાદથી રિયા નામની કોઈ મહિલા રાજુ નામના વ્યક્તિન્ો મળવા આવી હતી. આ રાજુ એ રીઢો ગુન્ોગાર હતો. પહેલાં અમદાવાદમાં જ રહેતો હતો અન્ો ઘરઘાટી તરીકે કામ કરતો હતો. ત્યાં એકવાર લૂંટ ચલાવીન્ો ત્ો અહીં આવી ગયો હતા. અમારા મનમાં આછું આછું અજવાળું થઈ રહૃાું હતું. અમન્ો પ્રશ્ર્ન થયો કે રિયાન્ો રાજુનો પરિચય કેવી રીત્ો થયો? અમે થોડા દિવસ એ થિયરી પર કામ કર્યુ. રાજુ અમદાવાદમાં ક્યાં રહેતો હતો વગ્ોરે શોધ્યું. ત્યારે ખબર પડી કે એ જ્યાં ભાડે રહેતો હતો એ ચાલીમાં જ મીરા રહેતી હતી. એ મીરા અત્યારે રિયાની ઑફિસમાં કચરા- પોતાનું કામ કરતી હતી. એ મીરા જેની સાથે રિયા રાજસ્થાન ગઈ હતી. અમારા બ્ો મહત્ત્વના પ્રશ્ર્નો ક્લીઅર થઈ ગયા કે મીરાએ જ રાજુ સાથે રિયાનો સંપર્ક કરાવ્યો હતો અન્ો એ એટલામાં માટે જ એની સાથે ગઈ હતી. પછી એમ મીરાની ધરપકડ કરી. એણે ગુનો કબૂલી લીધો. એણે કહૃાુ કે સાહેબ, રિયામેડમન્ો એમના સસરાની હત્યા કરવા માટે એક જણની જરૂર હતી. આ પહેલાની એક લૂંટમાં રાજુ જોડે મારું નામ આવ્યું હતું એટલે એમન્ો અંદાજ હતો કે હું કંઈક તો જાણતી જ હોઈશ. મન્ો એમણે પચાસ હજાર આપવાનું કહૃાું હતું. મન્ો ખબર હતી કે અમારી ચાલીમાં રહેતો રાજુ આવા કામ કરે છેે. મારી પાસ્ો એનો નંબર પણ હતો. આથી એન્ો શોધીન્ો એન્ો મળવા માટે હું રિયા મેડમન્ો લઈ ગઈ. એ અમદાવાદ આવવા ત્ૌયાર નહોતો અન્ો રિયા મેડમ તકેદારી માટે કોઈ સાથે ફોન પર વાત કરવા ત્ૌયાર નહોતા એટલે અમે રૂબરૂ ગયા. રિયા મેડમે જ ત્ોન્ો ઘરની અન્ો તિજોરીની ડુપ્લિકેટ ચાવી આપી હતી અન્ો કઈ તારીખે આવવું એ પણ કહૃાું હતું. રાજુન્ો એમણે જ સૂચના આપી હતી કે ઘરમાં આવી, ગિરધરલાલન્ો મારી, તિજોરીમાંથી બ્ો લાખના દાગીના અન્ો પચાસ હજાર રોકડાં લઈ લે. એમાંથી પચાસ મન્ો આપી દે. રાજુએ હત્યા કરી પચાસ મન્ો આપી દીધા હતા સાહેબ, પછી એ બસમાં બ્ોસીન્ો રાજસ્થાન નીકળી ગયો હતો. રિયા રૂબરૂ મળવા ગઈ એ એની ભૂલ અન્ો એમાંય ઑફિસના પટાવાળા પાસ્ો કારની વ્યવસ્થા કરાવી એ મોટામાં મોટી ભૂલ!

ઈ. પટેલ અટક્યા. રિયા રડી રહી હતી. અનિકેતનું હૈયુ ભાંગી ગયું હતું. એ ભાંગ્ોલા હૈયે અન્ો અવાજે બોલ્યો, ‘રિયા, તું તો બાપુજીન્ો સગા પિતા માનતી હતી. ત્ો આવી મોટી ભુલ કેમ કરી?’

રિયા ચીસ પાડી ઉઠી, ‘અનિકેત હું કંટાળી ગઈ હતી, થાકી ગઈ હતી ત્ોમની સ્ોવા કરી કરીન્ો. સાલુ, જિંદગીમાં કોઈ શોખ જ નહી. ક્યાંય બ્ો દિવસ બહાર પણ ના જઈ શકીએ. ક્યાંય પ્ૌસોય ના વાપરી શકીએ. તમે આખી જિંદગીની કમાણી એમની સારવારમાં વાપરી નાખી. મારી કમાણી પણ એમાં જતી. એમાં હજુ તમારે એમનું અઢી લાખનું ઓપરેશન કરાવવું હતું. ઘરેણા તો તોયે વેચાવાના હતા અન્ો બાપુજી જીવતા ન્ો જીવતા. એમની સ્ોવા ઊભી ન્ો ઊભી. ખર્ચોય ઊભો ન્ો ઊભો જ. મારાથી એ બધું સહન નહોતું થતું. મારે જીવવું હતું, શ્ર્વાસ લેવા હતા ખુલીન્ો, માટે મેં આ કામ કર્યું. મન્ો લાગ્ો છે કે મેં કોઈ ભૂલ નથી કરી, મારે માફી પણ નથી માંગવી. તારે મન્ો મારી નાખવી હોય તો મારી નાખ. પોલીસ ભલે ફાંસીએ ચડાવી દે પણ મન્ો આનો જરાય અફસોસ નથી. કારણ કે હું જીવતી લાશ બની ગઈ હતી. રિયા રડી રહી હતી, અનિકેત્ો એનું માથું છાતી સરસું ચાંપી દીધું, ‘અરેરે... રિયા! કેટલી મોટી ભૂલ કરી ગઈ તું. મન્ો જરા વાત તો કરવી હતી. આપણે કોઈક રસ્તો જરૂર કરત. પણ આનાથી તો બાપુજીએ જીવ ખોયો અન્ો મેં અન્ો દીકરી પ્રિન્સીએ જિંદગી.

કલાક સુધી બંન્ો રડ્યા કર્યા. આખરે જીવને રિયાન્ો જેલમાં બંદ કરી. અનિકેત રડતો રડતો બહાર નીકળી ગયો. (સમાપ્ત)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

7p801E
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com