26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફર્સ્ટ ડે, ફર્સ્ટ શો,પણ આ શુક્રવારે કયો શો?

ફ્રોડ સૈંયા

ફિલ્મનો વિષય: આ ફિલ્મ ઍક્શન અને ડ્રામાથી ભરપૂર હશે જેમાં અરશદ વારસીની ૧૩ પત્નીઓ છે અને તેને લીઘે ફિલ્મમાં અનોખા ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન્સ આવે છે.

કલાકાર: અરશદ વારસી, સારા લૉરેન અને સૌરભ શુક્લા

દિગ્દર્શક: સૌરભ શ્રીવાસ્તવ

નિર્માતા: પ્રકાશ ઝા

---------------------------

ધ ફકીર ઓફ વેનિસ

ફિલ્મનો વિષય: આ ફિલ્મમાં ભરપૂર કૉમેડી અને ડ્રામા જોવા મળશે. યુરોપિયન આર્ટ વર્લ્ડને મુર્ખ બનાવવા માટે એક વ્યક્તિ ફકીર બને છે અને દર્શકોને ફિલ્મમાં ડ્રામા અને કૉમેડી એક સાથે જોવા મળશે.

કલાકાર: ફરહાન અખ્તર, અનુ કપૂર, કમલ સિંધુ

દિગ્દર્શક: આનંદ સારાપુર, નિર્માતા: આનંદ સારાપુર

------------------------------

રંગીલા રાજા

ફિલ્મનો વિષય: આ મનોરંજક ફિલ્મમાં ગોવિંદા ડબલ રોલ કરતો જોવા મળશે અને આ ઍક્શન ડ્રામામાં બંને હીરોઇનો દમદાર પાત્રો ભજવતી નજરે ચઢશે.

કલાકાર: ગોવિંદા, મિશ્કા ચૌરસિયા, અનુપમા અગ્નિહોત્રી

દિગ્દર્શક: સિકંદર ભારતી

નિર્માતા: પહેલાજ નિહલાની

-----------------------------

વાય ચીટ ઇન્ડિયા

ફિલ્મનો વિષય: ભારતમાં ચાલી રહેલી નબળી શિક્ષણ વ્યવસ્થાના મુદ્દા પર આ ફિલ્મ આધારિત છે.

કલાકાર: ઇમરાન હાશ્મી, શ્રેયા ધનવંતરી

દિગ્દર્શક: સૌમીક સેન, નિર્માતા: ભુષણ કુમાર

----------------------------

બૉમ્બેરિયા

ફિલ્મનો વિષય: આ ફિલ્મ એક કોમિક થ્રીલર છે જેમાં રાધિકા આપ્ટે એક પીઆર (પબ્લિક રિલેશન ઓફિસર)ના પાત્રમાં જોવા મળશે જે ફિલ્મ સ્ટારની છબીને લોકો સામે સારી દેખાડે છે.

કલાકાર: સિદ્ધાર્થ કપૂર, રાધિકા આપ્ટે, અક્ષય ઓબેરોય, રવિ કિશન

દિગ્દર્શક: પિયા સુક્ધયા, નિર્માતા: માઇકલ વાર્ડ.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4157Aw
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com