17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એમસીએફની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સંદીપ ઇલેવન, જયશ્રી ઇલેવન ચૅમ્પિયન

મુંબઈ: બોરીવલી (પશ્ર્ચિમ)-સ્થિત મંડપેશ્ર્વર સિવિક ફેડરેશન (એમસીએફ) દ્વારા તાજેતરમાં પુરુષો, મહિલાઓ તેમ જ અન્ડર-૧૪ વર્ગ માટે અન્ડરઆર્મ ટેનિસ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં પુરુષોના વર્ગમાં સંદીપ ઇલેવને અને મહિલાઓના વર્ગમાં જયશ્રી ઇલેવને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું.

એમસીએફ સ્થિત સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સના વૉલી કોર્ટ ખાતે પુરુષોમાં રોહિન ઇલેવન તથા મહિલાઓમાં જલ્પા ઇલેવને રનર-અપની ટ્રોફી મેળવી હતી. અન્ડર-૧૪ કૅટેગરીમાં ઑન ઇલેવને ચૅમ્પિયનપદ મેળવ્યું હતું, જ્યારે તનિશ્ક ઇલેવને રનર-અપની ટ્રોફી હાંસલ કરી હતી.

ભારતીય મહિલા ટીમની બૅટ્સવુમન પૂનમ રાઉત આ સ્પર્ધા વખતે ચીફ ગેસ્ટ હતી. તેણે એમસીએફની મહિલા ક્રિકેટરો સાથે ચર્ચા કરીને તેમને ઘણી ટિપ્સ આપી હતી. આ સ્પર્ધામાં પુરુષોના વર્ગમાં બાર ટીમોએ, મહિલાઓમાં પાંચ ટીમોએ અને અન્ડર-૧૪માં ચાર ટીમોએ ભાગ લીધો હતો.ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

72s6na
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com