26-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજકુમારની નબળી કડી છે, ઈમોશન્સ

ફોકસ-પૂર્વી પટેલ



છેલ્લાં એક વર્ષમાં બૉલીવૂડના ધૂરંધરો બૉક્સ ઓફિસ પર પોતાનો જાદૂ ચલાવવામાં સફળ નથી થયા ત્યાં એક નાનકડા શહેરના મધ્યમવર્ગીય પરિવારમાંથી આવેલો રાજકુમાર રાવે પોતાની અભિનય ક્ષમતાથી દર્શકોને અચંબિત કરી દીધા છે. ગયા વર્ષે આવેલી હૉરર કૉમેડી ફિલ્મ ‘સ્ત્રી’માં રાજકુમારની ઍક્ટિંગે ખરેખર દિગ્ગજ કલાકારોને પણ પાછળ મૂકી દીધા હોય એવું લાગી રહ્યું છે.

ગુડગાંવના એક મધ્યમ વર્ગીય જોઈન્ટ ફેમિલીમાં છિંરેલા રાજકુમાર રાવ અને ફિલ્મનો સંબંધ માત્ર એટલો જ હતો કે પરિવારના લોકો ટીવી સામે એકઠા થઈને ભાડા પર લાવેલી કૅસેટ્સ લગાવીને હિંદી ફિલ્મો જોતા હતા. દરેક ઍક્ટરની જેમ રાજકુમારે પણ શાહરુખ ખાનની ફિલ્મો જોઈને જ ફિલ્મ લાઈનમાં આવવાનું સપનું જોયું અને તેને સાકાર પણ કર્યું. હવે રાજકુમારને શાહરુખ સાથે એક ફિલ્મ કરવી છે.

‘છેલ્લાં બે વર્ષથી મને એક ખૂબ જ નાનો શબ્દ વારંવાર સાંભળવા મળી રહ્યો છે અને આ શબ્દ છે ‘અદ્ભુત’. ૨૦૧૮થી શરૂઆતથી જ મેં અલગ અલગ પ્રકારના રૉલ કર્યા પછી તે હંસલ મહેતાની ફિલ્મ ‘ઓમાર્ટા’ હોય કે અતુલ માંઝરેકરની ‘ફન્ને ખાં’. બંને ફિલ્મો દર્શકોને ખાસ પસંદ નહીં આવી પણ તેનાથી મને ખાસ કોઈ ફેર નહીં પડ્યો.’ કહે છે રાજકુમાર રાવ.

‘ઓમાર્ટા’માં ડાર્ક, નૅગેટિવ રૉલ કરનારા રાજકુમાર રાવ વાસ્તવિક જીવનમાં એક લાગણીશીલ વ્યક્તિ છે અને તેનું માનવું છે કે ઈમોશનલ થવું એ તેની નબળી કડી છે. એટલું જ નહીં રાજકુમાર હંમેશા એક જિજ્ઞાસુ બાળકની જેમ જ વર્તે છે. દરરોજ કંઈક નવું શિખવામાં તેનો વિશ્ર્વાસ છે. ઓમાર્ટા બાદ રાજકુમાર રાવ હવે હંસલ મહેતાની ફિલ્મ ‘તુર્રમ ખાન’માં જોવા મળશે અને આ ફિલ્મમાં તેની સાથે નુસરત ભરુચા પણ કામ કરી રહી છે.

હમણાં ઍક્શન ફિલ્મોનો સમય ચાલી રહ્યો છે. રાજકુમાર રાવ આ વિશે વાત કરતાં કહે છે કે ‘હું ઍક્શન ફિલ્મો કરીશ, પણ એ પહેલાં ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીપ્ટ પર ધ્યાન આપીશ. ‘બહેન હોગી તેરી’, ‘બરેલી કી બર્ફી’. ‘શાદી મેં ઝરુર આના’ જેવી ફિલ્મો મેં પસંદ કરી કારણ કે આ બધી સ્ટોરી એક નાના શહેરની સ્ટોરી છે. ‘મેન્ટલ હૈ ક્યા?’ પસંદ કરી કારણ કે કંગના રનૉટ સાથે કામ કરવું હંમેશાથી મારું એક સપનું હતું.’

રાજકુમાર હંમેશાથી જ ફિલ્મો કરતી વખતે એક વાતનું ધ્યાન રાખેે છે કે તે એ ફિલ્મમાં પોતાના ૧૦૧ ટકા આપે. ઉપરાંત ઈન્ડસ્ટ્રી હાલમાં ક્ધટેન્ટ પર ચાલી રહી છે અને લોકો રાઈટિંગની કદર કરવા લાગ્યા છે. આ વર્ષે રાજકુમાર રાવ થિયેટરમાં છવાયેલો જોવા મળશે કારણ કે આ વર્ષે તેની ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’, ‘મેન્ટલ હૈ ક્યા?’, ‘મેડ ઈન ચાઈના’ અને ‘તુર્રમ ખાન’ જેવી ફિલ્મો આવી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો રાજકુમારે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા પોતાના જોરે બનાવી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

017Pma
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com