17-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૨૦૨૦થી નવી એન્જિનિયરિંગ કૉલેજને ૨૦૨૦થી મંજૂરી નહીં

મુંબઈ: એન્જિનિયરિંગ કૉલેજમાં ખાલી સીટોની સંખ્યાને ધ્યાનમાં લઇને ૨૦૨૦થી નવી એન્જિનિયરિંગ કૉલેજને મંજૂરી ન આપવાની ભલામણ આઇઆઇટી હૈદરાબાદના અધ્યક્ષ બી.વી.રેડ્ડીની અધ્યક્ષતા હેઠળ નિમાયેલી સમિતિએ ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ ઍજ્યુકેશન (એઆયસીટીઇ)ને કરી છે.

છેલ્લા દશકમાં દેશભરમાં મોટી સંખ્યામાં એન્જિનિયરિંગ કૉલેજનો રાફડો ફાટ્યો છે. વિશેષ કરીને મહારાષ્ટ્રમાં નવી કૉલેજ અને નવા અભ્યાસક્રમ મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યા છે. જોકે, છેલ્લા ચાર વર્ષથી દેશભરની એન્જિનિયરિંગ કૉલેજમાં મોટા પ્રમાણમાં સીટો ખાલી રહેવા લાગી છે. એન્જિનિયરિંગના શિક્ષણનો નીચે જતો દરજ્જો તે માટે કારણભૂત છે. મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ અગાઉ એન્જિનિયરિંગની ૩૬૫ કૉલેજ હતી, જેમાં કુલ પ્રવેશ ક્ષમતા અંદાજે એક લાખ ૭૦ હજાર જેટલી હતી. તે પૈકી ૫૦,૦૦૦ જેટલી સીટો ખાલી રહેવા લાગતા અનેક કૉલેજ બંધ થઇ ગઇ અથવા એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ બંધ કરવાની શરૂઆત કરી હતી. પરિણામે આજે મહારાષ્ટ્રમાં ૨૦૧૮-૧૯માં ૩૪૭ કૉલેજ છે, જેમાં માત્ર ૧.૩૩ લાખ જેટલા વિદ્યાર્થીઓની પ્રવેશ ક્ષમતા છે. જોકે, તેમ છતાં ૪૩ ટકા જગ્યા ખાલી રહી છે. જે પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં હતી તે દેશભરમાં હોવાથી એઆઇસીટીઇએ તેનો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કરવા માટે બી.વી.મોહન રેડ્ડીની અધ્યક્ષતા હેઠળ એક સમિતિની નિમણૂક કરી હતી. આ સમિતિએ ૨૦૨૦થી નવી એન્જિનિયરિંગ કૉલેજને મંજૂરી ન આપવાની ભલામણ કરી છે.

-----------------------------

પાલિકાની ૭૧૪ શાળામાં ફાસ્ટ ઈન્ટરનેટ અને ફોનની સુવિધા મળશે



(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: પાલિકાની શાળાના અભ્યાસની ગુણવત્તા બાબતે હંમેશાં શંકાની નજરે જોવાતું હોવા છતાં શાળાઓમાં હાઈટેક સુવિધા ઉપલબ્ધ કરવાનો નિર્ણય પાલિકા પ્રશાસને લીધો છે. તે મુજબ ૭૧૪ શાળાઓમાં બહુ જલદી ઈન્ટરનેટની સાથે જ ફોન બેસાડવામાં આવવાના છે. જેમાં નવેસરથી ચાલુ થનારી ૨૧૪ શાળાઓમાં આ સુવિધા ચાલુ કરવામાં આવવાની છે. ગુણવત્તા વિકાસ ઉપક્રમ અંતર્ગત પાલિકાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આ સુવિધા પૂરી પાડવામાં આવવાની છે.

વર્ચ્યુઅલ ક્લાસરૂમ, ટૅબના માધ્યમથી પાલિકાની શાળાઓમાં હાઈટેક શિક્ષણની શરૂઆત કરવામાં આવી છે. વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને ટૅબ યોજના માંડ માંડ ચાલી રહી છે. જોકે પાલિકાની શાળામાં શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓને દુનિયાભરની માહિતી મળી રહે તે માટે સ્કૂલને ઈન્ટરનેટ સાથે જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સેવા હવે નવી શાળાઓમાં શરૂ કરવામાં આવવાની છે.

પાલિકાની ૧૨૪૩ શાળાઓમાંથી ૩૧૫ શાળાઓમાં મહાનગર ટેલિફોન નિગમ તરફથી ઈન્ટરનેટ અને ફોનની સગવડ ૨૦૦૭ની સાલથી આપવામાં આવી રહી છે. તો ૪૦૬ શાળામાં ૨૦૧૫માં કમ્પ્યુટર ઉપલબ્ધ કરી આપવામાં આવ્યાં છે. તો બાકીના ૭૧૪ શાળામાંઆ સેવા ચાલુ કરવામાં આવવાની છે. આ માટે પાલિકા ૪૫ લાખ ૫૮ હજાર ૧૭૬ રૂપિયાનો ખર્ચ કરવાની છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Iw5IaTr
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com