14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ધોની વન-ડેમાં ૧૦,૦૦૦ રન બનાવનારો પાંચમો ભારતીય

સિડની: મહેન્દ્રસિંહ ધોની વન-ડે ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન પૂરા કરનારો ભારતનો પાંચમો અને વિશ્ર્વનો તેરમો ખેલાડી ગઈ કાલે બન્યો હતો. તે ગઈ કાલે અહીં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ વન-ડેમાં ક્રીઝ પર આવ્યો ત્યારે ૯૯૯૯ રન પર હતો અને તેણે સાતમા બૉલે આ દાવનો પ્રથમ રન બનાવીને ૧૦,૦૦૦ રનની સિદ્ધિ હાંસલ કરી હતી.

જોકે, તે ૫૧ રનના તેના સ્કોર પર પેસ બોલર જેસન બેહરેનડૉર્ફના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો અને છેવટે ભારતે ૩૪ રનના માર્જિનથી પરાજય જોવો પડ્યો હતો. ધોનીએ એક રીતે વન-ડે ક્રિકેટમાં ૧૦,૦૦૦મો રન વર્ષ ૨૦૧૭માં ઇંગ્લૅન્ડની ટૂરમાં નોંધાવ્યો હતો, પણ તેના એ ૧૦,૦૦૦માંથી ૧૯૪ રન (ભારત વતી નહીં, પણ) એશિયા ઇલેવન વતી બનાવેલા એટલે ગઈ કાલે ૯૯૯૯ રનના આંકડા સાથે ક્રીઝ પર આવ્યો હતો. ઉ

વન-ડેમાં ૧૦,૦૦૦થી વધુ રન કોના?

પ્લેયર રન

સચિન ૧૮,૪૨૬

સંગકારા ૧૪,૨૩૪

પૉન્ટિંગ ૧૩,૭૦૪

જયસૂર્યા ૧૩,૪૩૦

જયવર્દને ૧૨,૬૫૦

ઇન્ઝમામ ૧૧,૭૩૯

કૅલિસ ૧૧,૫૭૯

ગાંગુલી ૧૧,૩૬૩

દ્રવિડ ૧૦,૮૮૯

લારા ૧૦,૪૦૫

દિલશાન ૧૦,૨૯૦

કોહલી ૧૦,૨૩૫

ધોની ૧૦,૨૨૪



નોંધ: ધોનીના ૧૦,૨૨૪ રનમાં ૧૯૪ રન તેણે એશિયા ઇલેવન વતી રમીને બનાવ્યા છે. એ જ પ્રમાણે, સચિન તેમ જ દિલશાન અને કોહલીને બાદ કરતા બાકીના બધા બૅટ્સમેનોના રનના આંકડામાં તેમણે એશિયા અથવા આફ્રિકા અથવા આઇસીસીની ટીમ વતી બનાવેલા રનનો સમાવેશ છે. ધોનીએ ભારત વતી બનાવેલા કુલ વન-ડે રનનો આંકડો ૧૦,૦૫૦ છે અને એમાં તેની ૧૦ સેન્ચુરી તથા ૬૮ હાફ સેન્ચુરી સામેલ છે. તેની બૅટિંગ-ઍવરેજ ૫૦.૧૧ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

780fj18f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com