14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મૃણાલ ગોરે ફ્લાયઓવરનું કામ ફરી પાટે ચઢયું
ગોરેગામ(પ)થી ઓશિવરા લિંક રોડ માત્ર સાત મિનિટમાં પહોંચી શકાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ત્રણ વર્ષના વિલંબ બાદ આખરે ગોરેગામમાં મૃણાલ ગોરે ફ્લાયઓવરનું કામ પાલિકા દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે, તેને કારણે આગામી સમયમાં વાહનચાલકોને ભારે રાહત મળવાની છે.

મૃણાલ ગોરે ફ્લાયઓવરના વિસ્તારીકરણનું કામ આવતા અઠવાડિયામાં ચાલુ થવાનું છે. આ કામ પૂરું થયા બાદ ગોરેગામ (પશ્ર્ચિમ)થી ઓશિવર લિંક રોડ સુધી માત્ર સાત મિનિટમાં પહોંચી શકાશે. પાલિકાના પુલ વિભાગ દ્વારા ૧૬૦ કરોડ રૂપિયાનો ખર્ચ આ પુલ પાછળ કરવામાં આવવાનો છે અને આ ફ્લાયઓવર ૧.૪ કિલોમીટર લાંબો છે પણ તે પૂરો કરવા માટે ત્રણ વર્ષનો સમય બરબાદ થઈ ગયો. આ પુલનું કામ ઑક્ટોબર ૨૦૧૬માં પૂરું થવાનું અપેક્ષિત હતું પણ તે માટેની મંજૂરી લેવા માટેના કામમાં વિલંબ થવાને કારણે પુલનું કામ અટવાઈ પડયું હોવાનું કહેવાય છે. પુલના કામનો વર્ક ઑર્ડર બહાર પાડી દેવામાં આવ્યો છે પણ હજી સુધી ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પાસેથી મંજૂરી મળવાની બાકી છે.

પુલના વિસ્તારીકરણનું કામ પૂરું થયા બાદ વાહનચાલકોને સિગ્નલમાંથી રાહત મળવાની છે. ગોરેગામમાં એસ.વી. રોડ પર એક, રામ મંદિર જંકશન પર બે અને ઓશિવરા એસ.વી.રોડ પર એક સિગ્નલમાંથી વાહનચાલકોને મુક્તિ મળશે. વાહનચાલકોનો ખાસ્સો એવો સમય બચી જવાનો છે. આ ફ્લાયઓવરના વિસ્તારીકરણના કામમાં ત્રણ વર્ષનો સમય લાગ્યો હોવાને કારણે કામની કુલ કિંમત ૧૬૦ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે અને વિસ્તારીત કામ માટે ૭૦ કરોડ રૂપિયાનો ખર્ચ થ્ાવાનો છે. ઉ



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

FxRe120
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com