6-April-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રોટેક્ટિવ પિતા છે એસઆરકે

સેલિબ્રિટી ટૉક-કૃષ્ણા રાઠોડબૉલીવૂડમાં ધીરે ધીરે સ્ટાર બાળકો પોતાનું આગવું સ્થાન મેળવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. હાલમાં તો સારા અલી ખાનનો જાદુ આખા દેશમાં છવાયેલો છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારાએ સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ‘કેદારનાથ’થી બૉલીવૂડમાં એન્ટ્રી મારી હતી. આ ફિલ્મની સફળતાનો સ્વાદ હજુ માણી જ રહી હતી ત્યાં તો રોહિત શેટ્ટીના દિગ્દર્શન હેઠળ બનેલી અને રણવીર સિંહ સ્ટારર ‘સિમ્બા’એ સિનેમાઘરમાં ધૂમ મચાવી હતી. આ બંને ફિલ્મો જબરદસ્ત હિટ જતાં ટૂંક સમયમાં સારાની માર્કેટ વેલ્યૂ વધી ગઇ છે એવું માનવામાં આવી રહ્યું છે. એવી જ રીતે દિવંગત અભિનેત્રી શ્રીદેવીની મોટી દીકરી જાહન્વી કપૂર અને શાહિદ કપૂરના ભાઇ ઇશાન ખટ્ટરે પણ ‘ધડક’ ફિલ્મથી બૉલીવૂડમાં પદાર્પણ કર્યું હતું અને કરોડોનું કલેક્શન કર્યું હતું. આ સ્ટાર બાળકો ઉપરાંત સની દેઓલનો દીકરો કરણ દેઓલ પણ આ વર્ષે બૉલીવૂડમાં પ્રવેશવા જઇ રહ્યો છે.

હજુ ઘણા સ્ટાર બાળકો બૉલીવૂડમાં આવવા માટે અધીરા થઇ રહ્યા છે અને તેમાંની શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ એક છે. સુહાનાને પણ બૉલીવૂડની હીરોઇન બનવું છે અને તેના પપ્પાની જેમ કામ કરવું છે. દુનિયાના દરેક પિતાને પોતાની પુત્રીના ભવિષ્યની ચિંતા હોય છે, પછી તે ભલેને સુપરસ્ટાર જ કેમ ન હોય! જી હા, કિંગખાન શાહરુખ ખાને હાલમાં તેની દીકરી સુહાના વિશે મન મૂકીને વાત કરી હતી.

ખાને એક ઇન્ટરવ્યૂમાં સુહાના વિશે કહ્યું હતું કે ‘મારી દીકરી સુહાના હાલમાં લંડનની એક પ્રખ્યાત કોલેજમાં એક્ટર બનવા અંગેનું ભણતર ભણી રહી છે. તેને પણ મારી જેમ અભિનય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવી છે. મેં ક્યારેય તેની ઇચ્છાઓને અવગણી નથી. તેને જીવનમાં જે કરવું હોય તેની છૂટ આપી છે. તેથી તે બૉલીવૂડમાં પ્રવેશ તો કરશે પણ હમણા નહીં તેનું ભણતર પૂરું થયા બાદ. લંડનમાં તે રંગભૂમિમાં પણ કામ કરી રહી છે. એક અભિનેત્રી તરીકે ત્યાં તે ઘડાઇ રહી છે. મેં તેને મારી ફિલ્મ ‘ઝીરો’ના સેટ પર પણ બોલાવી હતી અને ફિલ્મોમાં થતા કામથી અવગત કરાવી હતી. ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા આનંદ એલ. રાયે પણ સુહાનાને ઘણી વસ્તુઓ શીખવી હતી. સુહાના અને અનુષ્કા શર્મા બંને એકબીજાની સારી સખીઓ છે. હું ઇચ્છું છું તે પોતાનું ભણતર પૂરું કરીને બૉલીવૂડમાં પદાર્પણ કરે. હાલમાં તો સુહાના માટે બૉલીવૂડ દૂર છે. લગભગ ચાર વર્ષ બાદ હું તેને લૉન્ચ કરવા વિશે વિચાર કરીશ.

શાહરુખનો મોટો દીકરો આર્યન ખાન દિગ્દર્શન ક્ષેત્રમાં રસ ધરાવતો હોવાથી તે ફિલ્મના દિગ્દર્શન વિશે ભણી રહ્યો છે. થોડા સમય પહેલા તેણે એક ડૉક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ પણ બનાવી હતી અને તેને કૉલેજમાં ખૂબ જ વખાણવામાં આવી હતી. ગૌરી ખાન અને શાહરુખ ખાનને પણ પોતાના દીકરા આર્યનની આ મહેનત ખૂબ જ ગમી હતી. સ્વાભાવિક છે કે આર્યન દેખાવમાં તો એકદમ બૉલીવૂડના રોમાન્સ કિંગ શાહરુખ ખાન જેવો જ લાગે છે. જો તે અભિનય ક્ષેત્રની પસંદગી કરત તો તે છવાઇ જાત એવું કિંગ ખાનના ચાહકોનું માનવું છે, પણ પિતાનો વારસો દીકરી આગળ વધારશે અને બૉલીવૂડમાં ચાર વર્ષ બાદ કોના બેનર હેઠળ એન્ટ્રી મારશે એ જાણવું અત્યંત રસપ્રદ રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

A150ybf
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com