26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
થન્કા પેઈન્ટિંગ ઈતિહાસ પરંપરા

પ્રાસંગિક-સુમન કુમાર સિંહથન્કા પેઈન્ટિંગો કે થન્કા પેઈન્ટિંગ સ્ટાઈલ-શૈલી વિશે વાત કરતાં પહેલાં એની સાથે જોડાયેલી કહાનીઓ અને દંતકથાઓ. એમાં એક વાત એવી છે કે બુદ્ધના શિષ્ય અનાથપિંડકે એની પુત્રીનાં લગ્ન લંકાના ત્યારના રાજા સાથે કર્યા. આ લગ્ન નિમત્તે લંકાના રાજાએ ભારતના રાજાને અનેક કિંમતી, બહુ મૂલ્ય ભેટ-સોગાદો પાઠવી. વળતા વ્યવહારમાં ભારતના રાજાએ પણ ભેટ-સોગાદ મોકલવાની ઈચ્છા કરી, પણ સમસ્યા એવી થઈ કે ભેટમાં શું મોકલવું એ સવાલનો ઉકેલ મુશ્કેલ બન્યો એટલે વિચારમંથનના પગલે ભગવાન બુદ્ધની રજા લઈને એમનું જ ચિત્ર બનાવડાવીને મોકલવાનો ઉકેલ-ઉપાય મળ્યો. ભગવાન બુદ્ધ પાસેથી તેમનું ચિત્ર બનાવવાની પરવાનગી મળતાં રાજાએ પોતાના ચિત્રકારોનાં એક જૂથને આ કામ સોંપ્યું હતું.

હવે વળી નવી સમસ્યા ઊભી થઈ! એમાં ભગવાનના ચહેરા પરના પ્રચંડ તેજપુંજની સામે એ ચિત્રકારોની આંખો ટકી શકતી નહોતી. એટલું જ નહીં એ તેજની આભામાં ચિત્રકારો માટે પોતાના રેખાંકનો જોઈ શકવાનું પણ સંભવ નહોતું થતું. આવી સ્થિતિમાં ચિત્ર કેવી રીતે બનાવી શકાય? આખરે એવો ઉકેલ પણ શોધી કાઢવામાં આવ્યો કે ભગવાન બુદ્ધ એક ઝરણાંના કિનારે પાણીમાં પોતાનું પ્રતિબિંબ નીરખતાં ઊભા રહે છે અને ચિત્રકારોનાં જુથે એ પ્રતિબિંબને જોઈને કપડાં પર ભગવાન બુદ્ધનું વિશાળ ચિત્ર બનાવ્યું. એ પછી અન્ય ભેટ-સોગાદોની સાથે એ ચિત્ર લંકા ખાતે પાઠવવામાં આવ્યું હતું.

કેટલાક લોકો હાલના થન્કા શૈલીના ચિત્ર આલેખનને આ પરંપરાની સાથે સાંકળીને જુએ છે તો કેટલાંક વળી એને નેપાળની સાથે સાંકળીને જુએ છે. આનુંવિવરણ કંઈક આવું છે કે, છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં લ્હાસાના એક મંદિરમાં ભિત્તિચિત્ર-ફ્રેસ્કો બનાવવા માટે રાજા ગેમ્પો દ્વારા નેપાળથી ચિત્રકારોને બોલાવવામાં આવ્યા. પછીથી તિબેટના આ રાજા સાંગસ્તાન ગામ્પોનું લગ્ન લિચ્છવીઓના ગણરાજ્યના રાજા અંશુવર્માની પુત્રી ભૃકુટી સાથે થયું. તિબેટમાં બૌદ્ધ ધર્મની શરૂઆત થવાનો જશ આ રાજાને આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેની નેપાળી અને ચીની પત્નીઓના પ્રભાવમાં આ રાજાએ પણ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને તિબેટમાં એનો ફેલાવો પણ કર્યો હતો. જોકે, એવો તર્ક પણ જાણવા મળે છે કે, મગધના સમ્રાટ બિંબિસારના સમયમાં આ કલાપરંપરા મગધમાં પ્રચલિત હતી, પણ એનો આધાર બને એવા પ્રામાણિક પુરાવા કે શાહેદી-સાક્ષી હાથ આવ્યા નથી. હા, ગુપ્તકાળમાં ભિત્તિચિત્ર-ફ્રેસ્કો બનાવવાની સાથે પુસ્તકો અને પોથીઓની રચનાના ક્રમમાં ચિત્ર બનાવ્યાનો ઉલ્લેખ ચોક્કસ જ મળે છે. જ્યાં ભિત્તિચિત્રના પુરાવા-સાબિતી તરીકે આપણી પાસે અજંટાનાં ગુફા ચિત્રો આજે પણ મોજૂદ છે તો લઘુચિત્રોની વાત કરતાં એના પુરાવા રૂપે પાલકાલીન ચિત્રાંકનના પુરાવા હાજર છે.

એમ જોવા જતાં આ ચિત્રશૈલી સંબંધે ભારત, નેપાળ અને ચીન તો ઠીક ભૂતાનના પણ પોતપોતાના દાવા છે. બીજી તરફ એક સત્ય એવું પણ છે કે, જેને આપણે થાન્કાના નામે જાણીએ છીએ એનું કેન્દ્ર તિબેટ જ છે. થોડામાં આ કારણોસર જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મનો ફેલાવો તિબેટ થકી થયો એવા ઈલાકામાં આ થાન્કા ચિત્ર પરંપરા કોઈને કોઈ સ્વરૂપે આજે પણ છે. દાખલા તરીકે મોંગોલિયા, લડાખ. સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, ધર્મશાલા, લાહૌલ-સ્પીતિ ઘાટી-ખીણના વિસ્તારો સહિત ઉત્તરપૂર્વ ચીન ઉપરાંત રશિયાના કેટલાક હિસ્સા સુધી આ થાન્કા ચિત્રકામ પરંપરા પ્રસરેલી છે.

કળાના કોઈ પણ રૂપને આપણે જોઈએ તો એમાં કોઈ અન્ય શૈલીથી પ્રભાવિત થવાની સહજ પ્રવૃત્તિ-વૃત્તિ જોવા મળે છે, પણ આપણે જ્યારે કોઈ શૈલીની વાત કરીએ છીએ ત્યારે પોતાની શૈલીગત ખાસિયતોને કારણે કોઈ ખાસ ક્ષેત્ર-પ્રદેશની કળાને જ આપણે કોઈ નામ આપીને નવાજીએ છીએ. એમ તો જો વર્તમાન કાળમાં પ્રચલિત કોઈ શૈલી સાથે આપણે એને સાંકળી શકીએ તો મારી સમજ પ્રમાણે એ છે, બંગાળ તથા ઓરિસ્સાના છેવાડાના પ્રદેશોમાં પ્રચલિત છે એવી પટચિત્રણ અથવા પટુઆ કલા સાથે! આ બેઉ પ્રકારની ચિત્રશૈલીમાં ચિત્રની રચના કરવાનો મૂળ ઉદ્દેશ ધાર્મિક ઉપદેશો અને વિચારોને ચિત્રમાં આલેખી પોતાની વાતને સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે. આવા પટ ચિત્રકલાની ભારત પૂરતી વાત કરવાની હોય તો કહી શકાય કે એની શરૂઆત ક્યારે, ક્યાં અને કેવી રીતે થઈ એના જવાબમાં તમામને મળી શકે એવી પ્રામાણિક જાણકારીનો ચોખ્ખો અભાવ છે. તેમ છતાં એમ તો ચોક્કસ જ માની શકાય છે કે આપણે ત્યાં કપડાં પર ચિત્રકામ કરવાની પરિપાટી બહુ સમય પહેલાથી રહેલી છે. એ પણ માનવ-ઈતિહાસમાં કપડાંનું આગમન થયું ત્યારથી તો ખરી જ.

વળી, ચિત્રાંકન કે ચિત્ર આલેખનની વાત આવે તો એની પૌરાણિકતા અને પ્રામાણિકતા કે સચ્ચાઈને માટે તો આપણા ગુફાચિત્રોનો ઈતિહાસ તો છે જ. આમ આ રીતે વિચારતાં કપડાં પર બનેલા કોઈ પણ ચિત્ર-પેઈન્ટિંગને આપણે થન્કા ચિત્ર ન કહી શકીએ કારણે કે વીતેલી સદીઓની પરંપરાએ આ શૈલીને જે રૂપ-સ્વરૂપ અને આકાર આપ્યો છે એ માપદંડોને આધારે જ કોઈ ચિત્ર આ શ્રેણીનું હકદાર બની શકે! આ ચિત્રો-પેઈન્ટિંગો બનાવવાનું મુખ્ય પ્રયોજન ધર્મ પ્રચાર એટલે કે બૌદ્ધ ધર્મના વિચારો અને ભગવાન બુદ્ધના ઉપદેશોને સામાન્ય લોકો સુધી પહોંચાડવાનું રહ્યું છે. એ કારણે એના અનુયાયીઓ આવા પેઈન્ટિંગને પવિત્ર ગ્રંથની જેમ પેઢી દર પેઢી સંભાળીને, સાચવીને રાખે છે. કદાચ એટલે આ કારણે બજારમાં આવાં પેઈન્ટિંગો અગાઉ સુલભતાથી જોવા મળતાં નહોતાં.

સામાન્યપણે એવું બનતું કે કોઈ ધર્માનુરાગી આવા પેઈન્ટિંગને પોતાને માટે તૈયાર કરાવવા કોઈ નિષ્ણાતની સેવા મેળવતો અને એનાં વળતરમાં નિષ્ણાત ચિત્રકારને ભેટ અને સમ્માન આપતો. આ કારણોથી જ એવા ચિત્રનું મૂલ્ય ચૂકાવવામાં અથવા કોઈ રૂપે ક્રય-વિક્રયના પ્રકારનો નિષેધ રહેતો હતો. જોકે, બદલાતા દૌરમાં અને સમયમાં હવે આ કલાને પરંપરાના ચોકઠામાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવે છે. નવા લોકોને પણ આ કલાનું પ્રશિક્ષણ આપવાની-મળવાના અવસરો ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે અને એને સમકાલીન કલા રૂપોની સાથે જોડવાના પ્રયાસો અને પરિણામો પણ જોવા મળી રહ્યાં છે. આ પ્રયાસો આગળ જતાં એશિયા ખંડની ચિત્રકલામાં એક નવું પરિમાણ

સાબિત થશે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0be86V1i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com