19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શરીરના ડિજિટલ ચોકીદારો

કવર સ્ટોરી-સુગત શ્રીવાસ્તવએક સમય હતો જ્યારે ઘરમાં કોઇ તબીબી સાધનના નામે માત્ર તાવ માપવાનું સાધન થર્મોમીટર જ હાથવગું રહેતું, પણ આજે તો નાના મોટા હજારો જાતના શરીર પર પહેરી શકાય એવાં તબીબી ઉપકરણો, ફિટબિટ. ફિટનેસ ટ્રેકર વિગેરે ઉપલબ્ધ છે જે શરીરની અનેક જાતની ગતિવિધિઓનો તમને પળવારમાં રિપોર્ટ આપી શકે. માત્ર શરીર પર ધારણ કરેલા કે ખિસ્સામાં આ ઉપકરણ રાખ્યાં હોય એટલે જાણે આપણી સાથે હરતા ફરતા, ચોવીસ કલાક સાથે રહેતા ડૉક્ટર. માત્ર આ ઉપકરણ જ નહીં હવે તો તમારી પાસે જો સ્માર્ટ ફોન હોય તો એ સ્માર્ટ ડૉક્ટરની પણ ગરજ સારી શકે છે. ઍપલની જ વાત લઇએ તો આ કંપનીનો એવો દાવો છે કે તેમના નવા સ્માર્ટ ફોનથી એટલી સારી રીતે બ્લડ પ્રેશર માપી શકાય છે કે કોઇ બ્લડપ્રેશર માપતું મશીન પણ ફીકું પડે. ન જાણે કેટલીયે મોબાઇલ ઍપ દ્વારા આજે બી.પી. જ નહીં, સાકર,હૃદયની ધડકન, સ્ટ્રેસ લેવલ વિગેરે પળવારમાં માપી શકાય છે. એ બરાબર આકલન કરીને તમને જણાવે છે કે તમે કેટલા સ્વસ્થ છો. જોકે આની પર કેટલો ભરોસો મૂકવો એ તમારા પર આધાર રાખે છે. કેટલાક કિસ્સાઓમાં આ ઍપ દ્વારા મેળવવામાં આવતા આકલન કે રીડિંગ સામાન્ય તપાસથી મેળવાતાં પરિણામોની નજીક હોય છે, પણ જ્યારે વગર લોહી કાઢ્યે માત્ર ઍપ દ્વારા મેળવાતો સાકરનો રિપોર્ટ કેટલો સાચો માનવો એ તો અનુભવની વાત છે.

મોબાઇલ ઍપ તો હજુ પા પા પગલી ભરે છે, પણ શરીર પર પહેરી શકાય એવા ઘણાં ઉપકરણો તો ખરેખર સચોટ નિદાન કરી શકે એવાં હોય છે જેમની સાથે જોડાયેલા સેન્સર્સ સચોટ આંકડા આપી શકે તેવા એક્યુરેટ હોય છે. આવાં ઉપકરણોના અનેક પ્રકાર અને અનેક બા્રન્ડોથી આજે બજાર છલકાઇ રહ્યું છે. દેશમાં આ એક નવું ચલણ છે. બાવીસ વર્ષના યુવાનથી લઇને બોતેર વર્ષના વૃદ્ધો આ ઉપકરણો હોંશે હોંશે વાપરી રહ્યાં છે. હજાર બારસોથી લઇને લાખ રૂપિયાનાં ઉપકરણો પણ ખરીદીને ઘરમાં રાખવાવાળા ઘણા લોકો તમને મળી આવશે જે તેમના શરીરની પ્રત્યેક હરકતો એ પછી વધતું ઘટતું વજન હોય કે હાર્ટ બીટ હોય કે શરીરની સુગર હોય. આ ઉપકરણો દ્વારા મળેલા આંકડા અનુસાર તેઓ પોતાની જીવનશૈલી બદલીને તંદુરસ્ત રહી શકે છે. આ આંકડા જોઇને પોતે જ કરેલો બદલાવ ઘણાને સુખદ પરિણામ પણ આપે છે. એમ-આઇ-૨નું ફિટનેસ ટ્રેકર લ્યો કે પીબલ ટાઇમ્સ અને એન્ડ્રોઇડ સ્લીપ ઍપ એ બતાવી દે છે કે રાત્રે તમે પથારીભેગા તો થયા, પણ ખરેખર નીંદર ક્યારે આવી. કેટલી વાર ગાઢ નિદ્રામાં મગ્ન હતાં અને કેટલી વાર માત્ર હલકી-ફૂલકી નીંદરમાં મગ્ન હતાં. આ ઉપકરણો એ પણ બતાવી દેતા હોય છે કે તમે જે મહેનત કરી છે અને તમારી જે ઉંમર છે એ જોતાં તમારે કેટલું સૂવું જોઇએ. અગર જલદી સૂઇ શક્યા તો ક્યાર સુધી અને જો સમય પર ન સૂઇ શક્યા તો મોડું થઇ ગયા બાદ ઊંઘવાનો કયો સમય શ્રેષ્ઠ છે. આ વાત ઊંઘનું ચક્ર જોઇને તેના આંકડાઓનું વિશ્ર્લેષણ કરીને જાણવા મળે છે. આ આંકડા વિશે કોઇ શંકા કરવાની જરૂર નથી એ ઘણા જ વૈજ્ઞાનિક અને યોગ્ય હોય છે, જેના પર તમે અમલ કરી શકો છો. વધતા જતાં બ્લડપ્રેશરથી તમને સજાગ રાખતાં ઉપકરણો વડે તમને શરીરનું બી.પી. નોર્મલ રાખવામાં મદદ પણ મળે છે. આ ઉપકરણો બ્લુટૂથ દ્વારા ન કેવળ તમારા વધી રહેલા બી.પી. ની ચેતવણી આપે છે, પરંતુ તે માટે ક્ેવી દવા લેવી અને કઇ ચિકિત્સા કરવી તેની સલાહ પણ આપે છે. એવું ફિટબિટ નીકળ્યું છે, જે તમારા ઘટતાં વધતા વજન પર ધ્યાન તો રાખે છે, સાથે સાથે તમારા શરીરની કેટલી કૅલરી ખર્ચાઇ તેનો દરેક કલાકથી લઇને મહિનાઓ અને વર્ષોનો હિસાબ પણ રાખી શકે છે. જ્યારે હૃદયને તંદુરસ્ત રાખવા એલાઇવ કૉર્ટ મોનિટર જ્યારે ઇચ્છો ત્યારે ઇસીજી રિપોર્ટ પણ કાઢી આપશે. શરીરના તાપમાન માટે વપરાતું વાયટોમ ચેક મી, માત્ર શરીરનું ઉષ્ણતામાન જ નથી માપતું પણ બહુપયોગી સાધનની જેમ કામ આપે છે. એ નાડીના ધબકારા, લય, ઑક્સિજન સેચ્યુરેશન, સિસ્ટોલિક બ્લડપ્રેશર જેવી ઘણી બધી શરીરની હરકતો સાથે ઇસીજી પણ બતાવે છે. ધ્યાન કરી શકાય અને એકાગ્રતા કેળવી શકાય તેને માટે મ્યૂઝ હેન્ડબેન્ડ પણ ઉપલબ્ધ છે. એ જરૂરી સૂચના આપે છે કે દિમાગમાં કેવી હલચલ મચી રહી છે અને તેને કેવી રીતે શાંત કરી શકાય. ઉત્તેજના, તણાવ કે બેચેનીનું શમન કેવી રીતે કરી શકાય, મગજને શાંત કરી શકાય તે માટે પણ આ ઉપકરણ કામિયાબ છે. આ જ રીતે જિમ વોચ ફિટનેસ ટ્રેકર દ્વારા કસરત સારી રીતે કરવા માટે, શરીરને યોગ્ય શેપ આપવા માટે, વિકાસ માટે યોગ્ય સૂચનો મેળવી શકાય છે. માત્ર શારીરિક જ નહીં તમારા માનસિક અને ભાવનાત્મક સ્તર કેવાં રહેશે તે દર્શાવતા ઍપ પણ નીકળ્યાં છે. જોકે, આ ઉપકરણો કે ઍપ ત્યારે જ કામ આપી શકે, જ્યારે તમે તમારી જાત પ્રત્યે ઇમાનદાર હો, આ સાધનો તો ફક્ત આંકડા અને તેનું સટીક વિશ્ર્લેષણ જ બતાવી શકે, પરંતુ તેને ધ્યાનમાં રાખીને તમે તમારી દિનચર્યા બદલી શકો તો જ શરીરને ફાયદો થાય, બાકી માત્ર આંકડાઓ જોઇને નિરાશ થાવ અને જીવનશૈલી બદલી ન શકો તો ઊલટું તણાવને લીધે વધારે બીમાર પણ પડી શકો છે.

--------------------------

ઍપ પર કેટલો ભરોસો

રાખવો જોઇએ?

સ્માર્ટ ફોન દ્વારા આપણી જીવનશૈલી પર તરાપ મારનારા આ વિવિધ ઍપ વિશે એ જાણવું અત્યંત જરૂરી છે કે એ વિશ્ર્વસનીય છે કે નહીં. એનાથી જ તેની ઉપયોગિતા સિદ્ધ થશે. તેના પર મેડિકલ તપાસ જેટલો ભરોસો રાખી શકાય કે પછી તેનાથી ઓછો કે પછી ફક્ત થોડી હીન્ટ(સંકેતો) મળી જાય એટલા પૂરતો જ ઉપયોગ કરવો છે તે પહેલાં નક્કી કરી લો. તેને લગતાં ઉપકરણો ખરીદવા માગો છો તો બહેતર બ્રાન્ડના જ ખરીદો. ઇન્ટરનેટ પર ઘણી વાર ઍપ કે ઉપકરણો સંબંધિત સોશિયલ મીડિયા દ્વારા ચર્ચાતી રહેતી હોય છે તેના દ્વારા વિવિધ ઉપકરણો અને ઍપ્સની વિશ્ર્વસનીયતા અંગેની જાણકારી પણ મળી જતી હોય છે.

ઉપકરણો ખરીદતા પહેલાં તેની સાથે તાલમેલ સાધતી ઍપ તમારા ફોન પર ચાલી શકે છે કે નહીં તે જોવું પણ જરૂરી છે. કેટલાંક સાધનો એન્ડ્રોઇડ ફોન પર જ ચાલે એવા તો કેટલાક માત્ર આઇઓએસ સિસ્ટમ પર ચાલે એવા જ હોય છે. એટલે પૂરતી ખાતરી કરી લેવી જોઇએ. એ પણ જોવું જરૂરી છે કે આવાં સાધનોથી મળેલો ડેટા સીધો સ્માર્ટફોનના ઍપ પર વાંચવા મળે છે કે એ જોવા કોઇ પોર્ટલ પર જવું પડે. તેમાં મળતી માહિતી ડાઉનલોડ કરવી હોય કે તેને તમારા ડૉક્ટર સાથે શેર કરવી હોય તો તેની વિધિ પણ જાણી લેવી જરૂરી છે. વિવિધ ઉપકરણો બનાવવાવાળા કોણ છે, વેચવાવાળા કોણ છે, વિક્રેતાઓ સાધન બદલી આપે છે કે મની બેક ગેરંટી આપે છે કે નહીં તે પણ જાણી લેવું જરૂરી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Q6R251
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com