19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પિકનિક મનાવવા ગયેલા દસમા ધોરણના વિદ્યાર્થીનું હાર્ટઅટેકથી મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)

થાણે: ઘોડબંદર રોડ ઉપર વાઘબીલ નાકા ખાતે આવેલા એક વૉટર પાર્કમાં પિકનિક મનાવવા ગયેલા દસમા ધોરણના વિદ્યાર્થીનું હાર્ટઅટેક આવવાથી કમનસીબ મોત થયું હતું. ઘટનાની માહિતી મુજબ નાલાસોપારાના પ્રતીકનગર ખાતે આવેલી નવજીવન વિદ્યા મંદિર સ્કૂલની પિકનિક શુક્રવારે સૂરજ વૉટર પાર્ક લઇ જવામાં આવી હતી, જેમાં દસમા ધોરણમાં ભણતા ૧૬ વર્ષના દીપક ચંદ્રકાંત ગુપ્તા પણ ગયો હતો. પિકનિક દરમિયાન દીપકને અચાનક ચક્કર આવ્યાં હતાં અને જગ્યા ઉપર જ ઢળી પડ્યો હતો, ત્યારબાદ તેને સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જોકે, ડૉક્ટરોએ દીપકને મૃત જાહેર કર્યો હતો અને તેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં તેનું મૃત્યુ હૃદયરોગના હુમલાના કારણે થયું હોવાનું જણાયું હતું. કસારવડવલી પોલીસે આ પ્રકરણે આકસ્મિક મૃત્યુની નોંધ કરી હતી. માત્ર સોળ વર્ષના કિશોરનું મૃત્યુ થવાના કારણે દીપકનાં માતા-પિતા અને પરિવારજનોને મોટો આંચકો લાગ્યો હતો અને આખું કુટુંબ શોકમાં છે. આ સિવાય દીપક સાથે અન્ય કંઇક બન્યું હોવાની શંકા પણ તેના કુટુંબે વ્યક્ત કરી છે. શાળા વિરુદ્ધ પણ તેમણે રોષ વ્યક્ત કર્યો હતો. આટલી ઓછી ઉંમરમાં દીપકને હાર્ટઅટેક કઇ રીતે આવી શકે એવો પ્રશ્ર્ન તેના કુટુંબીજનોએ કર્યો છે.

-----------------------------

વૃક્ષ ઉપર મહિલાની લાશ લટકતી મળી આવી: ઑનર કિલિંગની શંકા



થાણે: ૩૧મી ડિસેમ્બરે થાણેના કલ્યાણમાં ઉત્તરપ્રદેશની ૨૩ વર્ષની મહિલાનો મૃતદેહ વૃક્ષ ઉપર લટકતો મળી આવ્યો હોવાની ચકચારજનક ઘટના સામે આવી હતી.

કલ્યાણ પોલીસે આ કેસ લગભગ ઉકેલી લીધો છે અને મહિલાના મૃત્યુનું કારણ ઑનર કિલિંગ હોવાનું પોલીસનું માનવું છે.

આ મામલે પોલીસે મૃત મહિલા મનીતા યાદવના પિતા અને ભાઇ સહિત ચાર જણ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. જોકે, હજી સુધી કોઇની પણ ધરપકડ કરવામાં આવી નથી. આરોપીઓની ઓળખ લોટુ યાદવ (મનીતાના પિતા), તીર્થરાજ યાદવ (ભાઇ) તેમ જ મનીતાના પરિવારજન રમાકાંત યાદવ અને મનોજ યાદવ તરીકે થઇ છે.

મનીતાના લગ્ન બાહ્ય સંબંધ હોવાની ફરિયાદ કરતા તેના સાસરિયા ઉત્તરપ્રદેશના આઝમગઢમાં આવેલા મનીતાના ઘરે પહોંચ્યા હતા, જેનાથી પરિવારજન શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. તેથી હત્યા કરવામાં આવી હોવાની શંકા પોલીસને છે. (પીટીઆઇ )

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Y2e55o8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com