21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઐશ્ર્વર્યા રાય-બચ્ચનનો નેહલે પે દહેલા

સાઈડ ઍન્ગલ-શચી કપૂરબૉલીવૂડમાં બે હીરોઈન વચ્ચે કૅટફાઈટ હોય એ તો સમજ્યા પણ આપણે આજે વાત કરવાના છીએ એક અભિનેતા અને અભિનેત્રી વચ્ચેની ફાઈટ વિશે. જી હા, અહીં વાત થઈ રહી છે ઈમરાન હાશમી અને ઐશ્ર્વર્યા રાય-બચ્ચનની. આજથી ચાર વર્ષ પહેલાં સાલ ૨૦૧૪માં એક શોમાં ઇમરાન હાશમીને ઐશ્ર્વર્યા રાય-બચ્ચન વિશે એક જ શબ્દમાં કહેવાનું જણાવ્યું ત્યારે તેણે બેધડક જવાબ આપ્યો હતો પ્લાસ્ટિક એટલે કે ફેક (બનાવટી). આ જવાબ વિવાદાસ્પદ તો બન્યો હતો અને એના વિશે પાછળથી ઇમરાન હાશમીએ ચોખવટ પણ કરી હતી. જોકે, એ વખતે વળતો પ્રતિસાદ ન આપનારી ઐશ્ર્વર્યાએ હવે ચાર વર્ષે મોં ખોલ્યું છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં ઐશ્ર્વર્યાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને જીવનની સૌથી ગંદી અને ખરાબ કોમેન્ટ કઇ સાંભળવા મળી છે તેનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે, ફેક અને પ્લાસ્ટિક. અલબત્ત ઐશ્ર્વર્યાએ આનાથી વધુ કશું કહ્યું ન હતું કે કોઇનું નામ પણ દીધું ન હતું, પણ આ જવાબને ચાર વર્ષ પહેલાં ઇમરાન હાશમીએ આપેલા જવાબ સાથે સંબંધ છે એવું તો ઘણા લોકોને સમજાય જ ગયું હશે. એટલું તો સ્પષ્ટ છે કે ભલે ઐશ્ર્વર્યાએ કોઇનું નામ ન લીધું પણ ઇમરાન હાશમીએ કરેલી કોમેન્ટ એને ચાર વર્ષે પણ યાદ રહી હતી અને ખૂંચી પણ રહી હશે. જોકે, ઇમરાને આ કોમેન્ટ બાદ કહ્યું પણ હતું કે એણે ગંભીરતાથી આ કોમેન્ટ નથી કરી અને એ તો ઐશ્ર્વર્યાના કામનો હંમેશાથી પ્રશંસક પણ રહ્યો છે.

જોકે, ઐશ્ર્વર્યારાયે આ કોમેન્ટને સાવ હળવાશથી લીધી હોય એવું લાગતું નથી, કારણ કે ત્યાર બાદ તેને એક ફિલ્મ બાદશાહોની ઓફર આવી હતી જેમાં ઇમરાન હાશમી પણ હતો. પરંતુ ઐશ્ર્વર્યારાયે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જોકે, આ પહેલી વાર નથી કે ઐશ્ર્વર્યારાય પર કોઇએ નકારાત્મક ટિપ્પણી કરી હોય. આ અગાઉ સોનમ કપૂરે ઐશ્ર્વર્યા રાય પર કરેલી એક ટિપ્પણી પણ ઘણી ચર્ચાસ્પદ રહી હતી કે જેમાં સોનમે ઐશ્ર્વર્યાને આન્ટી કહી દીધી હતી. ખૅર આવું બધું તો બી-ટાઉનમાં ચાલ્યા કરે, પણ ઍશના ચાહકો માટે જોકે એક ખુશખબર પણ છે અને એ ખુશખબર એ છે કે ઐશ્ર્ચર્યા હવે ફરી સસરા બિગ-બી સાથે કામ કરતી જોવા મળશે અને એક પણ લગભગ એક દાયકા બાદ. ઐશ્ર્વર્યા રાય અને અમિતાભ બચ્ચનના ચાહકો માટે એક એવી સારી ખબર આવી રહી છે કે બહુ જલદી આ બે દિગ્ગજ કલાકારો એક સાથે મોટા પરદા પર દેખા દેશે. આ બે કલાકારો ૧૧ વર્ષ બાદ ફરી એક વાર સાથે કામ કરતાં જોવા મળશે.

આ પહેલાં સાલ ૨૦૦૮માં રામગોપાલ વર્માની ફિલ્મ ‘સરકારરાજ’માં આ બન્ને સાથે જોવા મળ્યાં હતાં. એક આધારભૂત સૂત્ર અનુસાર જાણીતા ફિલ્મમેકર મણિરત્નમે પોતાની આગામી ફિલ્મ માટે આ બેઉ કલાકારોનો સંપર્ક સાધ્યો છે. કહેવાય છે કે આ ફિલ્મ એક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ હશે. ફિલ્મ ‘બાહુબલી’ જેવી વિશાળ ફિલ્મ બનાવવાની તૈયારી ચાલી રહી છે એવા સમાચારો વચ્ચે ઐશ્ર્વર્યા રાય-બચ્ચને આ ફિલ્મ માટે પોતાની તારીખો આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે, પણ અમિતાભ તરફથી આ ફિલ્મ માટે આ લખાય છે ત્યાં સુધીમાં તો કોઇ હા નો જવાબ આવ્યો નથી, પણ જો અમિતાભ હામી ભરશે અને તારીખ આપી શકશે તો નજીકના ભવિષ્યમાં આ રિયલ લાઇફના સસરા અને પુત્રવધૂ રીલ લાઇફમાં પણ સાથે જોવા મળશે.

છેલ્લે ઍશને તેના ચાહકોએ ફિલ્મ ‘અય દિલ હૈ મુશ્કિલ’માં જોઈ હતી અને ત્યાર બાદ તે સ્ક્રીન પરથી એકદમ ઓઝલ જ થઈ ગઈ હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6K1h57
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com