20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સેરેના વિક્રમી ૨૪મા ટાઇટલ સુધી પહોંચી શકશે?

પતિ ઍલેક્સીઝ ઓહાનિયન અને પુત્રી ઍલેક્સીઝ ઑલિમ્પિયા ઓહાનિયન જુનિયર સાથે સેરેના વિલિયમ્સ.



મેલબર્ન: ૩૭ વર્ષની અમેરિકાની સેરેના વિલિયમ્સ ૭ ઑસ્ટ્રેલિયન ઓપન સિંગલ્સ ટાઇટલ સહિત કુલ ૨૩ ગ્રૅન્ડ સ્લૅમ તાજ જીતી ચૂકી છે અને આ વખતે તેને માર્ગારેટ કોર્ટના ૨૪ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલના વિશ્ર્વવિક્રમની બરાબરી કરવાનો મોકો છે.

બે વર્ષ પહેલાં (૨૦૧૭માં) સેરેનાની પ્રેગનન્સીને આઠ અઠવાડિયાં થયાં હતાં અને ત્યારે તે સાતમું ઑસ્ટ્રેલિયન ટાઇટલ જીતી હતી. જોકે, એ પછી તે પુત્રી ઍલેક્સીઝ ઑલિમ્પિયાના જન્મ પછી ફરી રમવા આવ્યા બાદ બે ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવા છતાં ચૅમ્પિયન નથી બની શકી. એ જોતાં, આ વખતે ઑસ્ટ્રેલિયન એાપનનું આઠમું ટાઇટલ મેળવવું તેના માટે કઠિન તો છે, પણ ટેનિસજગતની આ લેજન્ડ માટે કંઈ જ અસંભવ નથી હોતું અને આ વખતે તે પુત્રી ઑલિમ્પિયાને ઘરે મૂકીને ટાઇટલ જીતવા જે દૃઢતાથી રમવા આવી છે એના પરથી સાબિત થાય છે કે તેની તીવ્ર હરીફાઈનો નંબર વન સિમોના હાલેપ અને નંબર ટૂ ઑન્જેલિક કર્બરે સામનો કરવો જ પડશે.

સેરેના ૧૯૯૯ની સાલમાં ૧૭ વર્ષની ઉંમરે પહેલું ગ્રૅન્ડ સ્લૅમ જીતી હતી. એમાં તેણે યુએસ ઓપનની ફાઇનલમાં માર્ટિના હિન્ગિસને હરાવી હતી. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

16527758
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com