19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સવારે ઘરે ફોન કર્યો અને રાત્રે શહીદ થયાના સમાચાર મળ્યા

મુંબઈ: ભારતીય સેનામાં મેજર તરીકે ફરજ બજાવતા પુણેના મેજર શશીધરન નાયર શુક્રવારે કાશ્મીરમાં શહીદ થયા હતા. પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આઇઇડી (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇઝ) બ્લાસ્ટમાં તેમનું મૃત્યુ થયું હતું.

હજી બીજી જાન્યુઆરીએ જ તેઓ પુણેમાં પોતાના કુટુંબ સાથે રજા ગાળ્યા બાદ ફરજ ઉપર હાજર થયા હતા. જાબાંઝ મેજરના મૃત્યુ બાદ તેમના કુટુંબ ઉપર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે અને તેઓ જે સોસાયટીમાં રહેતા હતા એ આખી સોસાયટી શોકમગ્ન છે.

મેજર નાયર જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ફરજ બજાવી રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ બિછાવેલ આઇઇડી બ્લાસ્ટ થયો હતો, જેમાં તેઓ શહીદ થયા હતા. મેજર નાયરનું કુટુંબ છેલ્લાં ૩૫ વર્ષથી પુણેના ખડકવાસલા વિસ્તારમાં રહે છે. તેમના કુટુંબમાં તેમની માતા લતા નાયર અને પત્ની તૃપ્તિનો સમાવેશ થાય છે. તેઓ શહીદ થયા હોવાના ખબર મળતા જ બધા તેમને ઘરે લોકો આવવા લાગ્યા હતા. તેઓ શહીદ થયા એ દિવસે સવારે જ તેમણે ઘરે ફોન કરીને બધા સાથે વાત કરી હતી અને રાત્રે તો તેમના કુટુંબને તેઓ શહીદ થયાના સમાચાર મળ્યા હતા, જેથી કુટુંબીજનોને આઘાત લાગ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

80322do
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com