26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યુવાનોના વિચારોથી પ્રભાવિત છે બિગ બી

કવર સ્ટોરી-હેમંત વૈદ્યફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અડધી સદી પૂરી કર્યા પછી પણ પોતાની અભિનય સફર ચાલુ રાખનારા અમિતાભ બચ્ચન યુવાન દિગ્દર્શક અને યુવાન અદાકાર સાથે ફિલ્મ કરવાની તૈયારી બતાવે એટલું જ નહીં યુવાન પ્રતિભાની ભારોભાર પ્રશંસા કરે ત્યારે એમને સલામ કરવાની ઈચ્છા થઈ જાય.

ઈન્ડસ્ટ્રીમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો છે કે જેઓ પોતાના કરતાં નાના હોય કે મોટા પણ જો તેમનો આઈડિયા કે વિચારો સારા હોય તો તેનો ખુલીને સ્વીકાર કરે અને જાહેરમાં આ વાતની કબૂલાત કરે અને આ ગણતરીના લોકોમાં જ આવી જાય છે આપણા બૉલીવૂડના શહેનશાહ.

હાલ તો અમિતાભ બચ્ચન તેમની આગામી ફ્લ્મિ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે અને આ ફિલ્મમાં તેઓ યુવાન દિગ્દર્શક અયાન મુખરજી સાથે કામ કરી રહ્યા છે. પોતાનો આટલા વર્ષોના અનુભવ અને સિનિયોરિટીને બાજુ પર મૂકીને બિગ બીએ અયાન મુખરજી અને ફિલ્મના અન્ય કલાકાર રણબીર કપૂર સાથે ફિલ્મની કથાવસ્તુની ચર્ચા કરી હતી.

આ બંને યુવાનના ટેલેન્ટથી બચ્ચન એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે તેમણે તેમના બ્લોગ પર આ બંનેની ખૂબ જ પ્રશંસા કરી. તેમણે લખ્યું છે કે ‘આ બંને યુવાનો પાસે ઘણા સારા વિચારો છે. આ તેમની ટેલેન્ટ એક કુદરતી ‘ગિફટ’ છે. મને ખરેખર તો એમની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે. મને એમની કંપનીમાં બહુ મજા પડી. એમની પાસે ફિલ્મોનું જ્ઞાન તો છે જ પણ તેની સાથે સાથે તેઓ એકદમ અદ્ભુત દૃષ્ટિકોણ ધરાવે છે’ બ્લૉગ પર આગળ લખતાં બિગબીએ એવું પણ જણાવ્યું હતું કે હું એમની પાસેથી ઘણું શીખ્યો છું અને આવુુંં કહેવામાં મને કોઈ છોછ નથી. એમના આધુનિક વિચારો - દૃષ્ટિકોણ માત્ર એક કલાકાર તરીકે જ નહીં પણ સામાન્ય માનવી તરીકે પણ જીવનમાં ઉતારવા જેવા છે.

જીવનમાં ઘણા ચડાવ-ઉતાર જોઈ ચૂકેલા અમિતાભ બચ્ચન નવયુવાનો પાસેથી શીખવાની અને એમની સાથે કામ કરવાની ઈચ્છા અને ધગશ ધરાવે છે એ જ એમની શખસિયતની ઉજળી બાજુ દર્શાવે છે.

સતત વ્યસ્ત રહેતા અમિતાભ બચ્ચન તાજેતરમાં ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’માં નવા ગેટ-અપમાં દેખાયા હતા. તેમણે ‘સૈરાટ’ના દિગ્દર્શક નાગરાજ મંજુળેની ‘ઝુંડ’ હમણા જ પૂરી કરી છે. આ ફિલ્મ નાગપુરમાં

સ્લમ સોકરનો પાયો નાખનારા વિજય બર્સેેના જીવન-કવન પર આધારીત હોવાનું

કહેવાય છે.

બચ્ચનજી ‘ઝુંડ’ અને ‘બ્રહ્માસ્ત્ર’ ઉપરાંત સુજોય ઘોષની ‘બદલા’માં જોવા મળશે. ૭૬ વર્ષે પણ સતત ફિલ્મો આપતા રહીને મનોરંજન કરાવતા અમિતાભ બચ્ચન ખુદ એમના લાખો ચાહકોના પ્રેરણામૂર્તિ છે. જોકે બી-ટાઉનમાં એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે કદાચ બિગ બી મણિરત્નમ્ની ફિલ્મમાં પણ કામ કરતાં જોવા મળશે. ૨૦૦૮માં આવેલી ‘બંટી ઔર બબલી’ બાદ ઐશ્ર્વર્યા રાય-બચ્ચન અને બિગ બી સ્ક્રીન શૅયર કરતાં જોવા મળશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

53B5Wm
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com