19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કબૂતરચોરીની ફરિયાદ કરનારા વૃદ્ધને ટોળાએ માર મારી પતાવી નાખ્યો
વસઈમાં બનેલી ઘટનામાં ત્રણ મહિલા સહિત આઠની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાયંદર: વસઈમાં બનેલી આંચકાજનક ઘટનામાં કબૂતરચોરીની ફરિયાદ નોંધાવનારા ૭૦ વર્ષના વૃદ્ધને લોકોના ટોળાએ બેરહેમીથી માર મારી પતાવી નાખ્યો હતો. આ પ્રકરણે પોલીસે ત્રણ મહિલા સહિત આઠ જણની ધરપકડ કરી હતી.

વસઈ પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની રાતે આઠ વાગ્યાની આસપાસ વસઈ પશ્ર્ચિમના રાનગાંવ વિસ્તારમાં બની હતી. લવપાડા ખાતે રહેતા રામચંદ્ર રાઉતના ઘરે નવ જણનું ટોળું પહોંચ્યું હતું. પોલીસમાં ફરિયાદ નોંધાવવા બદલ ટોળું રાઉત પર ઉશ્કેરાયું હતું.

કહેવાય છે કે આરોપીઓમાંથી કેટલાક લોકો તેના કબૂતર ચોરતા હોવાની ફરિયાદ રાઉતે પોલીસમાં કરી હતી.

શુક્રવારે સવારે પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ રાતે આરોપીઓનું ટોળું રાઉતના ઘરે પહોંચ્યું હતું. ફરિયાદ શા માટે નોંધાવી એવો પ્રશ્ર્ન કરનારા આરોપીઓ સાથે રાઉતની બોલાચાલી થઈ

હતી.

પોલીસના જણાવ્યા મુજબ રાઉતનું ગળું દબાવવામાં આવ્યું હતું. એ સિવાય તેને ફટકારવામાં આવ્યો હતો. બેભાન

રાઉતને સારવાર માટે સર ડી. એમ. પેટી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને દાખલ કરતાં પૂર્વે મૃત જાહેર કર્યો હતો.

આ પ્રકરણે રાઉતના સગાએ નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી આઠ જણની ધરપકડ કરી હોઈ ફરાર એક આરોપીની શોધ હાથ ધરી હતી. આ મામલે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

76pUmA6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com