18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બે શાર્પ શૂટરો દબોચાયા?: મનીષા ગોસ્વામીની અટકાયત
જયંતી ભાનુશાળી મર્ડર કેસ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ભાજપના પ્રદેશ અગ્રણી અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને કરાયેલી હત્યાના ગુનામાં સીઆઈડી ક્રાઇમે સૂરજિત ભાઉ તથા શેખર નામના કથિત સાર્પ શૂટરોને દબોચી લીધા હોવાનું કહેવાય છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા આવી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પોલીસે મોડી રાત્રે મૂળ વાપીની મનીષા ગોસ્વામીની પણ કચ્છમાંથી અટકાયત કરી હતી. ભાનુશાળીની હત્યા નીપજાવનારા શૂટરોને પૂનાથી બોલાવ્યા હોવાની વાત સામે આવતા સમગ્ર રહસ્ય પરથી પડદો ઊંચકાવાની શક્યતા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાકેસમાં એટીએસ અને સીઆઈડી ક્રાઈમની ટીમોએ ભુજમાં ધામા નાખ્યા હતા. દરમિયાન રેલવે સ્ટેશન, હાઈવે અને શહેરના સીસીટીવી ફૂટેજ તેમજ રિઝર્વેશન ચાર્ટ સહિતના સાંયોગિક પુરાવા મેળવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મેળવવામાં આવેલાં ફૂટેજમાં દેખાતી વ્યક્તિઓ ટિકિટ ચેકર, એટેન્ડન્ટ તથા સહપ્રવાસી પવન મોરેએ કરેલા હત્યારાના વર્ણન સાથે મળતી આવતી હતી. દરમિયાન, જયંતી ભાનુશાળીની અંતિમવિધિમાં આવેલા મનજીબાપુને ભાનુશાળી પોતાના ગુરુ માનતા હતા. પોલીસ દ્વારા રેલવેની ઑફિસે તેમને લઈ જવાયા હતા જ્યાં તેમને કબજે કરાયેલા સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા હતા જેના આધારે તેમણે પૂનાના સૂરજિત ભાઉને ઓળખી બતાવ્યો હતો. અમદાવાદમાં રહેતા જયંતી ભાનુશાળી ભુજની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. દરમિયાન તેઓ ગત તા. ૩ જાન્યુઆરીના રોજ રાતા તળાવ ટ્રસ્ટ તથા સ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપવા ભુજ ગયા હતા. એ પહેલાં તેમને આવકારતાં પોસ્ટર લગાવાયાં હતાં. તેનાથી ગુનેગારો સચેત થઈ ગયા હોવા જોઈએ અને તેમણે હત્યાના કાવતરાને અંજામ આપવાનું કાવતરું રચી નાખ્યું હોવું જોઈએ. ભાનુશાળીની હત્યાના કેસમાં તેમના ભત્રીજા સુનીલે મૂળ વાપીમાં રહેતી મનીષા ગોસ્વામીને પણ આરોપી ગણાવી છે. મનીષાએ ભાનુશાળી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પછીથી તેમના વચ્ચે સમાધાન થયું હતું. આ સમાધાન માટે જયંતી ભાનુશાળીના ગુરુ મનજીબાપુની મહત્ત્વની ભૂમિકા રહી હતી. દરમિયાન મોડેથી મનીષાની કચ્છમાંથી અટકાયત કરાયાની અટકળો વહેતી થઈ હતી. ભાનુશાળીની હત્યાના ગુનાની ફરિયાદમાં જેમને આરોપી તરીકે દર્શાવ્યા છે તેવા જયંતી જેઠાલાલ ઠક્કરનું પોલીસે નિવેદન લીધું હતું. જોકે મનીષા ગોસ્વામીનું નિવેદન હજુ લઈ શકાયું નથી. આ સિવાય ફરિયાદી સુનિલ વસંતભાઈ ભાનુશાળીનું રેલવે પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4M180i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com