18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
યે દીવાલ બનતી ક્યું નહીં?
ટ્રમ્પને આશા છે સંસદ વૉલ બાંધવા નાણાં આપશે: ઇમરજન્સીની ઉતાવળ નથી

વૉશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે અમેરિકા અને મેક્સિકોની સરહદે પોતાની માગણી મુજબ કૉંગ્રેસ ૫.૭ અબજ ડૉલર આપે એવી આશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે મને સીમા સુરક્ષાને મુદ્દે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની ઉતાવળ નથી.

ટ્રમ્પે ભાર દઇને જણાવ્યું હતું કે મને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે, પરંતુ આશા છે કે કૉંગ્રેસ સરહદ પર દીવાલ બાંધવા માટે મેં માગેલું ભંડોળ મંજૂર કરશે.

અગાઉ, ટ્રમ્પે બુધવારે જણાવ્યું હતું કે અમેરિકા અને મેક્સિકો વચ્ચેની સરહદ પર દીવાલ બાંધવા માટે જરૂરી ૫.૭ અબજ ડૉલર આપવાનો ડેમૉક્રેટ્સ ઇનકાર કરશે તો હું અંતિમ વિકલ્પ તરીકે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીશ.

ટ્રમ્પ બુધવારે અગ્રણી ડેમૉક્રેટિક નેતાઓ - હાઉસ સ્પીકર નેન્સી પેલોસી અને સેનેટ માઇનૉરિટી લીડર સેનેટર ચક સ્કમર સાથેની બેઠકમાંથી નીકળી જતાં રાષ્ટ્રીય કટોકટી લદાવાની શક્યતા વધી હતી.

ડેમૉક્રેટ્સ દીવાલ માટે ભંડોળ આપવાની જોગવાઇ ધરાવતા ખરડાનો સતત વિરોધ કરી રહ્યા છે. અમેરિકામાં સરકારી ખર્ચ માટેના ભંડોળના અભાવે હાલમાં સરકારી સેવાઓ અંશત: બંધ કરી દેવાઇ છે અને અંદાજે આઠ લાખ જેટલા સરકારી કર્મચારીને ફરજિયાત રજા પર ઉતારી દીધા છે અથવા તેઓ કામ પર આવશે તો પણ તેઓને પગાર નહિ મળે એવી સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી દેવાઇ છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે આધુનિક સમયમાં માનવોની ગેરકાયદે હેરફેર મોટો ગુનો ગણાય અને તે રોકવા સરહદ પર દીવાલ બાંધવી જરૂરી છે. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

30XI0T8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com