20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હાર્દિક, રાહુલ સામેની તપાસ જલદી કરો: વિનોદ રાય
ડાયના એદલજીને ‘ઢાંકપિછોડો’ થવાનો ભય

નવી દિલ્હી: ક્રિકેટના વહીવટકારોની સમિતિના વડાએ મહિલાઓ સામેની બીભત્સ ટિપ્પણી કરવા બદલ સસ્પૅન્ડ કરાયેલા ક્રિકેટરો - હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલના કિસ્સામાં ઝડપી તપાસ યોજવાનું સૂચન કર્યું હતું.

દરમિયાન, વહીવટકારોની સમિતિનાં અન્ય સભ્ય ડાયના એદલજીએ આ પ્રકરણની તપાસમાં ઉતાવળ નહિ કરવા જણાવ્યું હતું અને ઉતાવળ કરાશે તો ઢાંકપિછોડો થવાનો ભય વ્યક્ત કર્યો હતો. વહીવટકારોની સમિતિના આ બે સભ્યે આ પ્રકરણમાં કઇ રીતે તપાસ કરવી એ અંગે વિરોધાભાસી અભિપ્રાય આપ્યો હતો. અગાઉ, હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે ટીવી શો ‘કૉફી વિથ કરણ’માં મહિલાઓ સામે બીભત્સ ટિપ્પણી કરતા તેઓને સસ્પૅન્ડ કરાયા હતા.

ડાયના એદલજીએ ભારતીય ક્રિકેટ બૉર્ડ (બીસીસીઆઇ)ના સીઇઓ રાહુલ જોહરી કહેવાતી જાતીય સતામણીના કિસ્સામાં સંડોવાયેલા હોવાથી તેમના દ્વારા તપાસ ચલાવવાના સૂચન સામે વાંધો ઉઠાવ્યો હતો અને ઢાંકપિછોડો થવાનો ભય વ્યક્ત કર્યો હતો.

વિનોદ રાયે ઑસ્ટ્રેલિયા સામેની બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચની પહેલાં આ બે ક્રિકેટર સામેની તપાસ પૂરી કરવા પર ભાર આપ્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકરણથી ટીમની તાકાતને માઠી અસર થઇ રહી છે.

વિનોદ રાયે ટીમનું સંખ્યાબળ ૧૫થી ઘટીને ૧૩ થયું હોવાથી સંબંધિત તપાસ ઝડપથી ચલાવવાની માગણી કરી હતી.

ડાયના એદલજીએ રાયની માગણીના જવાબમાં લખેલા ઇમેલમાં જણાવ્યું હતું કે આપણે આ પ્રકરણમાં તપાસ કરવામાં કોઇ ઉતાવળ કરવી ન જોઇએ, કારણ કે ઉતાવળ કરવાથી ઢાંકપિછોડો થવાની શક્યતા રહે છે.

રાયે લખ્યું હતું કે અમુક ક્રિકેટરના ગેરવર્તનને લીધે ટીમની તાકાત ઓછી થવા દેવી ન જોઇએ. આપણે બીજી એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ સુધીમાં નિર્ણય લઇ લેવો જોઇએ. (એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

X53406
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com