14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
નગરના રાષ્ટ્રવાદી પક્ષના ૧૮ નગરસેવકની હકાલપટ્ટી

મુંબઈ: અહમદનગરમાં મેયરપદની ચૂંટણી સમયે ભાજપને સમર્થન આપનારા એનસીપીના ૧૮ નગરસેવકને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવાનું પક્ષાધ્યક્ષ જયંત પાટીલે જણાવ્યું હતું.

અહમદનગર મહાનગરપાલિકામાં કૉંગ્રેસ પક્ષને મતદાન કરવાનો આદેશ એનસીપીએ આપ્યો હતો, તેમ છતાં ૧૮ નગરસેવકે ભાજપને સમર્થન આપતા એનસીપી માટે બહુ શરમજનક સ્થિતિનું નિર્માણ થયું હતું. આમ શા માટે કર્યું તેવો ખુલાસો પક્ષે સ્થાનિક પદાધિકારીઓને આપ્યો હતો, પરંતુ તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા.

એનસીપી ચીફ શરદ પવારે આ મામલે નારાજગી વ્યક્ત કરી હતી અને કડક કાર્યવાહી કરવા અંગે જણાવ્યું હતું. અંતે તેમને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

----------------------------

સગીરાની સતામણી કરનારા શખસને એક વર્ષની સજા



થાણે: આશરે છ વર્ષ પહેલા ૧૬ વર્ષીય (એ સમયે યુવતીની ઉંમર) સગીરાની સતામણી કરનારા તેમ જ તેને ગાળો ભાંડનારા મીરા રોડના શખસને સ્થાનિક અદાલતે એક વર્ષની જેલની સજા ફટકારી હતી. સ્પેશિયલ જજ કવિતા શિરભાટેએ આરોપી યોગેશ બોરાડે (૩૩ વર્ષ)ને દોષી ઠેરવ્યો હતો અને તેને એક વર્ષની કારાવાસની અને ૧૦,૦૦૦ રૂ. દંડની સજા ફટકારી હતી. તેને ભારતીય દંડ સંહિતા તેમ જ પોક્સો (પ્રોટેક્શન ઑફ ચીલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) ઍક્ટની વિવિધ કલમ હેઠળ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સગીરાની સતામણીની ઘટના ૧૮મી માર્ચ, ૨૦૧૩માં બની હતી. યુવતી જ્યારે ઘરે જઇ રહી હતી ત્યારે બાઇક ઉપર આવતા બે જણે તેને આંતરી હતી. બોરાડે બાઇક ઉપર પાછળની સીટ ઉપર બેઠો હતો અને તેણે યુવતીની હેરાનગતિ અને સતામણી કરવાની શરૂ કરી હતી. બોરાડેએ યુવતીને ધક્કો પણ માર્યો હોવાનું ફરિયાદી પક્ષના વકીલે અદાલતમાં જણાવ્યું હતું. (પીટીઆઇ )

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8EnL8720
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com