19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પંઢરપુરના વિઠ્ઠલના ઑનલાઇન દર્શન માટે રૂ. ૧૦૦

મુંબઈ: પંઢરપુરના ભગવાન વિઠ્ઠલના ઑનલાઇન દર્શન કરવા માટે ૧૦૦ રૂપિયા વસૂલવાનો નિર્ણય મંદિર સમિતિએ શનિવારની બેઠકમાં લીધો હતો. દેશભરમાંથી આવનાર મોટા ભાગના ઉચ્ચ અને મધ્યમ વર્ગીય ભકતો વિઠ્ઠલના દર્શને જતા અગાઉ ઑનલાઇન બુકિંગ કરીને પંઢરપુરમાં આવતા હોય છે. બુકિંગને કારણે અત્યાર સુધી ભકતોને મફતમાં ઝટપટ દર્શનનો લાભ મળતો હતો. અમુક લોકો આ ઑનલાઇન બુકિંગ વ્યવહારમાં ગેરરીતિ કરીને પૈસા વસૂલવાનો ધંધો કરે છે. વર્ષભરમાં અમુક ગિરદીના દિવસને બાદ કરતા ૩૩૦ દિવસ દરરોજ સરેરાશ બે હજાર ભક્ત આ ઑનલાઇન દર્શન લેતા હોય છે. મંદિરના નિર્ણયને કારણે હવેથી ઑનલાઇન દર્શન માટે ૧૦૦ રૂપિયા આપવા પડશે. દરમિયાન તેનાથી મંદિરની આવકમાં વર્ષે આઠથી ૧૦ કરોડ રૂપિયાનો વધારો થશે. આ નિર્ણયને કારણે સામાન્ય શ્રદ્ધાળુઓને કોઇ જાતની સમસ્યા નડશે નહીં. મફતની ઘૂસણખોરી કરીને દર્શન માટે આવનારા વીઆઇપી લોકો પાસેથી પૈસા વસૂલ કરવાનો નિર્ણય મંદિર સમિતિ દ્વારા લેવામાં આવે એવી માગણી શ્રદ્ધાળુઓ દ્વારા થઇ રહી હતી. અંતે આ નિર્ણય લેવામાં આવતા શ્રદ્ધાળુઓએ તેનું સ્વાગત કર્યું છે. ઑનલાઇન દર્શનના માધ્યમથી આવેલા પૈસાનો ઉપયોગ ભાવિકો માટે વિકાસ કામ કરવામાં આવશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5451R2g7
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com