26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘સિંહ’ બનીને ખુશ છે રણવીર

ગપસપ-ઈશાની પટેલબૉલીવૂડનો બાજીરાવ હંમેશાં જ તેની અટપટી ફૅશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. રણવીર સિંહ હવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે અને તેનું કારણ છે તેણે આપેલું સ્ટેટમેન્ટ. હાલમાં જ રણવીરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ભિનેતાએ તો કાચિંડા જેવા હોવું જોઈએ. બૉક્સ ઓફિસ પર રણવીર સિંહની બે ફિલ્મોએ રૂ. ૫૦૦ કરોડથી વધુનો વકરો કરી રહી છે ત્યારે તે હાલમાં સફળતાના સાતમા આસમાન પર છે. સફળતાના શિખર પર બિરાજી રહેલાં રણવીર સિંહનું કહેવું છે કે હું ‘સિંહ’ બનીને જ ખુશ છું, મારે નવા ‘ખાન’ બનવાના કોઈ અભરખા નથી.

ૄ શું ફિલ્મની સફળતા એક કલાકાર તરીકે કૉન્ફિડન્સ આપે છે કે હું સાચી દિશામાં આગળ વધી રહ્યો છું?

૧૦૦ ટકા સાચી વાત. જો કોઈ પણ ઍક્ટરની ફિલ્મ સારો બિઝનેસ કરી રહી છે તો તેનો અર્થ એ છે કે ફિલ્મ જોવા એટલા લોકો ગયા હતા, પરંતુ એવું નથી કે ફિલ્મ જોનાર દરેકને એ ફિલ્મ ગમી જ હોય. ઘણી વખત એવું બને છે કે ફિલ્મ ખૂબ જ ભવ્ય હોય અને તેની ચર્ચા પણ જોરશોરથી થઈ હોય. એવા સમયે દર્શકોને થાય છે કે આખરે એવું તે આ ફિલ્મમાં છે શું? પણ થિયેટરમાં પહોંચ્યા બાદ તેમને ફિલ્મ એટલી ગમતી નથી, પણ હાલમાં જ આવેલી મારી ફિલ્મ ‘સિમ્બા’એ રૂ. ૨૦૦ કરોડનો બિઝનેસ કર્યો અને તેની સાથે સાથે જ ૯૦ ટકા દર્શકોને મારી ફિલ્મ પસંદ પણ આવી છે.

ૄ ‘ઝીરો’ અને ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ને મળેલા પ્રતિસાદને જોયા બાદ ‘સિમ્બા’ માટે નર્વસનેસ હતી?

હું પહેલી વખત આઉટ ઍન્ડ આઉટ મસાલા એન્ટરટેનર ફિલ્મ કરી રહ્યો હતો એટલે મનમાં એક વખત તો થયું જ કે દર્શકો કોઈને માસ હીરો તરીકે ઍક્સેપ્ટ નથી કરતા અને તમને આવી ફિલ્મ કરવાનો મોકો ત્યારે જ આપવામાં આવે છે જ્યારે તમારી અંદર કોઈ ખાસ વાત હોય. રોહિત શેટ્ટીએ મને ફિલ્મમાં હીરો તો બનાવ્યો, પણ દર્શકો મારો સ્વીકાર કરે એ પણ એટલું જ જરૂરી હતું, પણ થૅન્ક ગૉડ દર્શકોએ મને ‘સિમ્બા’ને ખૂબ જ પ્રેમ આપ્યો, મને ક્યારેય આટલો પ્રેમ મળશે એવું તો મેં સ્વપ્નેય વિચાર્યું નહોતું.

ૄ એક ઍક્ટરે હંમેશા કેવા રહેવું જોઈએ?

એક ઍક્ટરે હંમેશાં કાચિંડા જેવું બનવું જોઈએ. દરેક ફિલ્મમાં પોતાનો એક અલગ જ રંગ દર્શકોને દેખાડી શકે એ ખરો ઍક્ટર. મેં ખુદ પણ અત્યાર સુધી જેટલી ફિલ્મો કરી છે તેમાંં દર વખતે કંઈક નવું કરવાનો, આપવાનો પ્રયાસ કર્યો છે. મારે એક સારા અભિનેતા બનવું છે અને એ માટે હું દરેક વખત ફિલ્મની પસંદગી કરતી વખતે મેં ભૂતકાળમાં કરેલાં રૉલ વિશે વિચારું છું અને કોઈ પણ રૉલ કે ભૂમિકાનું પુનરાવર્તન તો નથી થતું ને તેની ચોક્સાઈ રાખું છું. ૨૦૧૮માં લોકોએ મને ખિલજી તરીકે અપનાવ્યો, હવે ૨૦૧૯માં સિમ્બા તરીકે અને સિમ્બા પછી લોકો મને ગલી બૉય તરીકે પણ એટલો જ પ્રેમ અને વહાલ આપશે એવો વિશ્ર્વાસ છે.

ૄ ફિલ્મોના આંકડાઓ કેટલી હદે સ્પર્શે છે તને?

સાચું કહું તો મને ફિલ્મે કરેલી કમાણીના આંકડાઓ જરા પણ સ્પર્શતા નથી અને હું શક્ય હોય તેટલું આ આંકડાઓથી દૂર રહેવાનો જ પ્રયાસ કરું છું. ફિલ્મોનું ગણિત મને ખાસ સમજાતું નથી અને હું તેને સમજવાનો ખાસ કોઈ પ્રયાસ પણ કરતો નથી. હું એક કલાકાર છું અને મારા મગજમાં ક્યારેય બિઝનેસ કે બિઝનેસની વાતો આવતી નથી. એક કલાકાર તરીકે સ્ક્રીન પર મારે મારા ૧૦૦ ટકા આપવાના છે. હું નથી ઈચ્છતો કે કોઈ પણ ભોગે મારી અંદરનો કલાકાર કરપ્ટ થઈ જાય!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

00Bx3f0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com