18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ફ્રાન્સની બૅકરીમાં બ્લાસ્ટ: ચારનાં મોત

વિસ્ફોટ: પેરિસની એક બૅકરીમાં શનિવારે થયેલા પ્રચંડ બ્લાસ્ટ બાદ ફાયરબ્રિગેડે બચાવકાર્ય શરૂ કર્યું હતું. (એ.પી. ફોટો)



પૅરિસ: ગૅસ ગળતરને કારણે મધ્ય પૅરિસસ્થિત એક બૅકરીમાં થયેલા વિસ્ફોટમાં અગ્નિશમન દળના બે જવાન સહિત ચાર વ્યક્તિનાં મોત થયાં હોવા ઉપરાંત ૪૭ જેટલી વ્યક્તિ ઘાયલ થઈ હોવાનું ફ્રાન્સના આંતરિક બાબતોના પ્રધાને કહ્યું હતું.

વિસ્ફોટને પગલે આસપાસની ઈમારતોની બારીઓના કાચ તૂટી ગયા હતા અને આગ ફાટી નીકળી હતી.

ક્રિસ્ટૉપ કાસ્ટનરે પત્રકારોને આપેલી મુલાકાતમાં ઘટનાને કમનસીબ લેખાવતાં કહ્યું હતું કે ઘાયલ થયેલાઓમાંથી ૧૦ જણની હાલત ગંભીર છે તો ૩૭ જણને નજીવી ઈજા થઈ છે.

કાટમાળ હેઠળ બે કલાક કરતા પણ વધુ સમય સુધી દબાયેલા રહેલા અગ્નિશમન દળના એક જવાનને ઉગારી લેવા બદલ તેમણે બચાવકર્તાઓની હિંમતને દાદ આપી હતી.

પૅરિસના મૅયર ઍની હિડાલ્ગોએ મૃતકનાં પરિવારજનો પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.

(એજન્સી)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

572a7411
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com