20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કુર્લાની ૧૭ હૉટેલ-રૅસ્ટોરાંનો પાણી-વીજ પુરવઠો બંધ કરાયો
નિયમોનો ભંગ કરવા માટે ફાયરબ્રિગેડે ફટકારી નોટિસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: અગ્નિસુરક્ષા સંબંધી કાયદાનું ઉલ્લંઘન કરીને ખાદ્યપદાર્થનો વ્યવસાય ચાલુ રાખવા બદલ કુર્લા (પશ્ર્ચિમ)માં ૧૭ હૉટેલ સામે પાલિકા અને વીજ પુરવઠા કંપનીએ કડક હાથે પગલાં લીધા છે. આ તમામ હૉટેલનો પાણી પુરવઠો અને વીજ પુરવઠો ખંડિત કરી દેવામાં આવ્યો છે.

‘એલ’ વોર્ડના આ હૉટેલ માલિકોને મુંબઈ ફાયરબ્રિગેડે અગ્નિ સુરક્ષાની યંત્રણાનું પાલન નહીં કરવા બદલ નોટિસ ફટકારી હતી, છતાં તેઓ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવતા સંબંધિત કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. પાણી પુરવઠા કરનારા ‘એલ’ વિભાગના આસિસ્ટન્ટ ઍન્જિનિયર અને વોટર ઍન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને ઉપનગરમાં વીજ પુરવઠો કરનારી ખાનગી કંપનીને ફાયર બિગ્રેડે લેખિતમાં આ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

ફાયરબ્રિગેડે કુર્લામાં એલ.બી.એસ. રોડ, સી.એસ.ટી. રોડ, ઈંદિરા નગર, હબીબ હૉસ્પિટલ, સાઈનગર, કલ્પના સિનેમા વગેરે પરિસરમાં અવેલી હૉટેલની નિયમિત તપાસ કરીને આ કાર્યવાહી કરી હતી. ડિસેમ્બર ૨૦૧૮ના છેલ્લા બે અઠવાડિયામાં આગની અમુક ભીષણ દુર્ઘટના બની હતી, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ પાલિકા કમિશનર અજોય મહેતાએ ફાયરબ્રિગેડને શહેર અને ઉપનગરની હૉટેલ, ક્લબ, મૉલ તેમ જ વિવિધ કમર્શિયલ ઍસ્ટાબ્લિશમેન્ટની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4iT1q8ny
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com