19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જન્મદિન મુબારક હો

રમેશ સિપ્પી



ફિલ્મ જગતના પ્રખ્યાત દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા રમેશ સિપ્પીનો જન્મદિન ૨૩મી જાન્યુઆરીના દિવસે આવે છે અને આ વર્ષે તેઓ તેમના જીવનના ૭૨મા વર્ષમાં પ્રવેશ કરશે. તો ચાલો આ પ્રસંગે તેમના વિશે થોડું જાણીએ!

જન્મ તારીખ: ૨૩મી જાન્યુઆરી ૧૯૪૭

જન્મસ્થળ: કરાચી (હાલ પાકિસ્તાન), બ્રિટિશ ઇન્ડિયા

માતા-પિતા: ગોપાલદાસ પરમાનંદ સિપ્પી

પત્ની: કિરણ જુનેજા

સંતાન: શિના, સોનિયા અને રોહન

હાલમાં રહેવાનું: સાંતાક્રુઝ, મુંબઇ

એવોર્ડ પ્રાપ્તિ: સિપ્પીને વર્ષ ૨૦૧૩માં પદ્મશ્રી તેમ જ ફિલ્મફેર અને આઇફા એવોર્ડ્સથી સન્માન કરવામાં આવ્યું હતું.

અજાણી વાતો: છ વર્ષની ઉંમરે રમેશ સિપ્પીએ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેઓ પહેલી વાર તેમના પિતાની ફિલ્મના સેટ ‘સાઝા’ પર આવીને ફિલ્મોમાં કામ કઇ રીતે થાય છે તે જોયું હતું નવ વર્ષની ઉંમરે તેમણે ૧૯૫૩માં આવેલી ફિલ્મ ‘શહેનશાહ’માં અભિનય કર્યો હતો.

કારકિર્દીની શરૂઆત: જાણીતા ફિલ્મ નિર્માતા ગોપાલદાસ અને રમેશ સિપ્પીના પિતાએ જ્યારે ‘મેરે સનમ’ બનાવી હતી ત્યારે પહેલી વાર રમેશ સિપ્પીએ સહાયક નિર્માતા અને દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. ૧૯૭૧માં રાજેશ ખન્ના, હેમા માલિની અને શમ્મી કપૂર સ્ટારર ‘અંદાઝ’ ફિલ્મથી સ્વતંત્ર દિગદર્શક તરીકે હિંદી સિને જગતમાં પગ રાખ્યો હતો અને આ ફિલ્મ બૉક્સઓફિસ પર હિટ સાબિત થઇ હતી અને ‘બ્રહ્મચારી’ ફિલ્મથી તેમણે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે હરણફાળ ભરી હતી.

પ્રખ્યાત ફિલ્મો: શોલે, સીતા ઔર ગીતા, ઝમાના દીવાના, ઝમીન, સાગર, નૌટંકી સાલા, સોનાલી કેબલ, બ્લફમાસ્ટર વગેરે.

----------------------------

૨૨ જાન્યુઆરી - રિતુ શિવપુરી

રિતુ શીવપુરી (અભિનેત્રી): ૨૨મી જાન્યુઆરી

-------------------------

૨૪ જાન્યુઆરી - સુભાષ ઘાઈ

સુભાષ ઘાઇ (ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને સ્ક્રિપ્ટરાઇટર): ૨૪મી જાન્યુઆરી

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

H82G50
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com